________________
૩૩૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૧૭, ૨૧૮-૨૧૯ સતત યત્ન કરે છે અને ભાવથી કોઈ વિષયનો સંશ્લેષ ન થાય તે રીતે આત્માના સંવરભાવનું રક્ષણ કરે છે. જેનાથી તેઓનું ચિત્ત વીતરાગ ભાવના ગુણોને સ્પર્શે છે. અસંગભાવને અનુકૂળ બળસંચયવાળા થાય છે, વિષયોના વિકારો ક્ષીણ ક્ષીણતર થાય છે. તેના કારણે કર્મરજથી મુકાયેલા એવા તેઓ અનુત્તમ સિદ્ધિગતિને પામ્યા છે, તેથી સંસારના ઉપદ્રવથી આત્માનું રક્ષણ ઇચ્છતા મહાત્માએ સતત જિનવચનનું દઢ અવલંબન લઈને પાંચ મહાવ્રતોમાં યત્ન કરવો જોઈએ. જેથી પાંચેય ઇન્દ્રિયોના વિકારો ક્ષીણ ક્ષીણતર થાય અને નિર્વિકારી એવો પોતાનો આત્મા વીતરાગના વચનથી ભાવિત થઈને વીતરાગ તુલ્ય બને. I૨૧ળા અવતરણિકા -
तदिदं सङ्क्षपतो मुक्तिकारणमुक्तमधुना विस्तरतस्तदभिधित्सुराहઅવતરણિતાર્થ -
તે આ પૂર્વગાથામાં કહ્યું એ, સંક્ષેપથી મોક્ષનું કારણ કહેવાયું. હવે વિસ્તારથી તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
नाणे दंसणचरणे, तवसंजमसमिइगुत्तिपच्छित्ते । दमउस्सग्गववाए, दव्वाइअभिग्गहे चेव ।।२१८ ।। सद्दहणायरणाए, निच्चं उज्जुत्तएसणाइ ठिओ ।
तस्स भवोदहितरणं, पव्वज्जाए य जम्मं तु ॥२१९ ।। ગાથાર્થ :
જ્ઞાનમાં, દર્શન અને સાત્રિમાં, તપ-સંયમ-સમિતિ-ગુપ્તિ-પ્રાયશ્ચિત્તમાં, દમન અર્થાત્ ઈન્દ્રિયોનું દમન ઉત્સર્ગ અને અપવાદમાં, દ્રવ્યાદિ અભિગ્રહમાં, શ્રદ્ધાનપૂર્વક આચરણામાં, એષણામાં જે હંમેશાં ઉઘુક્ત રહેલા છે, તેનો જન્મ અને પ્રવજ્યાનો જન્મ ભાવોદધિતરણ છે. ll૧૮-૨૧૯ll. ટીકા :
ज्ञानादिषु यः स्थितस्तस्य मुक्तये जन्मेति सक्षेपार्थः । तत्र ज्ञानमवबोधरूपं तस्मिंस्तथा दर्शनं श्रद्धानं, चरणं क्रिया, दर्शनं च चरणं च दर्शनचरणं चैकवद्भावस्तस्मिन्, तपोऽनशनादि, संयमः पृथिवीरक्षणादिः, समितयः ई-द्याः, गुप्तयो मनःप्रभृतीनां निरोधः, प्रायश्चित्तमालोचनादि, तपश्च संयमश्चेत्यादिद्वन्द्वैकवद्भावस्तस्मिन, दमश्चक्षुरादीनां निग्रहः, उत्सर्गो निर्विशेषणमनुष्ठानम् अपवादस्तदेव द्रव्याद्यपेक्षम्, अत्रापि तथैवद्वन्द्वः तस्मिन् द्रव्याद्यभिग्रहे चैवेत्यत्र आदिशब्देन क्षेत्रकालभावा गृह्यन्ते, तेष्वभिग्रहो नानारूपो नियमः, यदुताऽमुकं द्रव्यं कुल्माषादि ग्रहिष्ये, बहिर्गेहात्, पौरुष्यां, रुदत्या