SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૧ तमर्थम् ? अनर्थं नरकपाताद्यनर्थहेतुत्वात्, ततो हे दुर्मते ! किमित्यनर्थं निष्प्रयोजनं तपोऽनशनादिरूपं चरस्यनुतिष्ठसि ? नेदं पौर्वापर्येण घटत इत्यभिप्रायः ।। ५१ ।। ટીકાર્ય ઃ अर्थं કૃમિપ્રાયઃ ।। અર્થને જો તું વહન કરે છે=ઇચ્છે છે, કેમ તપને આચરે છે ? અર્થાત્ તપ આચરવું જોઈએ નહિ, એ પ્રમાણે ક્રિયાનો સંબંધ છે. કેવા પ્રકારના અર્થને ઇચ્છે છે ? એથી કહે છે આમના વડે આત્મા દૂષિત થાય છે એ રાગાદિ દોષો છે અથવા પ્રાણિવધ આદિ દોષો છે, તેઓના દોષોના, સેંકડા તેઓનું મૂળ કારણ એવું આ=ધન, જાળ છે=માછલાના બંધની જાળ જેવું તે=ધન, બંધનું હેતુપણું હોવાથી દોષશતનું મૂળ જાળ છે અથવા વૃક્ષની જેમ સેંકડો દોષોનું મૂળ જાળ છે. જેને તે તેવું છે=જેમ વૃક્ષનું મૂળ જાળ જમીનમાં હોય છે, તેમ દોષશતનું મૂળ જાળ ધન છે. ..... ૧ આથી જ પૂર્વ ઋષિઓ વડે=વજસ્વામી આદિ વડે, વિશેષથી વર્જિત છે=ત્યાગ કરાયેલ છે=પૂર્વ ઋષિઓથી વર્જિત એવા ધનને તું ઇચ્છે છે, એમ અન્વય છે અને પૂર્વના ઋષિઓનું ગ્રહણ હમણાનાં કર્મ-કાલ આદિ દોષથી અર્થવહનમાં તત્પર એવા ઘણા દેખાતા પણ સાધુઓ, વિવેકીએ આલંબન કરવા યોગ્ય નથી, એ જ્ઞાપન માટે છે, જો વાન્ત=પ્રવ્રજ્યાના અંગીકાર દ્વારા ત્યક્ત એવા હિરણ્યાદિક અર્થને તું વહન કરે છે=ધારણ કરે છે, કેવા પ્રકારના અર્થને ? એથી કહે છે નરકપાતાદિ અનર્થનું હેતુપણું હોવાને કારણે અનર્થવાળા અર્થને તું ધારણ કરે છે, તેથી હે દુર્મતિ ! કયા કારણથી અનર્થ=નિષ્પ્રયોજન, અનશનાદિ તપને તું આચરે છે, આ પૂર્વપરથી અર્થને ધારણ કરવું અને તપ કરવું એ ઘટતું નથી, એ પ્રકારે અભિપ્રાય છે. ।।૫૧।। ભાવાર્થ ઃ તપસેવન દ્વારા નિર્મમ થઈને સર્વ કર્મોનો નાશ કરવો એ સાધુનું પ્રયોજન છે, તેથી જે સાધુએ સંયમ ગ્રહણ કર્યું છે તોપણ આત્મામાં તે પ્રકારનાં મોહ આપાદક કર્મો અને વર્તમાનનો વિષમકાલ વગેરે દોષોને કારણે તે સાધુઓ હજારો દોષોના મૂળ જાળરૂપ અર્થને વહન કરે છે અર્થાત્ સાક્ષાત્ પોતે નિષ્પરિગ્રહી છે, તેવો વેષ ધારણ કરે છે અને કોઈક આલંબનથી તે તે પ્રકારના પરિગ્રહને ધારણ કરે છે. જે પરિગ્રહ સેંકડો દોષોનું મૂળ જાળ છે અને પૂર્વ ઋષિઓએ જેનો ત્યાગ કર્યો છે, તેવા અનર્થની પરંપરાનું કારણ એવા અર્થને જે સાધુઓ ધારણ કરે છે, તેમનું સ્મરણ કરીને કહે છે કે અર્થને ધારણ કર્યા પછી જે તપની આચરણા છે તે નિષ્ફળ છે, છતાં તેવી નિષ્ફળ તપની આચરણા તું કેમ કરે છે અર્થાત્ તારે તપ, ત્યાગ આદિ કરવું જોઈએ નહિ, પરંતુ નિરર્થક એવા અર્થમાં લુબ્ધ થઈને આત્માનો વિનાશ જ કરવો ઉચિત છે, એ પ્રકારનો બોધ કરાવીને અર્થ પ્રત્યેના મમત્વને છોડવાનો ઉપદેશ આપે છે. પૂર્વના ઋષિઓથી વર્જિત કરાયેલો અર્થ છે, તેમ કહીને એ કહેવું છે કે વર્તમાનના વિષમકાલમાં કર્મના દોષથી ઘણા સાધુઓ બાહ્યથી ધનાદિનો ત્યાગ કરીને અન્ય નિમિત્તોનું અવલંબન કરીને ધનને
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy