SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૯-૪૦ પૂર્વભવમાં રાજાધિકારીથી ભૂખ્યા બળદો વડે પોતાના ક્ષેત્રમાં હળ ચાલન અપાવવાના દ્વારથી કરાયેલા અંતરાયકર્મવાળા અરિષ્ટનેમ પાસે પ્રવજિત થયેલા વિહાર કરતા ઢંઢ નામના કૃષ્ણના પુત્રને તે કર્મ ઉદય પામ્યું અને તેના પ્રભાવથી દ્વારવતીમાં પણ કૃષ્ણના પુત્રપણાથી પ્રસિદ્ધ ભગવાનના શિષ્યભાવથી પ્રસિદ્ધ છે, તોપણ કંઈ પણ પ્રાપ્ત કરતા નથી અને શેષ સાધુઓની લબ્ધિને હણે છે, તેથી મારે પરલબ્ધિ ભોગવવી નહિ, એ પ્રમાણે ભગવાનની અનુજ્ઞાથી અભિગ્રહ ગ્રહણ કરાયો. તેને અનુપાલન કરતા અવિહ્વળ ચિત્તવાળા તેમનો ઘણો કાળ પસાર થયો. એકવાર કૃષ્ણ વડે ભગવાન પુછાયા – સાધુઓની મધ્યમાં કોણ દુષ્કરને કરનારા સાધુ છે ? ભગવાન કહે છે – સર્વ પણ દુષ્કરને કરનારા છે, ઢંઢ મુનિ વિશેષથી દુષ્કરને કરનારા છે. કૃષ્ણ કહે – કેવી રીતે ?તેથી ભગવાન વડે તેમનો અભિગ્રહ કહેવાયો, કૃષ્ણ આનંદ પામ્યા અને નગરીમાં પ્રવેશતા એવા તેમના વડે હાટમાર્ગમાં ઢંઢમુનિ જોવાયા. ગજવરથી ઊતરીને વિનય સહિત વંદન કરાયા અને આને જોઈને “કૃષ્ણને પણ આ માન્ય છે” એથી પોતાના ઘરમાં શ્રેષ્ઠીએ શ્રેષ્ઠ મોદક તે મુનિને વહોરાવ્યા, મુનિ ભગવાન પાસે ગયા. ભગવાન પુછાયા – શું લાભાનરાય કર્મ ક્ષીણ થયું? ભગવાન વડે કહેવાયું – નથી થયું. તેણે કહ્યું – ક્યાંથી લાભ થયો ? ભગવાન કહે છે – કૃષ્ણની ઉપાધિથી. ત્યારપછી આ પરલબ્ધિ છે, એ પ્રમાણે વિશુદ્ધ અધ્યવસાયવાળા વિધિથી પરવતા શુક્લધ્યાનરૂપ અગ્નિથી બાળી નંખાયાં છે કર્મબંધન જેના વડે એવા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ૩૯ ભાવાર્થ : ઢંઢણઋષિ કૃષ્ણના ઘરે જન્મેલા, જે ઘરમાં ખાદ્ય અને પેય પદાર્થો પ્રચુર માત્રામાં હતા, વળી કૃપતાની પ્રકૃતિ નહિ હોવાથી કૃષ્ણનું ઘર ભોગવિલાસપ્રધાન હતું, છતાં મહાત્મા એવા ઢંઢણ ઋષિને ભોગવિલાસમાં નિઃસારતાની સહજ બુદ્ધિ ઉત્પન્ન થઈ અને શમભાવના સુખમાં દઢ પ્રણિધાનવાળું ચિત્ત પ્રગટ થયું, તેથી પ્રચુર ભોગસામગ્રીનો ત્યાગ કરીને ઋષિ થયા. એટલું જ નહિ પણ પોતાને અલાભ પરિષહનો ઉદય થયેલો તેને તે પ્રકારે સહન કર્યો, જેથી સંયમના કંડકોની અત્યંત વૃદ્ધિ થઈ, જેના કારણે સંયમજીવનમાં સહન કરેલી સુધા-તૃષા પણ પ્રકૃષ્ટ સુખની પ્રાપ્તિ સુધી ફલવાળી થઈ. કેમ તેવા પ્રકારના સુંદર ફલવાળી થઈ ? તેથી કહે છે – તે મહાત્માએ વિશઠ ભાવસાર અકપટ, એવી સુધા-તૃષા સહન કરી; તેથી સત્કલવાળી થઈ અર્થાત્ માત્ર સુધા-તૃષાને સહન કરવાનો યત્ન નથી કર્યો, પરંતુ પ્રતિદિન ભિક્ષાઅટન માટે જાય છે, ભિક્ષાની અપ્રાપ્તિ થાય છે તો પણ તેમનું ચિત્ત હેજ પણ પ્લાન થતું નથી, પરંતુ શમભાવની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ મહાપરાક્રમ સતત વૃદ્ધિ પામે છે, તેથી અલાભ પરિષહ સહનના બળથી ઉલ્લસિત થયેલા મહાવીર્યના બળથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. l૩૯ll અવતરણિકા: तदेवमयं भगवानाहारेऽप्रतिबद्धस्तथा च स्वार्थसाधको जातः । अत एव सर्वसाधूनामाहारादिप्रतिबन्धं प्रत्यनधिकारितामुपदिशन्नाह
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy