SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૫ । अथ यावत्याहारविहारयोर्युक्तत्वसामग्री तावती धर्मोपकरणेऽप्यबाधितेत्युपदर्शयति .. अणसणसहावजोगा जह असण अणसणन्ति जुत्तमिण जुत्तं तह वत्थाई सहावओऽतप्परिणयस्स ।२५।। (अनशनस्वभावयोगात् यथाऽशनमनशनमिति युक्तमिदम् । युक्तं तथा वस्त्रादि, स्वभावतोऽतत्परिणतस्य ॥२५॥) પરિહાર કરીને પણું સંયમપાલન શક્ય હોવાથી તે પરિગ્રહ તેઓ માટે સંયમે પકારક બનતો નથી તેથી તેઓને એ પ્રાપ્ત જ ન હોવાથી કલ્યાણકારી શી રીતે બની શકે ? ઈત્યાદિ અમે આગળ કહીશું. [આહારની માફક ઉપાધિ બિનજરૂરી હોવાની શંકા પૂર્વપક્ષ તમારા અનુમાનમાં તમે આહારને દષ્ટાન્ત તરીકે ઉલ્લેખ કરે છે એ યુક્ત નથી. જેમ પ્રકાશ પતંભ માટે પ્રદીપમાં તેલ પૂરવું પડે છે તેમજ એક સ્થાનેથી બીજે સ્થાને તેને લઈ જવો પડે છે તેમ શુદ્ધાત્મોપલંભ થાય એ માટે શરીરાદિના અનુરાગથી પ્રયુક્ત એવી અયુક્તતા (અસંગતિ) વિના કરાતી શરીર સંબંધી ભજન દિયા તથા ગમનાગમનક્રિયા યુક્ત છે. અર્થાત્ આહાર-વિહારપ્રવૃત્તિ કરવી યુક્ત છે, પ્રવચનસારમાં કહ્યું છે કે-આ લોકની ભોગસામગ્રીઓ વિશે નિરપેક્ષ અને પરલોક સંબંધી સુ વિશે પણ અપ્રતિબદ્ધ હોવાથી કષાયરહિત એ સાધુ યુક્તાહારવિહારવાળે થાય. અર્થાત્ નિર્દોષ-પ્રાસુક આહારવિહારવાળે થાય.” પણ ઉપધિની પ્રવૃત્તિ કંઈ શુદ્ધાત્મા પલંભમાટે આવશ્યક નથી કે જેથી એ આહારની જેમ વિહિત બને, અહી ખ્યાલ રાખવો કે કષાયરહિતતા હોવાના કારણે શરીરાદિ પરનો અનુરાગ ન હોવાથી શરીરના પાલનમાં દોષિત ભિક્ષાદિના સેવનરૂપ અયુક્તતાની નિવૃત્તિ થઈ શકે છે. | [ શુદ્ધાત્મ-ઉપલભ્ભમાં ધર્મોપકરણ પણ જરૂરી-ઉત્તર] ઉત્તરપક્ષ –જેમ પ્રકાશપલંભ માટે દીવામાં તેલ પૂરવું અને સ્થાનાંતર કરવું આવશ્યક છે તેમ પવન વિનાની જગાએ તેનું સ્થાપન કરવું પણ આવશ્યક છે જ. એજ રીતે ધર્મોપકરણનું યતના પૂર્વક ગ્રહણાદિ કરવું પણ શુદ્ધાત્મોપલભ માટે આવશ્યક હેિવાથી યુક્ત જ હોવાના કારણે આહારને દષ્ટાન્ત તરીકે ઉલેખ અગ્ય નથી. પૂર્વપક્ષ –શીતાદિથી શરીરનું રક્ષણ કરવા માટે વસ્ત્રાદિ ઉપાધિ રાખવામાં તે શરીર પર અનુરાગ પુષ્ટ થતો હોવાથી ઉપધિપરિગ્રહ અયુક્ત જ છે. જ્યારે ભોજનાદિની પ્રવૃત્તિ ભેજન, દેહ પાલન કરવા દ્વારા સંયમનું ઉપકારી છે. આવી બુદ્ધિથી જ થતી હોવાથી શરીરનુરાગનું કારણ બનતી નથી અને તેથી યોગ્ય છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy