SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨પ इत्युत्पादितं चरणेन सह केवलज्ञानमिति । यदि गर्वं नाकरिष्यत् तदादित एवोदपादयिष्यत् । अतो न मदेन धर्मो भवतीति स्थितम् ।।२५।। ટીકાર્ય : થ ... સ્થિત | એ શબ્દ ગાથામાં અધ્યાહાર છે, તેથી જો ધર્મ મદથી થતો હોત તો આ સંભાવ્ય નથી, એ અર્થમાં તો શબ્દ છે, તો શું ? એ “યવતથી સ્પષ્ટ કરે છે – શીત-ઉષ્ણવાયુ વડે વ્યાહત થયેલા અથવા મિશ્રિત થયેલા અતિવ્યાપ્તપણું હોવાથી ઠંડી-ગરમી-વાયુ વડે વિઝટિત બાહુબલી હતા અને એક વર્ષ સુધી ભોજન નથી લેવાયું જેમના વડે એવા બાહુબલી હતા, તે પ્રકારે ક્લેશને પામત નહિ=વિબાધાને પ્રાપ્ત કરત નહિ, એ પ્રકારે સંક્ષેપથી અર્થ છે, વળી વિસ્તરાર્થ કથાનકથી જાણવો અને તે આ છે – ભરત ચક્રવર્તી પોતાની આજ્ઞાના ગ્રાહણમાં ઉદ્યત હોતે છતે તેના નાના ભાઈઓએ રાજ્યને છોડીને ઋષભદેવની પાસે દીક્ષા ગ્રહણ કરી અને સર્વને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, બાહુબલી વળી તેનો ભાઈ જ કેવી રીતે શા માટે, હું આના ભયથી=ભરતના ભયથી, આજ્ઞાને સ્વીકાર્યું કે પ્રવજયાને સ્વીકારું ? એ પ્રકારે અમર્ષથી ઊભા થયા, બન્નેનું પણ યુદ્ધ સંલગ્ન થયું, દષ્ટિ-વાણી-બાહુ-મુષ્ટિ-દંડ યુદ્ધોમાં ભારત જિતાયો, આના વડે=ભરત વડે, વિચારાયું - શું આ ચક્રવર્તી છે ? એટલામાં દેવતા વડે ચક્ર અપાયું, ગ્રહણ કરાયેલા ચકવાળો ભરત બાહુબલી વડે જોવાયો, એના વડે વિચારાયું બાહુબલી વડે વિચારાયું – ચક્ર સહિત એવા આને=ભરતને, ચૂરી નાખું અથવા ગયેલી મર્યાદાવાળા જીવિત એવા આને ભરતને, મારવાથી શું? અહો, વિષયો દુરંત છે, તે કારણથી આવું લગ્ન સંયોગ, પ્રાપ્ત કરાય છે અર્થાત વિષયોમાં આસક્ત થયેલા જીવો યોગ્યાયોગ્યનો વિચાર કરતા નથી, જે કારણથી કહેવાયું છે – જે પ્રમાણે વિષયી વિષયોને જુએ છે, તે પ્રમાણે ગુણો વડે માતાને, પિતાને, બહેનને, ભાઈને જોતો નથી. આ પ્રકારે પ્રગટ થયેલા વૈરાગ્યવાળા તેના વડે=બાહુબલી વડે, ભૂમિ ઉપર દંડ મુકાયો, પંચમુષ્ટિ લોચ કરાયો, દેવતા વડે રજોહરણાદિ અપાયાં, પ્રવજ્યાને સ્વીકારી, તેને જોઈને પોતાના કર્મથી લજ્જિત થયેલો ભરત પ્રસાદ આદિ અનેક પ્રકારે વંદન કરીને સ્વસ્થાનમાં ગયો. બાહુબલી વળી છઘસ્થપણાને કારણે કેવલી એવા લઘુભાઈઓને હું કેવી રીતે વંદન કરીશ?' એ પ્રકારના અભિપ્રાયથી ત્યાં જ રહ્યા, કાયોત્સર્ગથી રહેતા તેમને એક વર્ષ ગયું, શીત-વાત-આપ વડે અગ્નિથી બળેલા વૃક્ષ જેવું શરીર કરાયું, ચારે બાજુથી વેલડીઓ વીંટળાઈ ગઈ, ઘાસની અણીઓ ઊગી નીકળી, બે પગમાં રાફડા થયા, દાઢી આદિમાં પક્ષીના માળા થયા, ત્યાર પછી ભગવાન વડે તેની બ્રાહ્મી-સુંદરી બે બહેનો છે ભાઈ ! હાથીથી ઊતર એમ તમારે જઈને કહેવું એ પ્રકારે ઉપદેશ આપીને તેની પાસે મોકલાઈ, તે બન્ને વડે જઈને તે કહેવાયું, આના વડે=બાહુબલી વડે વિચારાયું, મુક્ત સંગવાળા મને હાથી ક્યાંથી, હા... જણાયું. માન હાથી છે, દુષ્ટ ચિંતક એવા મને ધિક્કાર થાઓ, તે ભગવાન વિંધે છે–પોતાના નાના ભાઈઓ વધે છે, વંદન
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy