SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કરે છે, જેથી હિત સાધી શકતા નથી. તેમને ગ્રંથકારશ્રી કહે છે શશક-ભશકની બહેન સુકુમારિકાએ ભવથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરેલું અને અતિ રૂપવતી હોવાથી યુવાનોથી થતા ઉપદ્રવોથી રક્ષણ કરવા માટે બન્ને ભાઈઓને સદા પ્રયત્ન કરવો પડતો હતો. તેથી વૈરાગ્યથી સુકુમારિકાએ અનશન સ્વીકાર્યું અને મૃત્યુ પામી છે, એમ માનીને બે ભાઈઓએ તેને પઠવી દીધી. કોઈક સાર્થવાહ સાથે તેને સંબંધ થયો ત્યારે વિરક્ત એવી પણ તે સાર્થવાહ પ્રત્યે રાગવાળી થઈ. તેની તે પ્રકારની વત્સલતાને આધીન તેનો સ્વીકાર કર્યો. તેમ કલ્યાણના અર્થી સાધુએ સુખશીલતાને અનુકૂળ ભાવોને વશ થવું જોઈએ નહિ, પરંતુ જ્યાં સુધી દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી રાગાદિથી ભય પામીને કલ્યાણ અર્થે પ્રયત્ન કરવો જોઈએ. II૧૮૨૪ ઉપદેશમાલા ભાગ-૧ અવતરણિકા : तदिदमवेत्य सर्वदाऽयमात्मा दान्तो धारणीयः, दुर्दमश्चायं यत आह - - અવતરણિકાર્ય : તે આને જાણીને=સુકુમારિકાના દૃષ્ટાંતથી રાગાદિની અવિશ્વસનીયતા જાણીને આ આત્મા હંમેશાં દમન કરાયેલો રાખવો જોઈએ અને આઆત્મા, દુર્દમ છેદુઃખે કરીને ઇન્દ્રિયોથી રક્ષણ કરી શકાય તેવો છે, જે કારણથી કહે છે ગાથા : ..... ગાથા-૧૮૨-૧૮૩ खरकरहतुरयवसहा, मत्तगइंदा वि नाम दम्मंति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अप्पणो अप्पा ।। १८३ ।। ગાથાર્થ: ગધેડો, ઊંટ, ઘોડો, બળદ, મત્ત ગજેન્દ્ર પણ દમન કરાય છે. કેવળ એક નિરંકુશ પોતાનો આત્મા દમન કરાતો નથી. II૧૮૩|| ટીકા खरकरभतुरगवृषभा रासभौष्ट्राश्चबलीवर्दाः, तथा मत्तगजेन्द्रा अपि, मदोत्कटकरिवरा अपि, नामेति प्रसिद्धमिदम् । दम्यन्ते वशीक्रियन्ते, एको नवरं यदि परं न दम्यते, निरङ्कुशः तपःसंयमाङ्कुशरहितः सन् 'अप्पणो' त्ति प्राकृतशैल्या आत्मीय आत्मा जीव इति ।।१८३ ।। ટીકાર્થ ઃ खर નીવ કૃતિ ।। રાસભ, ઊંટ, અશ્વ, બળદ અને મત્ત હાથી પણ=મદથી ઉત્કટ થયેલો કરિવર પણ દમન કરાય છેવશ કરાય છે, નામ એટલે પ્રસિદ્ધ આ છે=ખર આદિ દમન કરાયા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy