SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩-૪ ભાવાર્થ : ઋષભ ભગવાન એક વર્ષ સુધી આહાર વગર વિચર્યા, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન ભિક્ષા માટે જતા હતા, પરંતુ નિર્દોષ ભિક્ષાની અપ્રાપ્તિને કારણે અદીનભાવથી તપની વૃદ્ધિ કરીને ભગવાન એક વર્ષ આહાર વગર વિચર્યા. વળી, વર્ધમાનસ્વામી અભિગ્રહ કરીને છ મહિના સુધી આહાર વગર વિચર્યા. એથી તદ્ભવ મોક્ષગામી પણ તીર્થકરો સંયમની વૃદ્ધિ માટે આ રીતે તપમાં ઉદ્યમ કરે છે, તો એકાંતે મુક્તિના કારણભૂત તપમાં વિવેકી સાધુએ શક્તિના પ્રકર્ષથી તે રીતે યત્ન કરવો જોઈએ, જેથી અન્ય બલવાન યોગોનો નાશ ન થાય અને શુદ્ધ ભિક્ષા મળશે તો હું સંયમની વૃદ્ધિ કરીશ, નહિ મળે તો તપની વૃદ્ધિ કરીશ, એ પ્રકારના વિશુદ્ધ આશયપૂર્વક સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે શક્તિના પ્રકર્ષથી તપમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ શિષ્યને પ્રસ્તુત ગાથાથી આપે છે. III અવતરણિકા : न केवलं तपः कर्म, क्षमाऽपि भगवच्चरितमाकलय्य कर्तव्येत्याहઅવતરણિકાર્ય : કેવલ તપકર્મ નહિ, ભગવાનના ચરિત્રને જાણીને ક્ષમા પણ કરવી જોઈએ, એથી કહે છે – ગાથા : जइ ता तिलोगनाहो, विसहइ बहुयाइं असरिसजणस्स । इय जीयंतकराई, एस खमा सव्वसाहूणं ।।४।। ગાથાર્થ : જો ત્રણ લોકના નાથ આ પ્રકારે અસદેશજનની જીવિતના અંતને કરનારી ઘણા પ્રકારની કદર્થનાઓને સહન કરે છે, સર્વ સાધુઓની આ ક્ષમા છે અર્થાત્ એ ક્ષમા સર્વ સાધુઓએ કરવી જોઈએ. ll૪ll. ટીકા : तत्र भगवानृषभो निरुपसर्ग विहतः, अतो न तदद्वारेणोपदेशः, वीरेण पुनर्भगवता विहरता जन्मान्तरजनितकर्मशेषोपढौकितैरमरनरपशुभिर्विहितानि प्राकृतजनदुर्विषहाणि जीवितान्तकारीणि कदर्थनानि तितिक्षितानि ततश्च यदि तावत्, यदीत्यभ्युपगमे, तावदिति क्रमार्थः, अभ्युपगतोऽयं क्रमः, त्रिलोकनाथो भुवनत्रयभर्ता विषहते क्षमते बहूनि नानारूपाणि असदृशजनस्य, नीचतयात्मनोऽतुल्यलोकस्य सम्बन्धिनीत्यर्थः । असदृशग्रहणं च नीचजनविहितकदर्थनाया दुर्विषहत्वज्ञापनार्थम् । जीवनं जीवः प्राणधारणं, तस्य अन्तो विनाशः, तत्करणशीलानि जीवितान्तकराणि दुष्टचेष्टितानीति
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy