SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૧ શ્રીનું ભાજત જ્ઞાનાદિ લક્ષ્મીનું પાત્ર થાય છે, પરલોકમાં વળી પ્રાપ્ત થનાર ભદ્ર કલ્યાણ છે જેઓને તે તેવા છે=આગામિભદ્ર છે; કેમ કે સ્વર્ગ-અપવર્ગની પ્રાપ્તિ છે, કોની જેમ પર્થપાસના કરે છે? એથી કહે છે – દેવતાની જેમ ગુરુ એ પરમાત્મા છે, એવી બુદ્ધિથી પર્યાપાસના કરે છે. જે કારણથી પ્રાયઃ પ્રાણીઓને સુખની પ્રાપ્તિ અને દુઃખનો પરિહાર તેમના પ્રભાવથી ઉત્પન્ન થાય છે, એમાં કથાનક છે – શ્વેતાંબી નગરીમાં પ્રદેશ રાજા હતા, પરમ શ્રાવક એવા ચિત્ર નામે મંત્રીએ તે નગરીની બહારના ઉદ્યાનમાં કેશી નામના આચાર્યને સમવસરેલા સાંભળીને વિચાર્યું – હું મંત્રી હોતે છતે પણ આ રાજા મહામિથ્યાત્વરૂપ ગ્રહથી ગ્રસ્ત થયેલો, પાપઅનુષ્ઠાનમાં પ્રસક્ત થયેલો દુબુદ્ધિ નરકમાં જશે, તેથી આ રાજાને કોઈક ઉપાય વડે ભગવાન પાસે લઈ જાઉં, તેથી અશ્વ ખેલાવવાના બહાનાથી તેના વડે તે રાજા, તે પ્રદેશમાં લઈ જવાયો, ખેદમાં વિનોદના બહાનાથી બેસાડાયો. જ્યાં ઘણા લોકોની પર્ષદાની મધ્યમાં રહેલા ભગવાન ધર્મને કહે છે, તે રાજા, મંત્રી પ્રત્યે કહે છે – આ મુંડો શું બરાડા પાડે છે ? મંત્રી વડે કહેવાયું – આપણે જાણતા નથી, પાસે જઈને સાંભળીએ, બન્ને નિકટ ગયા. તેથી સૂરિ વડે જીવાદિ અને દેવતાનું વિશેષ સ્વરૂપ કહેવાય છતે તે કહે છે – અસત્ત્વ હોવાથી આ સર્વ અસંબદ્ધ છે અને આકાશપુષ્પની જેમ પ્રત્યક્ષ વિષયને અતીતપણું હોવાથી અસત્ત્વ છે, ભૂતચતુષ્ટયની જેમ સદ્ વસ્તુ પ્રત્યક્ષ વિષયને અતીત નથી. ગુરુ કહે છે – ભદ્ર ! શું આ પ્રત્યક્ષ વિષયથી અતીત તને છે કે સર્વ પ્રાણીઓને ? ત્યાં પ્રથમ પક્ષમાં તારા પ્રત્યક્ષ વિષયને અતીત છે તેમાં, તારા દર્શનની પૂર્વ ભાગવર્તી વળી અંગમાત્ર ગ્રહણને માટે જ વ્યાપાર હોવાથી સ્તંભ આદિ – મધ્ય-પરભાગ આદિના અભાવનો પ્રસંગ છે. દ્વિતીય પક્ષ પણ નથી; કેમ કે તેનું અસિદ્ધપણું છે, તેની સિદ્ધિ હોતે છતે તારી જેમ સર્વાના જીવતાની સિદ્ધિ હોવાથી દેવતાવિશેષના જીવ આદિના પ્રતિષધની અનુપત્તિ છે; કેમ કે જીવ હોતે છતે બંધ આદિનું સૂપ પાદપણું છે. ઇત્યાદિથી નિરાકરણ કરાયેલો, થયેલા સમ્યગ્દર્શનના પરિણામવાળો તે કહે છે – ભગવાન ! એ એમ જ છે. તમારા વચનરૂપી મંત્ર વડે મારો મોહપિશાચ નાશ પામ્યો છે, કેવલ કુલકમથી આવેલી અમારી નાસ્તિકતા છે, તે કેવી રીતે છોડાય? ગુરુ કહે છે – હે ભદ્ર ! વિવેક હોતે છતે શું કુલક્રમથી આવેલો વ્યાધિ અથવા દારિદ્રશ્ય ત્યાગને યોગ્ય નથી ? વળી, અનાદિ ભવમાં ભ્રમણથી અને સર્વ કુલોમાં ઉત્પાદનો સંભવ હોવાથી એકાકી જ એવા પ્રાણીઓને કુલ શું અથવા અકુલ શું?ત્યારપછી થયેલા તત્ત્વના નિર્ણયવાળો આ શ્રાવક ધર્મને સ્વીકારીને નિરતિચાર પાળીને પાછળથી બીજા પુરુષમાં આસક્ત થયેલી સૂર્યકાંતા નામની પત્ની વડે પારણામાં અપાયેલા વિષવાળો જણાયેલા વ્યતિકરવાળો પણ નહિ ચલાયમાન થયેલા ચિત્તવાળો શ્રેષ્ઠ વિમાનના અધિપતિ ભાવથી ઉત્પન્ન થયો. /૧૦૧ ભાવાર્થ - જે જીવોએ જન્માંતરમાં શ્રેષ્ઠ કર્મ બાંધ્યું છે જેથી તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત પ્રગટ થાય અને તેના કારણે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy