SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૦-૧૯૧ છે તેનો બોધ કરાવવા માટે કહે છે – સ્વપ્નમાં અનુભવાયેલું જે સુખ છે, તે સ્વપ્ન ચાલ્યું ગયા પછી દેખાતું નથી અર્થાત્ મેં સ્વપ્નમાં સુખ અનુભવેલું, તેવી પ્રતીતિ થાય છે, તોપણ તે વિષય સ્વપ્નમાલમાં ન હતો. માત્ર કલ્પનાથી તે સુખ અનુભવેલું છે, તેમ પ્રતીતિ થાય છે. એ રીતે જાગ્રત અવસ્થામાં પણ જે સુખો છે, તે ભોગવ્યા પછી સ્વપ્ન જેવાં છે; વિદ્યમાન પણ બાહ્ય વિષયોમાંથી સુખ આત્મામાં પ્રવેશ પામતું નથી, પરંતુ જેમ સ્વપ્નમાં આ વિષયો મને પ્રાપ્ત થયા છે, તેવી કલ્પનાના બળથી સુખનો અનુભવ થયો, તેવો આત્મામાં વિકાર થવાને કારણે આ પદાર્થો મારા સુખનું કારણ છે, તેવો સંકલ્પ ઉદ્ભવ થાય છે. તેથી કંઈક ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિથી સુખનો અનુભવ થાય છે. આથી પૂર્વે તે ઇષ્ટ પદાર્થને જોઈને સુખનો અનુભવ થતો હતો, તે ઇષ્ટ પદાર્થ પ્રત્યે કોઈક નિમિત્તે દ્વેષ થાય છે, ત્યારે તે પદાર્થને આશ્રયીને આ સુખનું સાધન છે, તેવો વિકલ્પ થતો નથી, તેની પ્રાપ્તિમાં પણ સુખ થતું નથી, પરંતુ દુઃખ જ થાય છે, માટે આત્મામાં થયેલા ઇષ્ટઅનિષ્ટ વિકલ્પોના બળથી તેની પ્રાપ્તિમાં સુખ-દુઃખના વિકલ્પો થાય છે, માટે સંસારનું સુખ સ્વપ્ન તુલ્ય છે; કેમ કે વિકલ્પો કરીને સુખની બુદ્ધિ થવાથી સુખ થાય છે, પારમાર્થિક સુખ નથી, માટે તુચ્છ છે જ્યારે વિષયોના અનિચ્છાકાળમાં જીવમાં જે સ્વાથ્ય વર્તે છે, તે જ જીવનું પારમાર્થિક સુખ છે, માટે વિષયોના સુખમાં આસ્થા કરવી જોઈએ નહિ. II૧૦ળા અવતરણિકા - यस्तु विदध्यात्तद्दोषदर्शनायाहઅવતરણિકાર્ય : જે વળી ધારણ કરે=વિષયસુખની આસ્થાને ધારણ કરે, તેના દોષને બતાવવા માટે કહે છે – ગાથા : पुरनिद्धमणे जक्खो, महुरामंगू तहेव सुयनिहसो । बोहेइ सुविहियजणं, विसूरइ बहुं च हियएणं ।।१९१।। ગાથાર્થ : જે પ્રમાણે સંભળાય છે, તે પ્રમાણે જ મથુરામાં નગરની પાળ પાસે કૃતનિકષ મંગુ આચાર્ય યક્ષ થયા, સુવિહિતજનને બોધ કરાવે છે અને હૃદયથી ઘણા ખેરવાળા થાય છે. II૧૯૧૫ ટીકા : अत्र कथानकं-मथुरायां मङ्गुनामाचार्यो रसादिलोल्यानित्यवासं प्रतिपेदे, स मृत्वा तत्रैव नगरे अपथसरप्रत्यासन्नयक्षायतनाधिष्ठायकत्वेन व्यन्तरो जज्ञे । विभङ्गेनावलोक्य पूर्वभवं सञ्जातपश्चात्तापोऽधुनेदं प्राप्तकालमिति सञ्चिन्त्य साधूनां बहिर्निर्गच्छतां पुरतो यक्षप्रतिमामुखान्महतीं जिह्वां
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy