SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭ તેને જાણીને તેની પાડોશી સ્ત્રીઓ વડે તેણીને અપાયેલું તે રંધાયું, આણી વડે સંગમને ભાજનમાં અપાયું, એટલામાં માસક્ષમણના પારણાવાળા મુનિ આવ્યા, થયેલા હર્ષવાળા એવા આમના વડે સંવિભાગ અપાયો, ત્યારપછી અતિ આસક્તપણાથી ઘણું ભક્ષણ કરવાના કારણે થયેલી વિચિકાવાળો એવો આ મરીને સાધુદાનથી ઉપાર્જન કરાયેલા પુણ્યના સમૂહના વશથી રાજગૃહમાં ગોભદ્ર શ્રેષ્ઠિની ભદ્રાનો શાલિસ્વપ્નથી સૂચન કરાયેલો, વિવિધ મનોરથને પૂરનારો પુત્રભાવથી થયો, શાલિભદ્ર એ પ્રમાણે નામ પ્રતિષ્ઠિત કરાયું, અનુક્રમે યૌવનને પામ્યો, ત્રણ ભુવનમાં અતિશય રૂપવાળી કન્યાઓ પરણાઈ, ભોગોને ભોગવતો હતો. આ બાજુ તેનો પિતા વિધિથી કાળ કરીને દેવલોકમાં ગયો. પ્રયોગ કરાયેલા અવધિવાળા તેના પુણ્યથી પ્રેરાયેલા અને પિતાને, શાલિભદ્ર પ્રત્યે અત્યંત સ્નેહ થયો, તેથી દેખાડાયું છે પોતાનું રૂપ જેના વડે એવા જનક હંમેશાં દિવ્ય વસ્ત્ર-અલંકાર-વિલેપન-પુષ્પ આદિ વહુઓ સહિત એવા તેને મોકલવા લાગ્યા અને ભવનને રત્ન આદિથી ભર્યું. એકવાર રત્નકંબલના વેપારીઓ આવ્યા, રાજકુળમાં દેખાડાઈ, અતિમૂલ્યવાળી છે, એથી શ્રેણિક વડે ગ્રહણ ન કરાઈ, ભદ્રાની હવેલીએ ગયા. તેણી વડે વળી નિર્વિચાર ગ્રહણ કરીને વહુનાં પગલુછણાં કરાયાં. આ બાજુ પ્રિયા વડે ગ્રહણ કરવા માટે પ્રેરણા કરાતા શ્રેણિક રાજા વડે વેપારીઓ બોલાવાયા, તેઓ વડે વૃત્તાંત કહેવાયો. તેથી થયેલા વિસ્મયવાળા શ્રેણિક રાજા વડે આ જોવો જોઈએ. જેની આવા પ્રકારની તેજસ્વિતા છે, એ પ્રમાણે વિચારીને તેના પ્રસ્થાપન માટે શાલિભદ્રને મોકલવા માટે, ભદ્રાને દૂત મોકલાયો, જઈને આવેલો આ દૂત, કહે છે – હે મહારાજ ! ભવનના સતત રત્નપ્રકાશપણાથી આના વડે ચંદ્ર, સૂર્ય પણ ક્યારે પણ જોવાયા નથી, તેથી મારા ભવનમાં આગમન વડે મહારાજ મને અનુગ્રહ કરે, તેને સાંભળીને ઉલ્લસિત થયેલા વિસ્મયના અતિરેકવાળા રાજા પોર પરિવાર સહિત ગયા. વૈભવના અતિશયથી હસાયું છે કુબેરભવન જેના વડે એવું તે ભવન તેના વડે જોવાયું. ચોથી ભૂમિ ઉપર પહોંચાયું, કરાઈ છે ઉચિત પ્રતિપત્તિ એવી ભદ્રા સાતમી ભૂમિ ઉપર ગઈ, જયાં શાલિભદ્ર રહે છે, કરાયું છે અભુત્થાન એવો આ તેણી વડે કહેવાયો. પુત્ર ! તને જોવાની ઇચ્છાથી શ્રેણિક રાજા નીચે રહેલા છે, તેને જોઈને તેની પ્રતિપત્તિને કર, તે કહે છે – તમે જ તેના મૂલ્યને જાણો છો, બીજી=ભદ્રા, કહે છે – આ કરિયાણું નથી. તો શું છે? તારો સ્વામી રાજા છે. તેથી મારે પણ બીજો સ્વામી ? અથવા વિષયરૂપી કાદવમાં મગ્નપણાથી મોહરાજાને વશ વર્તનારા મારા જેવાને આ યુક્ત છે, મુનિઓ જ મેળવાયેલા આત્મલાભવાળા છે, એ પ્રમાણે ચિતવતા એવા તેને વૈરાગ્યના અતિશયથી ચારિત્રનો પરિણામ થયો, તોપણ માતાના આગ્રહથી ઊતરીને શ્રેણિક જોવાયો, તેના વડે પણ સ્નેહપૂર્વક જોઈને પોતાના ખોળામાં સ્થાપન કરાયો, તેથી ક્ષણમાં પ્લાન મુખવાળા, નીકળતા આંસુવાળા તેને જોઈને ભદ્રા શ્રેણિક પ્રત્યે કહે છે – મહારાજ ! આશાલિભદ્ર, દિવ્ય વિલેપન આદિથી લાલન કરાયેલ ઇન્દ્રિયપણું હોવાથી મનુષ્યના અંગરાગ=વિલેપન આદિની ગંધને સહન કરવાને સમર્થ નથી, તેથી છોડી દો, રાજા કહે છે, તેથી તેણી વડે દેવનો વ્યતિકર કહેવાય અને તે મુક્ત કરાયે છતે ભદ્રા વડે રાજા ભોજનથી નિયંત્રિત કરાયો, આના વડે સ્વીકારાયું, વિવિધ રન-સુવર્ણથી ધોવાયો છે અંધકાર એવી નિર્મળ યંત્ર વાવડીઓમાં સ્નાન કરાવવાને આરંભ કરાયો અને સંભ્રમથી અંગુલીમુદ્રારત્ન પડ્યું, તેથી ચપળ કીકીવાળા જોતા એવા તેને જોઈને ભદ્રા વડે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy