SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૩ ૧૨૭ અવતરણિકાર્ય : ફરી પણ પરના અવર્ણવાદની સર્વ દોષથી અધિકતાને બતાવતાં તેના કર્તાની અદ્રવ્યતાને કહે છે – ગાથા - परपरिवायमईओ, दूसइ वयणेहिं जेहिं जेहिं परं । ते ते पावइ दोसे, परपरिवाई इय अपेच्छो ।।७३।। ગાથાર્થ - પરપરિવાદમાં મતિવાળો જીવ જે જે વચનો વડે પરને દૂષિત કરે છે, તે તે દોષો તે પ્રાપ્ત કરાવે છે, એ હેતુથી પરપરિવાદી અપેક્ષ્ય છે=જોવા યોગ્ય નથી. II૭all ટીકા - __परपरिवादे अन्यदोषोद्घाटने मतिर्बुद्धिर्यस्यासौ परपरिवादमतिकः, स परं सदसद्दोषोत्कीर्तकैर्वचन क्यैः करणभूतैर्ययैः सदसद्भिर्दोषैर्हेतुभूतैरिति गम्यते, दूषयति जनमध्ये दुष्टं दर्शयति, तांस्तान् दोषांस्तमसौ प्रापयति असद्भिर्योजयति, तद्योजनेन च महादुःखं तस्य जनयतीत्यर्थः । सद्भिः पुनर्बहिरपि व्यापयति, व्याप्तश्च खरतरमसौ निर्लज्जो भवति । परपरिवाद्यन्यदोषसूचक इति हेतोरप्रेक्ष्योऽप्रेक्षणीयोऽतिपापिष्ठत्वाद् द्रष्टुमपि न कल्पत इत्यर्थः ।।७३।। ટીકાર્ય : પરંપરિવારે ચર્થ: આ પરપરિવાદમાં=અત્યતા દોષોના ઉદ્દઘાટનમાં, મતિ=બુદ્ધિ છે જેને એ પર પરિવારમતિક છે, તે હેતુભૂત જે જે અસદ્ દોષોરૂપ અર્થાત્ સદ્-અસત્ દોષના ઉત્કીર્તક વચન સ્વરૂપ કરણભૂત વાક્યો વડે પરને દૂષિત કરે છે અર્થાત્ લોકમાં દુષ્ટ બતાવે છે, તે તે દોષો પરને પ્રાપ્ત કરાવે છે=અસદ્ એવા તે તે દોષો સાથે તેને યોજન કરે છે અને તેના યોજનથી=અસભૂત એવા દોષોના યોજનથી પરસે મહાદુઃખ ઉત્પન્ન કરે છે, વળી સબૂત દોષો વડે બહાર પણ વ્યાપક કરે છે તે જીવને સદ્ભૂત એવા દોષોથી લોકોમાં વિખ્યાત કરે છે અને વ્યાપ્ત થયેલો એવો આગ દોષવાળો એવો પર, અત્યંત નિર્લજ્જ થાય છે, પરપરિવાદી=અવ્યના દોષને સૂચન કરનારો, એ હેતુથી=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે દોષોની પ્રાપ્તિ કરાવતો હોવાથી, અપ્રેક્ષ્ય છેઃઅપેક્ષણીય છે અર્થાત્ અતિપાધિષ્ઠાણું હોવાથી જોવા માટે પણ યોગ્ય નથી. ૭૩ ભાવાર્થ : જેઓને બીજાના દોષોને જોઈને તેને પ્રગટ કરવાની મતિ છે, તે જીવો બીજાના વાસ્તવિક દોષોને જોઈને લોકો આગળ પ્રગટ કરે છે, વળી કેટલીક વખત સ્વકલ્પનાથી તે દોષોની સંભાવના કરીને પ્રગટ
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy