SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૮-૧૩૯ ૨૨૫ દુર્જનના મુખમાંથી નીકળેલાં કટુવચનો દ્વારા તિરસ્કાર કરે તો પણ સાધુઓને તે વચનો સ્પર્શતાં નથી; કેમ કે સાધુઓ ક્ષાંતિરૂપી ફલકને ધારણ કરનારા હોય છે. તેથી ક્ષાંતિ ગુણની સાથે અથડાઈને તે વચનો નિષ્ફળ જાય છે, પરંતુ મુનિના હૈયામાં પ્રવેશ કરીને શલ્યની જેમ પીડા કરતાં નથી. આથી જ જેઓ સદા ક્ષમાભાવનાથી ભાવિત છે, તેમને કોઈનાં કટુવચનો સ્પર્શતાં નથી. સુસાધુઓ તેવા હોય છે, તેથી તેઓને કોઈનાં કટુવચનો લાગ્યાં નહિ, વર્તમાનમાં લાગતાં નથી અને ભવિષ્યમાં લાગશે નહિ, ન તના: એ પ્રકારનો ભૂતકાળનો પ્રયોગ કર્યો છે તે બતાવે છે કે સુસાધુને લાગ્યાં નથી, તે સ્થિત પદાર્થ છે સદા રહેનારો ભાવ છે. જો તેવું ન હોય તો લાગતાં નથી, લાગશે નહિ, તેમ કહેવું જોઈએ. પરંતુ જે વાસ્તવિક સાધુ છે, તેને ક્યારેય લાગ્યો નથી, તે સ્થિત વસ્તુ છે. તે બતાવવા માટે ભૂતકાળનો પ્રયોગ છે. I૧૩૮ અવતરણિકા : अन्यच्चाविवेकिनः क्रोधावकाशः, न विवेकिन इत्याहઅવતરણિકાર્ય : અને બીજું અવિવેકીને હિતાહિતનો બોધ નથી તેવા અવિવેકીને, ક્રોધનો અવકાશ છે, વિવેકીને નહિ, એને કહે છે – ગાથા : पत्थरेणाहओ कीवो, पत्थरं डक्कुमिच्छइ । मियारिओ सरं पप्प, सरुप्पत्तिं विमग्गइ ।।१३९।। ગાથાર્થ : પત્થરથી હણાયેલો કૂતરો પત્થરને રોષથી ખાવા માટે ઈચ્છે છે, સિંહ બાણને પ્રાપ્ત કરીને બાણની ઉત્પત્તિની માર્ગણા કરે છે. ll૧૩૯IL. ટીકા : प्रस्तरेण पाषाणेन, आहतः क्लीवः श्वा, प्रस्तरं दष्टुं रोषतो भक्षयितुमिच्छति, न च शक्नोति । मृगारिस्तु सिंहः पुनः शरंबाणं प्राप्य भेदकत्वेनासाद्य शरोत्पत्ति, कुतोऽयमायात इति विमृगयते विशेषेण निभालयतीत्यर्थः ।।१३९।। ટીકાર્ય : પ્રસ્તરે ..... નિમાયતીત્યર્થ છે પાષાણથી હણાયેલો નપુંસક એવો કૂતરો પાષાણને રોષથી ખાવા માટે ઈચ્છે છે અને ખાઈ શકતો નથી. વળી સિંહ બાણને પ્રાપ્ત કરીને=ભેદકપણાથી અર્થાત્
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy