SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭, ૮૮૮ ૧૪૯ ભાવાર્થ : વિવેકપૂર્વક કરાયેલો ધર્મ મહાફળવાળો છે, અવિવેકપૂર્વક કરાયેલું ઘણું પણ કષ્ટ અલ્પફલવાળું છે, તેથી ગૃહસ્થ અવસ્થામાં પણ શાલિભદ્રના વિવેકનું મહાફળ છે અને અવિવેકવાળા બાહ્ય કષ્ટ આચરનારા સાધુઓના કષ્ટનું અલ્પ અને તુચ્છ ફળ છે, એ સ્પષ્ટ કરવા માટે કહે છે – શાલિભદ્ર પ્રચુર ભોગસામગ્રીવાળા ઘરમાં જન્મેલા, તેવી સામગ્રીમાં પ્રાયઃ જીવને ભોગ સિવાય અન્ય કંઈ જણાતું નથી, છતાં મારા ઉપર અન્ય સ્વામી છે, માત્ર એટલું જ્ઞાન થવાથી તેની ભોગ પ્રત્યેની કામના નાશ પામી; કેમ કે શાલિભદ્રનાં વિવેકચક્ષુ પ્રગટ હતાં, તેથી વિચાર આવે છે કે જેઓ તપસંયમ કરતા નથી. તેઓ બીજાના દાસપણાને પ્રાપ્ત કરે છે અને મેં તપ-સંયમ કર્યું નથી, માટે મારા માથે સ્વામી છે, તેથી શાલિભદ્રને વિવેક ઉત્પન્ન થયો કે વિષયને પરાધીન જીવોને હંમેશાં દાસપણાની પ્રાપ્તિ છે; કેમ કે જેઓ વિષયના દાસ છે, તેઓ દાસપણાના કર્મને બાંધે છે અને જેઓ વિષયોના દાસ નથી, પરંતુ આત્માના મૂળ સ્વભાવને પ્રગટ કરવાના ઉપાયભૂત તપ-સંયમમાં યત્ન કરે છે, તેઓ પોતાના આત્માના સ્વામી બને છે, અન્યના દાસ બનતા નથી, આ પ્રકારે સામાન્ય નિમિત્તને પામીને પણ શાલિભદ્રમાં મહાન વિવેક પ્રગટ્યો, તેથી સંયમ ગ્રહણ કરીને પોતાના આત્મા ઉપર પોતાનું પ્રભુત્વ મેળવવા માટે તપવિશેષ દ્વારા પોતાના દેહને તે રીતે શોષવ્યો, જેથી સ્વભવનમાં વ્હોરવા ગયેલા તે ભવનના લોકો પણ કોઈ તેને ઓળખી શક્યા નહિ. તેથી ફલિત થાય છે કે જેઓને બાહ્ય સર્વ પદાર્થો પ્રત્યે અસંગભાવ પ્રગટ્યો છે, આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવાનો દઢ અભિલાષ પ્રગટ્યો છે, તેવા સુસાધુઓ જેમ વિવેકપૂર્વક ઉપસર્ગોને સહન કરીને પણ મહાન ફળ મેળવે છે, તેમ ગૃહસ્થ અવસ્થામાં રહેલા શાલિભદ્રએ પણ વિવેકના બળથી મહાવૈરાગ્યને પ્રાપ્ત કર્યો અને સાધુપણું ગ્રહણ કરીને પણ તે રીતે સંયમ પાળ્યું કે જેથી સંયમ માત્ર કષ્ટરૂપ ન થયું, પરંતુ જિનવચનાનુસાર વિશેષ પ્રકારના અસંગભાવને પ્રાપ્ત કરીને સર્વાર્થસિદ્ધના સુખને પામ્યા, માટે બાલ તપસ્વી તામલી તાપસનું અજ્ઞાન તપ અલ્પફલવાળું થયું અને ગૃહસ્થ અવસ્થામાં અને સંયમ અવસ્થામાં વર્તતો શાલિભદ્રનો વિવેક મહાફળવાળો થયો. II૮૫-૮૬-૮ના અવતરણિકા: ननु किमित्यनेनैवं शरीरं शोषितमित्युच्यते-धर्मार्थम्, किं वाऽत्यल्पमिदमुच्यते, अन्ये तदर्थं त्यजन्त्यात्मानमपि शरीरमपीति । अत्र कथानकम्उज्जयिन्यां भद्राश्राविकासत्कयानशालास्थितसूरिसुहस्तिनो रात्रौ नलिनीगुल्मविमानवक्तव्यताप्रतिबद्धमध्ययनं परावर्तयतः श्रुत्वा भद्रातनयोऽवन्तिसुकुमारः सञ्जातजातिस्मरणस्तद्विमानच्युतत्वाज्जातौत्सुक्योऽवतीर्योपरितनप्रासादतलाद् गत्वाचार्यसमीपं तान् पप्रच्छ-'भगवन् कथं युष्माभिरिदं
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy