SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ 211211-39 ગાથા : कडुयकसायतरूणं, पुष्कं च फलं च दोवि विरसाई । पुप्फेण झाइ कुविओ, फलेण पावं समायरइ ।। ३६ ।। ૬૧ ગાથાર્થ ઃ કડવા કષાયરૂપી વૃક્ષોનું પુષ્પ અને ફળ બન્ને પણ વિરસ છે, પુષ્પથી કુપિત થયેલો પાપનું ધ્યાન કરે છે, ફળથી પાપનું સમાચરણ કરે છે. II૩૬।। ટીકા ઃ कटुकाश्च संयमसुखभङ्गहेतुत्वात्कषायाश्च कटुककषायाः त एव तरवस्तदुत्तरप्रकृतिशाखादिमत्त्वात् तेषां पुष्पं च फलं च द्वे अपि विरसे कटुके निम्बादीनां लोकोक्त्या कटुकानामपि पाककाले माधुर्यं लभ्यते, न पुनरेतेषामिति भावः किमेषां पुष्पं ? किं वा फलम् ? इत्याशङ्क्य क्रोधमधिकृत्य दर्शयति- पुष्पेण हेतुभूतेन ध्यायति विरूपकं चिन्तयति, कुपितः क्रुद्धः फलेन पापं ताडनमारणादिकं समाचरति-अनुतिष्ठति तदनेनैतेषामुदयः पुष्पं, तत्पूर्विका प्रवृत्तिः फलमित्युक्तं भवति ।। ३६ ।। ટીકાર્ય ઃ कटुकाश्च મતિ ।। સંયમસુખના ભંગનું હેતુપણું હોવાથી કટુક કષાયો છે, તે જ=કટુક કષાયો, વૃક્ષો છે; કેમ કે તેની ઉત્તર પ્રકૃતિરૂપ શાખાદિમાનપણું છે=કષાયોની ઉત્તર પ્રકૃતિરૂપ શાખાદિવાળા કષાયો છે, તેઓનાં=કષાયોનાં, પુષ્પ અને ફ્ળ બન્ને પણ વિરસ=કટુક છે, લોકોક્તિથી કડવા પણ લીમડા આદિનું પાકકાળમાં માધુર્ય પ્રાપ્ત થાય છે, પરંતુ આમનું=કષાયોનું, માધુર્ય ક્યારેય પ્રાપ્ત થતું નથી, આમનું પુષ્પ શું છે ? અથવા ફ્ળ શું છે ? એ પ્રકારની આશંકા કરીને ક્રોધને આશ્રયીને બતાવે છે — હેતુભૂત એવા પુષ્પથી કુપિત થયેલો જીવ વિરૂપ ધ્યાન કરે છે=કોઈકનું ખરાબ ચિંતવન કરે છે, ફ્ળથી તાડન-મારણ આદિ પાપને આચરે છે, તે કારણથી આના વડે=પ્રસ્તુત ગાથા વડે, આમનો=કષાયોનો, ઉદય પુષ્પ, તત્પૂર્વક પ્રવૃત્તિ ફળ એ પ્રમાણે કહેવાયેલું છે. ૫૩૬।। ભાવાર્થ: ..... ક્રોધ-માન-માયા-લોભ એ કડવા કષાયરૂપ વૃક્ષ છે, કેમ કટુક છે ? એથી કહે છે – કષાયો સંયમસુખના ભંગના હેતુ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત સર્વથા કષાયના સ્પર્શ વગરનું છે તેઓ વીતરાગ છે અને જેઓ વીતરાગ થવા માટે પ્રયત્નવાળા છે, તેઓનું પણ ચિત્ત કષાયોના સ્પર્શવાળું નથી, પરંતુ કષાયોના ક્ષયમાં પ્રવર્તે છે, આથી જ શમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને સર્વ ક્રિયાઓ કરે છે. તેઓની તે તે ક્રિયા દ્વારા કષાયોની શક્તિ મંદ-મંદતર થાય છે, તેનાથી સંયમનું સુખ વૃદ્ધિ પામે છે, તે સંયમસુખના ભંગના હેતુ કષાયો છે, માટે કષાયોનો ઉપયોગ કલેશાત્મક હોવાથી કટુક
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy