SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૨–૧૧૩ ૧૮૯ તેઓનું સંસ્થાપ્ય=પડેલા આદિનું સમારણ, કઈ રીતે થઈ શકે ? અર્થાત્ હિંસા વગર થઈ શકે નહિ, આથી પણ આ સંભાવના કરાય છે, સ્વયં કર્તન કરીને, ૪ શબ્દથી બીજા વડે જીવોનું કર્તન કરાવીને ગૃહાદિ સંસ્થાપ્ય છે, તે પ્રમાણે જેઓ કરે છે, તેઓ અસંયતોના ગૃહસ્થોના, માર્ગમાં પડેલા છે; કેમ કે તેનાં કાર્યો કરવાપણું છે=ગૃહસ્થોનાં કાર્યો કરવાપણું છે. અહીં પ્રશ્ન થાય કે સાધુવેષમાં છે, માટે ગૃહસ્થ નથી એમ કહી શકાશે, એથી બીજો હેતુ કહે છે – અને વેષનું અકિંચિત્કરપણું છે=નિરર્થકપણું છે. In૧૧ાા ભાવાર્થ : ઘરનું નિર્માણ જીવોની હિંસાથી થાય છે, સ્વયં કરે કે બીજા પાસે કરાવે, તોપણ ઘરનું સમારકામ વગેરે સર્વ કૃત્યો હિંસા વગર થતાં નથી, તેથી જે તે પ્રમાણે નિત્યવાસ કરે છે, ગૃહાદિ રાખે છે, તેઓ નિયમા અસંયમમાં પડે છે. ક્વચિત્ તપ-ત્યાગ આદિ આચરણા કરતા હોય, સાધ્વાચાર પાળતા હોય તોપણ ગૃહસ્થની જેમ આરંભ-સમારંભમાં પ્રવૃત્ત હોવાથી અસંયત પથમાં પડેલા છે; કેમ કે વેષમાત્ર અકિંચિત્કર છે. I૧૧થા અવતરણિકા - न केवलं गृहकर्माणि यतेर्दोषाय, किं तर्हि ? तत्सम्बन्धमात्रमपीत्याहઅવતરણિકાર્ય : કેવલ ગૃહસ્થનાં કર્મો યતિને દોષ માટે નથી, પરંતુ તેનો સંબંધ માત્ર પણ દોષ માટે છે, એને કહે છે – ગાથા - थेवोऽवि गिहिपसंगो जइणो सुद्धस्स पंकमावहइ । जह सो वारत्तरिसी, हसिओ पज्जोयनरवइणा ।।११३।। ગાથાર્થ : થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ શુદ્ધ યતિને પંકને કર્મરૂપી કાદવને પ્રાપ્ત કરાવે છે, જે પ્રમાણે વાસ્તઋષિ પ્રધોત રાજા વડે હસાયા. I૧૧3I. ટીકા : स्तोकोऽपि गृहिप्रसङ्गो गृहस्थसम्बन्धो यतेः साधोः शुद्धस्य निर्मलस्य पङ मलमावहति सम्पादयति दृष्टान्तमाह-यथासौ वारत्तकऋषिः प्रद्योतनरपतिना, तथान्योऽपि गृहिसम्बन्धाज्जातमालिन्यो हस्यत इत्युपनयः, कथानकं पुनरत्र
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy