SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૪ ૮૧ હસાયા, જો તેની જ પત્ની થાય તો હું મૂકું, નહિતર નહિ, ત્યારપછી જીવતી જોઈશ. એ પ્રમાણે વિચારીને રાજા વડે પરિવાર સહિત તેની પાસે=મુનિની પાસે, મોકલાઈ અને જઈને પગમાં પડેલી તેણી કહે છે હે મહર્ષિ ! હાથ વડે (મારા) હાથને ગ્રહણ કરો, હું તમારી સ્વયંવરા છું. મુનિ કહે છે ભદ્રે ! મુનિઓ નિવૃત્ત વિષયસંગવાળા હોય છે, આ કથા વડે સર્યું. ત્યારપછી કેલિપ્રિયપણાથી યક્ષ વડે મુનિના શરીરમાં પ્રવેશીને પરણાઈ, વિડંબના કરાઈ અને મુકાઈ, જાણે સ્વપ્ન જોઈને પ્લાન વદનવાળી થયેલી પિતાની પાસે ગઈ, તેથી તેના ઉદ્દેશથી રુદ્રદેવ નામે પુરોહિત કહે છે ઋષિઓ વડે ત્યાગ કરાયેલી પત્ની બ્રાહ્મણોને અપાય છે. એ પ્રમાણે વેદનો અર્થ છે. રાજા વડે પણ આ જ પ્રાપ્તકાલ છે, એ પ્રમાણે વિચારીને તેણી તેને અપાઈ, યજ્ઞ કરતા એવા તેના વડે યજ્ઞપત્ની કરાઈ. મુનિ પણ માસક્ષમણના પારણે ભિક્ષા માટે યજ્ઞપાટકમાં પ્રવેશ્યા. બ્રાહ્મણોને નેહિ અપાયેલું શૂદ્ર અધમ એવા તને અપાતું નથી વગેરે બ્રાહ્મણો વડે હસાયું, તેથી યક્ષ વડે તેના શરીરમાં પ્રવેશીને યાવજ્જીવ અબ્રહ્મથી નિવૃત્ત થયેલો અને અહિંસા આદિ વ્રતને ધારણ કરનારો હું કેવી રીતે બ્રાહ્મણ નથી ? અથવા પશુવધ આદિ પાપમાં આસક્ત થયેલા સ્ત્રીના અવાચ્ય દેશને મર્દન કરનારા તમે બ્રાહ્મણો કેવી રીતે ? ઇત્યાદિ વાક્યોથી તિરસ્કાર કરાયેલા તેઓ મુનિને હણવાને તૈયાર થયા. યક્ષ વડે પણ હણીને નિગળતા લોહીના કોગળાવાળા શિથિલ બંધનની સાંધીઓવાળા ભૂતલમાં પડ્યા, કોલાહલ થયો, તેને સાંભળીને ભદ્રા નીકળી, મુનિ જોવાયા અને ઓળખાયા, તેથી રુદ્રદેવ આદિને ઉદ્દેશીને કહે છે — હે દુર્મતિઓ ! આને કદર્શના કરતા યમસદનમાં જશો, તે આ મહાપ્રભાવવાળા દેવથી પૂજાયેલા મુનિ છે, તેથી તેઓ તેમના ચરણમાં પડ્યા અને ભદ્રાએ કહ્યું — હે મહામુનિ ! અજ્ઞો વડે જે અપરાધ કરાયો, ક્ષમા કરો. મુનિ વડે કહેવાયું – મુનિઓને કોપનો અવકાશ નથી, તેને કરનારા યક્ષને સંતોષ પમાડો, તેથી તેઓ વડે યક્ષ ખુશ કરાયો, મુનિને વ્હોરાવ્યું, દિવ્યો પ્રગટ થયા. આ શું ? એ પ્રમાણે થયેલા કુતૂહલવાળા લોકો અને વ્યતિકરને જાણીને રાજા આવ્યો અને મુનિની દેશના વડે ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. — = — તેથી કુલ પ્રધાન નથી, ગુણો જ પ્રધાન છે. તેના વિરહમાં=ગુણોના વિરહમાં, તેનું=કુળનું, અકિંચિત્કરપણું છે. II૪૪ ભાવાર્થ - સામાન્યથી ઉત્તમ કુળમાં જન્મેલા સાત્ત્વિક પુરુષો જ ધીરતાપૂર્વક ક્ષમાદિ ભાવોમાં યત્ન કરીને તુચ્છ જીવોના પણ ઉપસર્ગોને સહન કરે છે, તોપણ માત્ર કુળના બળથી તેવું સત્ત્વ આવતું નથી, પરંતુ જેઓ લઘુકર્મવાળા છે તેઓ જ કોઈક રીતે હીન કુળમાં જન્મ્યા હોય તોપણ તેવા સાત્ત્વિક બને છે, એથી ઉત્તમ કુળવાળા જો લઘુકર્મવાળા ન હોય તો મહાત્મા થતા નથી અને હીન કુળમાં જન્મેલા કોઈક રીતે લઘુકર્મવાળા થયા હોય તો મહાસત્ત્વથી ક્ષમાદિભાવોમાં યત્ન કરે છે, તે સ્પષ્ટ કરવા માટે કહે છે ધર્મના વિચા૨માં કુલ પ્રધાન નથી, પરંતુ લઘુકર્મતા જ પ્રધાન છે. જો કુલપ્રધાન હોત તો, હરિકેશબલ નામના માતંગને જુગુપ્સિત કુલ પ્રાપ્ત થયેલું છતાં વિશિષ્ટ તપ કરવાથી આવર્જિત થયેલા દેવતાઓ પણ તેની પર્યુપાસના કરતા હતા, જો કે તે મહાત્મા માત્ર બાહ્ય તપ કરનારા ન હતા, પરંતુ ક્ષમાદિભાવોની
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy