SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૦-૧૨૧ ૨૦૧ અપાયેલી કમલામેલા કન્યામાં અનુરાગનો અતિરેક થયો, સર્વ તન્મય=કમલામેલામય, જોતા, પ્રલાપ કરતા એવા તેનાં બે નયનો શાંબ વડે પરિહાસથી ઢંકાયાં, તે કહે છે હે કમલામેલા ! છોડી દે, શાંબ વડે કહેવાયું – હું કમલામેલા કન્યા નથી, પરંતુ કમલામેલો છું, તે વળી પાછા ફરેલા ચિત્તવાળો=કમલામેલાના ધ્યાનથી પાછા ફરેલા ચિત્તવાળો, કહે છે તો કમલાને મેળવી આપ. હમણાં છલપણાથી આ પ્રતિજ્ઞા વહન કરવી જોઈએ, એ પ્રમાણે વિચારીને શાંબ વડે વિદ્યાના બળથી વિવાહકાળમાં ઉદ્યાનમાં લઈ જઈને તે પરણાવાઈ. તેથી નભઃસેનક દ્વેષવાળો થયો. એકવાર ભગવાન અરિષ્ટનેમિ પાસે ધર્મ સાંભળીને સ્વીકારાયાં છે અણુવ્રત એવો સાગરચંદ્ર ગાઢતર સંવેગથી સ્મશાન પાસે કાયોત્સર્ગ વડે રહ્યો. નભઃસેનક વડે જોવાયો, આના વડે વિચારાયું – આજે પોતાના મનોરથોને પૂર્ણ કરું છું, તેથી માટી વડે પાઘડી કરીને સળગતા ખેરના અંગારાથી મસ્તક પુરાયું. બીજો પણ સાગરચંદ્ર પણ, નહિ ચલાયમાન થયેલા ચિત્તવાળો, ગાઢતર વધતા શુભધ્યાનવાળો દેહરૂપી પાંજરાને મૂકીને દેવલોક ગયો. ૧૨૦ ભાવાર્થ: જેઓ ભગવાનના શાસનના સારને પામેલા છે, તેઓને સર્વ કલ્યાણની પરંપરાનું એક કારણ સ્વીકારેલાં વ્રતો અનુસાર ભાવોમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ, તેમ દેખાય છે, તેઓ જ્યારે જે વ્રત ગ્રહણ કરે છે, તે વ્રતના પાલન દ્વારા નિષ્પાદ્ય ભાવોમાં દૃઢ યત્ન કરવા માટે પ્રાણનો પણ ત્યાગ કરે છે, તેમાં સાગરચંદ્રની ઉપમા આપી છે અર્થાત્ સાગરચંદ્રએ પૌષધ પ્રતિમામાં દૃઢ ઉદ્યમ કર્યો, ત્યારે મરણાંત ઉપસર્ગમાં પણ પ્રવર્ધમાન શુભ ધ્યાનવાળા તે મહાત્મા પોતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થયા નહિ. આ પ્રકારે ભાવન કરીને કલ્યાણના અર્થીએ દઢ પ્રતિજ્ઞાવાળા થવા યત્ન કરવો જોઈએ. II૧૨૦/I અવતરણિકા : अत्रैवार्थे दृष्टान्तान्तरमाह અવતરણિકાર્ય : આ જ અર્થમાં દૃષ્ટાન્તાન્તરને કહે છે=દૃઢ સત્ત્વવાળા પ્રાણના ભોગે વ્રતના પરિણામનો ત્યાગ કરતા નથી એ જ અર્થમાં દૃષ્ટાન્તાન્તરને કહે છે ગાથા: देवेहिं कामदेवो, गिही वि न वि चाइओ तवगुणेहिं । मत्तगयंदभुयंगमरक्खसघोरट्टहासेहिं ।। १२१ ।। ગાથાર્થ ઃ મત્તગજેન્દ્ર-સાપ-રાક્ષસના ઘોર હાસ્યવાળા દેવ વડે ગૃહસ્થ એવો પણ કામદેવ તપગુણોથી ત્યાગ કરાઈ શકાયો નહિ. ||૧૨૧ાા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy