SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૬-૨૭ ૪૧ તો પરલોકનું હિત સાધી શકે, પરંતુ જેઓને પોતાની મતિમાં મદ વર્તે છે, તેથી ગુરુના ઉપદેશને પણ ગ્રહણ કરે તેમ નથી. તેવા જીવો બાહ્ય સંયમની કઠોર આચરણા કરતા હોય કે સુખશીલતાને વશ પ્રમાદી આચરણા કરતા હોય તેઓ પરલોકનું હિત સાધી શકતા નથી, પરંતુ અનિવર્તનીય મદદોષને કા૨ણે તેઓનું કષ્ટકારી અનુષ્ઠાન પણ નિષ્ફળ છે. એટલું જ નહિ, પણ મદના દોષથી તેઓ ક્લિષ્ટ કર્મ બાંધીને દુરંત સંસારમાં પરિભ્રમણ કરે છે, એથી મદદોષ જેટલો અનિવર્તનીય હોય એટલી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય, તેથી કેટલાક જીવોને તે મદ અનિવર્તનીય હોવા છતાં તે ભવમાં પાછળથી નિવર્તન પામે તેવો હોય છે, તેથી મદ વર્તતો હોય તે સમયનું અનુષ્ઠાન નિષ્ફળ હોય છે, તોપણ કોઈક નિમિત્તને પામીને મદ નિવર્તન પામે તો તેઓ પાછળથી સદનુષ્ઠાનને પણ પામે છે અને જેઓનો મદ તે ભવમાં નિવર્તનીય નથી અને તે મદના અનિવર્તનનો પરિણામ જેટલો દૃઢ તેટલી સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જ્યારે બાહુબલીને તો મદ હતો તોપણ ઉપદેશના બળથી નિવર્તન પામે તેવો શિથિલ મૂળવાળો હતો, તેથી તેમની ધ્યાનની ક્રિયા પણ સર્વથા નિષ્ફળ ન હતી, ફક્ત મદદોષના કારણે ક્ષપકશ્રેણી અવરુદ્ધ હતી. II૨૬ના અવતરણિકા :જિજ્જ અવતરણિકાર્ય : વળી અન્ય દોષો બતાવે છે ગાથા = थद्धो निरोवयारी, अविणीओ गव्विओ निरवणामो । साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ।। २७ ।। ગાથાર્થ ઃ સ્તબ્ધ નિરુપકારી અવિનીત ગર્વિત ગુરુવર્ગમાં પણ નહિ નમનારો સાધુજનને ગર્હિત થાય છે, લોકમાં પણ વચનીયતાને પ્રાપ્ત કરે છે. II૨૭II ટીકા ઃ स्तब्धो नीचैर्वृत्तिः शरीरेऽपि दर्शितमानविकार इत्यर्थः निरुपकारी कृतघ्नः, अविनीत आसनदा - नादिविनयविकलः गर्वितः स्वगुणोत्सेकवान् आत्मश्लाघापरो वा, निरवनामो गुरुष्वप्यप्रणतिप्रवणः । स एवम्भूतः साधुजनस्य गर्हितो निन्दितो भवति, जनेऽपि वचनीयतां दुष्टशील इति हीलारूपां તમતે પ્રાપ્યોતીતિ ારા)
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy