SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૯ ગાથા : परपरिवायं गिह्णइ, अट्ठमयविरल्लणे सया रमइ । डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ॥६९।। ગાથાર્થ : કષાયવાળો જીવ પરપરિવાદને ગ્રહણ કરે છે, આઠ મદના વિસ્તારમાં સદા રમે છે, પર સમૃદ્ધિમાં બળે છે, તે હંમેશાં દુઃખિત છે=આશાતાગ્રસ્ત છે. II૬૯ll ટીકા : परपरिवादम् आत्मव्यतिरिक्तावर्णवादं गृह्णात्यनेकार्थत्वात्करोति, तथा अष्टौ च ते मदाश्च कारणे कार्योपचाराज्जात्यादयः, तेषां 'विरल्लणं' वचनेन विस्तारणं, तस्मिन् सदा रमते सज्जते, तथा दह्यते दृष्टया श्रुतया वा परश्रिया आत्मव्यतिरिक्तलक्ष्म्या, हेतुभूतया, चशब्दात् तद्भशार्थं यतते च । कोऽसौ ? सकषाय उत्कटक्रोधाधुपप्लुतः प्राणीत्यर्थः । स चैवम्भूतो दुःखितोऽसातग्रस्तो नित्यं सर्वदा भवतीत्यैहिको दोषः ।।६९।। ટીકાર્ય : પરિવારમ્ ...રોષ: I પર પરિવાદને આત્મવ્યતિરિક્ત અવર્ણવાદને, ગ્રહણ કરે છે, અનેકાર્થપણું હોવાથી=ગૃતિ શબ્દનું અનેકાર્થપણું હોવાથી, પર૫રિવાદને કરે છે અને આઠ એવા તે મદો તેના વિસ્તારમાં સદા રમે છે. કારણમાં મદના કારણરૂપ જાતિ આદિમાં, કાર્યનો ઉપચાર હોવાથી જાતિ આદિ મદો છે, તેના વચનથી વિસ્તારણ, તેમાં સદા રમે છે અને પરની લક્ષ્મીથી હેતુભૂત એવી આત્મવ્યતિરિક્ત પરલક્ષ્મીથી જોવાયેલી વડે અથવા સંભળાયેલી વડે બળાય છે, ર શબ્દથી તેના ભ્રંશ માટે યત્ન કરે છે, કોણ આવો છે ? એથી કહે છે – કષાયવાળો-ઉત્કટ ક્રોધાદિયુક્ત પ્રાણી અને તે આવા પ્રકારનો દુઃખિત=અશાતાગ્રસ્ત, હંમેશાં હોય છે, આ પ્રકારનો ઐહિક દોષ છે=આ પ્રકારનો આ લોક સંબંધી દોષ છે. lig૯i ભાવાર્થ : જે જીવો કષાયવાળા છે, તેઓ સાધુવેષમાં હોય કે ગૃહસ્થ વેષમાં, બીજાના અવર્ણવાદને કરે છે, આઠમદમાંથી જે મદ થઈ શકે, તે પ્રકારની સામગ્રી પોતાને પ્રાપ્ત થઈ હોય તે મદને વિસ્તારવામાં સદા રમે છે અર્થાત્ પોતે બુદ્ધિસંપન્ન હોય, શ્રુતસંપન્ન હોય તો હું વિદ્વાન છું, હું બુદ્ધિસંપન્ન છું ઇત્યાદિ કરીને સદા પોતાના મદમાં રમે છે અને પરની સમૃદ્ધિથી સદા બળે છે. તે જીવો ચિત્તમાં હંમેશાં તે તે કષાયોને કારણે આલોકમાં જ દુઃખનો અનુભવ કરનારા હોય છે, પરંતુ શારીરિક, માનસિક સ્વસ્થતાનો અનુભવ કરી શકતા નથી, ક્વચિત્ પુણ્યના ઉદયથી શાતા વર્તતી હોય, તોપણ તે તે પ્રકારના કષાયના
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy