SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭૧-૧૭૨ दनुतिष्ठेत्, पश्चादपि पर्यन्तकालेऽपीत्यर्थः, स किं अनिकासुत इव कथानकोक्ताचार्यवत् स साधुः निजकमात्मीयम्, अर्थं प्रयोजनम्, अचिरेण क्षिप्रं, साधयति निष्पादयतीति ।।१७१।। ટીકાર્ય : વઃ શ્ચિત્ એ. નિષ્ણાતીતિ છે. જે કોઈ સાધુ=મુનિ અવિકલ=સંપૂર્ણ, તપ, અનશન આદિ અને સંયમ પૃથ્વી રક્ષણાદિ કરે છે, પાછળથી પણ=પર્યતકાલમાં પણ, તે તે સાધુ, શું એથી કહે છે – અણકાપુત્રની જેમ=કથામાં કહેવાયેલા આચાર્યની જેમ, તે સાધુ નિજક પોતાના, આત્મીય અર્થને પ્રયોજન, શીધ્ર સાધે છે. ૧૭૧૫ ભાવાર્થ : જે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વગર પાંચ ઇન્દ્રિયનો સંયમ યથાર્થ પાળે છે અને ષયના પાલનમાં અપ્રમાદથી યત્ન કરે છે અને શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપ કરીને આત્માને સંપન્ન કરે છે, તે સાધુ ગુણસંપત્તિથી સમૃદ્ધ થયેલ હોવાથી અર્ણિકાપુત્રની જેમ પાછળથી પણ નિયમથી અલ્પકાળમાં પોતાના પ્રયોજનને સાધે છે અર્થાત્ આ ભવમાં મોક્ષ ન થાય તોપણ પરિમિત ભવમાં સંસારનો ક્ષય થાય, તેવું પુણ્ય ઉપાર્જન કરે છે અને તેવી આત્માની ગુણસંપત્તિનો સંચય કરે છે; કેમ કે જે મહાત્માને સંસાર અત્યંત નિર્ગુણ જણાયો છે, તે મહાત્મા શક્તિ અનુસાર તપ-સંયમમાં ઉચિત યત્ન કરીને આત્માને તે રીતે સંપન્ન કરે છે, જેથી પરિમિત ભવોમાં અવશ્ય તેના સંસારનો ક્ષય થાય છે. II૧૭ના અવતરણિકા : इह च तपःसंयमौ परमार्थसाधनहेतुत्वेनोक्तो तौ च भोगत्यागाद् भवतः स च 'आर्ता नरा धर्मपरा भवन्ति' इति वचनात् दुःखितैरेव क्रियते न सुखितैरिति यो मन्येत तं निराकर्तृमाहઅવતરણિકાર્ય : અને અહીં તપ, સંયમ પરમાર્થસાધનના હેતુરૂપે કહેવાયા અને તે તપ, સંયમ, ભોગવા ત્યાગથી થાય છે અને તે=ભોગનો ત્યાગ, દુઃખી મનુષ્યો ધર્મપર થાય છે, એ પ્રકારનું વચન હોવાથી દુઃખિતો વડે જ કરાય છેeતપ, સંયમ કરાય છે, સુખિતો વડે નહિ, એ પ્રમાણે જે માને છે, તેનું નિરાકરણ કરવા માટે કહે છે – ભાવાર્થ : અહીં તપ-સંયમથી નિર્જરા અને સંવરનો પરિણામ ગ્રહણ કરેલ છે અને આશ્રવનો નિરોધ અને પુરાતન કર્મોના નાશને અનુકૂળ વ્યાપાર સંસારના ક્ષયનું કારણ છે, તેથી તપ-સંયમ જીવના પરમાર્થના સાધક છે અને તે તપ-સંયમ પ્રાપ્ત થયેલા બાહ્ય ભોગોના ત્યાગથી થાય છે અને મુગ્ધ જીવો માને છે કે દુઃખિત ધર્મપર થાય છે; કેમ કે બહુલતાએ જે જીવોને સંસારના પ્રતિકૂળ સંયોગો હોય છે તેમને જ ત્યાગાત્મક ધર્મ કરવાનો અભિલાષ થાય છે તેમ દેખાય છે, તેથી કોઈકને ભ્રમ થાય કે દુઃખિત
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy