SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૨ ૨૦૩ ગાથા : भोगे अभुंजमाणा वि, केई मोहा पडंति अहरगई । कुविओ आहारत्थी, जत्ताइ जणस्स दमगो व्व ।।१२२।। ગાથાર્થ : ભોગોને નહિ ભોગવતા પણ કેટલાક મોહથી અધોગતિમાં પડે છે, જેમ આહારનો અર્થી દ્રમક યાત્રામાં લોકો ઉપર કુપિત થયેલો અધોગતિમાં પડ્યો. II૧૨IL ટીકા - भोगान् शब्दादीनभुजाना अपि अननुभवन्तोऽपि केचित्प्राणिनो मोहादज्ञानात्पतन्ति यान्ति अधरगतिं नरकमित्यर्थः, कुपितः क्रुद्ध आहारार्थी भोजनप्रार्थको यात्रायामुत्सवे जनस्योपरि द्रमकवद् रङ्क इवेत्यक्षरार्थः । कथानकमधुना राजगृहे महोत्सवे गते वैभारगिरिसमीपमुद्यानिकायां लोके भिक्षामलभमानः कश्चिद्रकः श्रुत्वा रक्षकेभ्यो गतस्तत्रैव । तत्रापि प्रमत्ततया लोकस्याऽलब्धभक्ष्यस्य जातोऽस्य तीव्रः कोपः, चूर्णयाम्येनं सर्वं दुरात्मानं जनमिति चिन्तयंश्चटितः पर्वतं, खनित्रेणोन्मूलितो गण्डशैलः, तेन च पतता प्रवर्धमानरौद्रध्यानश्चूर्णितो गतः सप्तमनरकपृथिवीं, लोकस्तु नष्ट इति ।।१२२।। ટીકાર્ય - મો . નખ રૂતિ શબ્દાદિ ભોગોને નહિ ભોગવતા પણ=નહિ અનુભવતા પણ, કેટલાક પ્રાણીઓ મોહથી=અજ્ઞાનથી, અધરગતિને=નરક ગતિને, પ્રાપ્ત કરે છે, આહારનો અર્થી=ભોજનની પ્રાર્થના કરનારા, યાત્રામાંsઉત્સવમાં, લોકો ઉપર કુપિત થયેલા દ્રમુકની જેમ=કની જેમ, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક છે – રાજગૃહમાં મહોત્સવમાં ગયેલો લોક હોતે છતે ભિક્ષાને નહિ પ્રાપ્ત કરતો કોઈક રંક આરક્ષકો પાસેથી સાંભળીને વૈભારગિરિ પાસેની ઉદ્યાનિકામાં જ ગયો. ત્યાં પણ લોકના પ્રમત્તપણાથી નહિ પ્રાપ્ત કરેલી ભિક્ષાવાળા આને તીવ્ર કોપ થયો. આ સર્વ દુરાત્મા લોકોને ચૂર્ણ કરી નાખું, એ પ્રમાણે વિચારતો પર્વત ઉપર ચડ્યો, કોદાળા વડે મોટો પથ્થર ઉખાડાયો અને પડતા એવા તેના વડે=પથ્થર વડે, વધતા રોદ્ર ધ્યાનવાળો ચૂર્ણ કરાયેલો સાતમી નરકમાં ગયો. વળી લોકો નાસી ગયા. //૧રર. ભાવાર્થ : પૂર્વમાં વિવેકી જીવો વિવેકને અતિશય કરવા માટે કઈ રીતે દઢ પ્રતિજ્ઞામાં રહે છે, તે કામદેવના દૃષ્ટાંતથી બતાવ્યું, હવે જેઓને વિવેક પ્રગટ્યો નથી, તેવા જીવો પાપના ઉદયને કારણે ભોગોને પ્રાપ્ત
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy