SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ૪-૧પપ ભાવોનો અત્યંત ત્યાગ કરીને નિઃસંગભાવના અત્યંત અર્થી બને છે. તેથી ઘણા જનવાળા સાધુઓના સંઘટ્ટને સહન કરે છે અર્થાતુ ઘણા સાધુઓ સારણા-વારણાદિ કરે, તેને પ્રીતિપૂર્વક સ્વીકારીને પોતાને કૃતકૃત્ય માને છે, પરંતુ હું રાજકુળનો છું, હું બુદ્ધિમાન છું, તેવો અહંકાર કરીને સારણા-વારણાદિથી સુભિત થતા નથી. પરંતુ આ સારણા-વારણા જ મારા હિતનું પરમ બીજ છે, તેમ માનીને સહન કરે છે અથવા સાધુઓ પરિમિત વસતિને ગ્રહણ કરીને નિવાસ કરે છે, ત્યારે દેહને માટે નિવાસની પરિમિત ભૂમિ પ્રાપ્ત થાય. તેનાથી ક્લેશને પામતા નથી, પરંતુ મેઘકુમારે જેમ ભગવાનના ઉપદેશથી સ્થિર થઈને તેને સહન કર્યું અને અસંગભાવમાં યત્ન કર્યો, તેમ મુનિવૃષભો કરે છે. I૧૫ઝા અવતરણિકા : दुष्करश्च क्षुद्रजन्तुभिर्गच्छे वासः । यतःઅવતરણિતાર્થ - અને શુદ્ર જીવો વડે ગચ્છમાં વાસ દુષ્કર છે, જે કારણથી ત્યાં શું છે ? તે કહે છે – ગાથા - अवरुप्परसंबाहं, सोक्खं तुच्छं सरीरपीडा य । सारण वारण चोयण, गुरुजणआयत्तया य गणे ।।१५५।। ગાથાર્થ : ગચ્છમાં પરસ્પર સંબોધ, તુચ્છ સૌખ્ય, શરીરની પીડા, સારણા, વારણા, ચોદના અને ગુરુજનની આધીનતા છે. II૧પપI ટીકા : परस्परं सम्बाधोऽन्योन्यघट्टनं भवति, तथा सौख्यं वैषयिकं तुच्छं न किञ्चित्, कारणाभावात् शरीरपीडा च परीषहोदयस्यावश्यंभावित्वात् । तथा स्मारणवारणचोदनाश्च भवन्ति, तत्र विस्मृते क्वचित्कर्तव्ये भवतेदं न कृतमिति स्मारणा, अकर्तव्यानां निषेधो वारणा, उक्तमप्यकुर्वति असकृत्खरमधुरवचनैः प्रवर्तनं चोदना । गुरुजनायत्तता च गणे गच्छे न गुरुमनापृच्छ्योच्छ्वासव्यतिरेकेण તું સમ્મતે તિ સારવા ટીકાર્ચ - પરસ્પરં . નમ્ય તિ | પરસ્પર સંબધ અન્યોન્ય સંઘટ્ટ થાય છે અને સૌખ્ય વૈષયિક તુચ્છ થાય છે=કંઈ થતું નથી; કેમ કે કારણનો અભાવ છે=ગચ્છમાં ત્યાગપરાયણતા હોવાને કારણે તુચ્છ સુખનો અભાવ થાય છે અને શરીરની પીડા થાય છે–પરિષહતા ઉદયનું અવશ્યભાવિપણું છે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy