SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૧-૭૨ ટીકાર્ય : હિ... અવતીર્થ રિ તાવત્ એ શબ્દનો અર્થ પૂર્વની જેમ છે, જન-સંવ્યવહારથી=લૌકિક પ્રસિદ્ધિથી પણ, વર્જિત અતિબાદરપણું હોવાથી પરિહાર કરાયેલું એવું, શું? ચોરી-પારદાય આદિ અચ=પાપપ્રેરિત કોઈક પર સેવે છે, તે કારણથી આકચોરી આદિ કરનાર, રાજકુલનયન મારણ આદિ સ્વયં કૃત વ્યસનથી દુઃખિત થાય છે, જે વળી તેના અકાર્યને લોકો સમક્ષ કહે છે, પરના વ્યસનથી ચોરી આદિ કરનાર સંબંધી આપત્તિથી, આ=બીજાના દોષોને કહેનાર, દુઃખિત થાય છે=નિષ્ફળ અંત:તાપને પ્રાપ્ત કરનાર થાય છે. I૭૧| ભાવાર્થ : જેઓને બીજાઓની વાસ્તવિક વસ્તુને જોઈને અન્યને કહેવાનો સ્વભાવ છે, તેઓ કોઈને ચોરી, પરદારા આદિ અકાર્ય કરતા જુએ અને તેના કારણે ચોરી કરનારા જીવો રાજકુળમાં લઈ જવાય અથવા મૃત્યુદંડને પ્રાપ્ત કરે, તે રીતે દુઃખિત થતા હોય, તેની માહિતી પોતાને પ્રાપ્ત થઈ હોય, તેના તે અકાર્યને બીજાની આગળ કહે છે અને મનમાં અભિમાન ધારણ કરે છે કે હું મૃષાભાષણ કરતો નથી. પરંતુ વાસ્તવિક તેણે તેવું અકાર્ય કર્યું છે, તેવું જ કહું છું, માટે સત્ય વચન છે અને આ પ્રકારે બીજાની પંચાત કરવાની તુચ્છ પ્રકૃતિને કારણે સ્વયં દુઃખિત થાય છે અર્થાત્ નિષ્ફળ કષાયોના અંતઃતાપવાળા થાય છે; કેમ કે તે પ્રકારના પરના કથન કરવાના વ્યસનને કારણે પોતાની ક્લિષ્ટ પ્રકૃતિને વધારે ક્લિષ્ટ કરે છે. II૭ના અવતરણિકા : तदेवं परावर्णवादस्यानर्थहेतुताभिहिता, अधुनैवंप्रकाराणामन्येषामपि तामाहઅવતરણિતાર્થ : આ રીતે પરના અવર્ણવાદની અનર્થહેતુતા કહેવાઈ, હવે આવા પ્રકારવાળા અન્ય પણ દોષોની તેને=અનર્થહેતુતાને કહે છે – ગાથા - सुट्ट वि उज्जममाणं, पंचेव करेंति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया य ।।७२।। ગાથાર્થ : અતિશયથી ઉધમ કરતા સાધુને પાંચ જ રિક્તક કરે છે–ગુણશૂન્ય કરે છે, આત્મસ્તુતિ, પરનિંદા, જિલ્લા, ઉપસ્થ ઈન્દ્રિય અને કષાયો. Iછરા. ટીકા : सुष्ठ्वपि अतिशयेनाप्युद्यच्छन्तं तपःसंयमयोरुद्यमं कुर्वन्तं पञ्चैव शेषदुश्चरितसाहाय्यनिरपेक्षाणि
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy