SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૫૮ ટીકાર્ય : પ્રેરર્મિત્વા નિયંત્રિતત્વવિતિ ા પ્રેરણા કરે=નિર્ભયપણું હોવાથી એષણાનું ઉલ્લંઘન કરે= ગવેષણ-ગ્રહણ-ગ્રાસ વિષયક આગમમાં કહેવાયેલી માર્ગણાને એકાકી સાધુ ઉલ્લંઘન કરે, પ્રકીર્ણ સ્ત્રીજાથી અહીંતહીં વિક્ષિપ્ત સ્ત્રીલોકોથી, એકાકી સાધુને નિત્ય ભય છે=સદા ભીતિ છે; કેમ કે ચારિત્રધાનનું અપહારીપણું છે, તેના=સ્ત્રીજનતા ભયતા, વ્યતિરેકને કહે છે – કર્મના ઉદયથી અકાર્ય કરવાની ઈચ્છાવાળો પણ ઘણાની મધ્યમાં કરવાને માટે સમર્થ થતો નથી; કેમ કે નિયંત્રિતપણું છે. II૧૫૮ ભાવાર્થ : કલ્યાણના અર્થી જીવોને પણ વીતરાગ ન થાય ત્યાં સુધી સંસારમાં નિમિત્ત અનુસાર ભાવો થવાની સંભાવના રહે છે. આથી વિશ્વભૂતિના ભવમાં વીર ભગવાન અગિયાર અંગના ધારક હતા, ગીતાર્થ ગુરુથી એકાકી વિહાર માટે અનુજ્ઞા પામેલા હતા તોપણ જ્યારે વિશાખા નંદીએ તેની મશ્કરી કરી, ત્યારે કષાયને વશ થઈને ગાયને ઉછાળે છે અને પોતાની શક્તિ વ્યક્ત કરે છે અને ઘણી શક્તિની પ્રાપ્તિનું નિયાણું કરે છે, તેથી સારા પણ જીવો બલવાન નિમિત્તે માર્ગમાંથી પાતને પામે છે, ત્યારે સામાન્ય સાધુ તો નિમિત્તાને અનુસાર ભાવો કરવાની પ્રકૃતિવાળા જ હોય છે, તેથી તેઓને ગીતાર્થના બળથી જ શુભભાવોનો સંભવ છે, આમ છતાં જો તેઓ એકાકી વિહાર કરે તો ગીતાર્થ ગુરુના નિયંત્રણનો વિકલ્પ નહિ હોવાથી નિમિત્તને પામીને એષણાના ઉલ્લંઘનનો પરિણામ થઈ શકે છે. તેથી શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કરે, જેમ કોઈને ત્યાં વિશિષ્ટ વસ્તુની પ્રાપ્તિ હોય તો શંકાથી તે સાધુ તેને પ્રશ્ન કરે કે કયા પ્રયોજનથી આ સર્વ કર્યું છે ? ત્યારે શ્રાવક કંઈક સકંપતાથી કહે કે આજે મહેમાનો આવવાના હતા તેથી કરેલ છે, આવા સમયે દોષિત છે તેવો નિર્ણય થવા છતાં ગ્રહણમાં યતનાનું ઉલ્લંઘન કરે, ક્વચિત્ ગવેષણા અને ગ્રહણની શુદ્ધિ કરે, તોપણ વાપરતી વખતે અનુકૂળ-પ્રતિકૂળ વિષયક રાગ-દ્વેષના પરિણામો કરે. જ્યારે ગીતાર્થના સાંનિધ્યમાં હોય તો ગીતાર્થની પ્રેરણાથી ભાવિત થયેલા સાધુ ગવેષણામાં પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, ગ્રહણમાં પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, ક્વચિત્ ગ્રહણમાં સહસા ઉલ્લંઘન થયું હોય તો પણ તે ગુણના અર્થી સાધુ આવીને પોતાને થયેલ શંકાનું ગુરુને નિવેદન કરે, જેમ કોઈ ગૃહસ્થ કહેલ હોય કે મહેમાન આવવાના હતા માટે આજે અમુક રસોઈ બનાવી છે, તે તેનું વચન સકંપ હોય, છતાં કોઈક સાધુ વહોરે અને ગુણવાન ગુરુને આવીને નિવેદન કરે તો ગુરુ તેને તે આહાર પરઠવી દેવાનું વિધાન કરે, જેથી સંયમનો પરિણામ રક્ષિત થાય. પરંતુ એકાકી સાધુ હોય તો તે પ્રકારે થવાનો પ્રસંગ રહે નહિ. વળી વાપરતી વખતે પણ ગુણવાન ગુરુની પ્રેરણાને કારણે ધૂમ-અગ્નિ દોષોનો પરિહાર થાય અને ગુણવાન ગુરુના અનુશાસનના અભાવમાં વાપરવા વિષયક આગમઉક્ત મર્યાદાનું ઉલ્લંઘન થવાનો પ્રસંગ આવે. વળી આમતેમ ફરતી કામની ઇચ્છાવાળી સ્ત્રીઓથી સાધુને સદા ભય રહે છે; કેમ કે એકાકી સાધુને
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy