SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૯-૧૫૦ ભાવાર્થ કથાનકથી જાણવો અને તે આ – રાજગૃહમાં શ્રેણિક રાજાની પત્ની ચલણાને ગર્ભના દોષથી સ્વામીના આંતરડાના ભક્ષણમાં દોહલો થયો, અંધકારમાં કૃત્રિમ આંતરડાથી મંત્રી વડે તે પુરાયો. આ દુષ્ટ છે, એથી તેણી વડે જન્મેલો બાળક ઘરના ઉપવનમાં ત્યાગ કરાયો. શ્રેણિક વડે જોવાયેલો ધાત્રીને અપાયો. અશોકચંદ્ર એ પ્રમાણે નામ કરાયું અને ત્યાગ કરાયેલા એવા તેની અંગુલી કુકડા વડે થોડી ખવાઈ હતી, તેની પીડાથી રડતા એવા તેની ક્લેદથી ખરડાયેલી તે અંગુલીને પિતાએ અતિ સ્નેહથી ચૂસી અને સાજી થયેલી તે અંગુલી ખૂણાવાળી થઈ. તે દ્વારથી આ કોણિક એ પ્રમાણે બોલાવાયો. પાછળથી કોણિકને રાજ્ય આપવાની ઇચ્છાવાળા રાજા વડે હલ્લ-વિહલ્લને અઢાર ચક્રવાળો હાર, કંડલયુગ્મ અને હસ્તિત્વ અપાયું. નથી જણાયો તેમનો અભિપ્રાય એવા કોણિકને મત્સર ઉત્પન્ન થયો. તેના વડે કોણિક વડે, ત=રાજા, સામત્તાની સહાય કરીને બાંધીને જેલમાં નંખાયો અને ક્રોધના આબંધથી પ્રતિદિન ચાબુકના સો ટકા વડે કર્થના કરાવે છે. એકવાર ભોજન કરતા એવા તેના ખોળામાં બેઠેલા પુત્ર વડે ભાજનમાં પેશાબ કરાયો, સહેજ દૂર કરીને તેના વડે તે ખવાયું અને ચેલ્લણા પ્રત્યે કહેવાયું – હે માતા ! મારો સંતાનસ્નેહ જોવાયો? ગદ્ગદ્ વાણી વડે તેણી કહે છે – પુત્ર ! તારા પિતાનો ગુરુતર સ્નેહ હતો, હમણાં તેના ફળને અનુભવે છે. તે કહે છે – કેવી રીતે? તેથી તેણી વડે વૃત્તાંત કહેવાયો. તેથી પશ્ચાત્તાપ થયો. સ્વયં જ બેડી તોડવાને માટે કુહાડીને ગ્રહણ કરીને કારાગૃહમાં ગયો, આવતો ગુપ્તિપાલો વડે જોવાયો. તેઓ વડે શ્રેણિકને કહેવાયોઃવૃત્તાંત કહેવાયો. તેના વડે પણ દુઃખમાર વડે આ મને મારશે, એ પ્રમાણે વિચારીને તાલપુટ વિષ ભક્ષણ કરાયું. પહેલાં બંધાયેલા આયુષ્યપણાથી મરીને પહેલી નરકમાં ગયો, બીજો પણ=કોણિક પણ, કાલ વડે મૃત્યુ પામીને, છઠી નરકમાં ગયો. /૧૪૯ ભાવાર્થ - પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહ હોય તેણે તેના વારણ માટે ભાવન કરવું જોઈએ કે શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, તેથી શાશ્વત સુખની અત્યંત તૃષાવાળા હતા. છતાં તેવા પ્રકારના કર્મના દોષને કારણે પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહવાળા હતા. તેથી ચલ્લણાએ પુત્રનો ત્યાગ કર્યો, તોપણ પાછો લાવીને સ્નેહથી મોટો કર્યો, તે કોણિક જ શ્રેણિક રાજાના મૃત્યુનું પ્રબળ કારણ બન્યો. તેથી પોતાના કર્મના દોષના કારણે પુત્ર વિપરીત ભાવવાળો થાય છે, ત્યારે પિતાના અહિતનું કારણ બને છે. આ પ્રકારે ભાવન કરીને સંસારની વિચિત્રતાનું સ્પષ્ટ અવલોકન કરવામાં યત્ન કરવાથી પુત્રનો સ્નેહ દૂર થઈ શકે છે અને યોગમાર્ગ સુસ્થિત બને છે. I૧૪ના અવતરણિકા : अधुना सुहृद्वारमधिकृत्याहઅવતરણિકાર્ય :હવે મિત્રદ્વારને આશ્રયીને કહે છે –
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy