SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધક્તાને વિચાર ____ तस्मात् परद्रव्यप्रवृत्तिर्न रागद्वेषजनकत या ध्यानप्रतिबन्धिकाऽपि तु विषयान्तरसञ्चारसामग्रीत्वेन । यत्र तु मुखवस्त्रिकादिप्रत्युपेक्षणादौ प्रवृत्तिरावश्यकादिध्याने न विरोधिनी प्रत्युत तदनुरोधिनी तत्र तयैवाध्यात्मशुद्धेः शुद्धात्मोपलम्भाद्भूयांसः सिद्धिमध्यासते स्मेति श्रूयते । कथं ? इतिचेत् ? तथाविधावश्यकादिक्रियाकालान्तर्भविष्णुश्रेणिसमापनयोग्य सूक्ष्मान्तर्मुहूर्तभाविना परमात्मलयेन मोहक्षयादिति गृहाण । કરવાનો સ્વભાવ હોવાથી જ રાગદ્વેષ વિના પણ તે સ્વભાવ પ્રવર્તે છે અને ભગવાન દેશના દે છે. વળી સૂર્ય ઊગવાથી કમલ વિકસિત થાય છે અને કુમુદ બીડાઈ જાય છે એટલા માત્રથી કંઈ સૂર્યને તે અંગે રાગ-દ્વેષ છે એવું મનાતું નથી તેમ દેશનાથી ભવ્ય જ બેધ પામે છે, અભવ્યો નહિ એટલા માત્રથી ભગવાન્ ને તેઓ પર રાગદ્વેષ છે એવું સિદ્ધ થતું નથી. આવું સમાધાન આપવા છતાં પણ તૃપ્ત ન થએલા દિગંબરો જે શંકા કરે છે કે રાગ વિના દેશના પ્રવૃત્તિ થઈ જ શી રીતે શકે? એનું પણ સમાધાન આ રીતે જાણવું. ફળાથીની પ્રવૃત્તિમાં જ રાગ પોતાનો ભાગ ભજવે છે. ફલન અથી પણ સિવાયની પ્રવૃત્તિ તો રાગ વિના પણ સંભવી શકે છે. ભગવાન ને પોતાની પ્રવૃત્તિથી ફળની ઈચ્છા તો હતી જ નથી કારણ કે પરમકારુણિક પુરુષો કેઈપણ જાતના ફળની ઈચ્છા વિના જ પ્રવૃત્તિ કરે છે. પરોપકાર પણ દ્વેષ (? રાગ) વિના સ્વભાવથી જ હોય છે એ અમે આગળ કહીશું. [આવશ્યકદિ પ્રવૃત્તિથી દયાનનું સંવર્ધન]. આમ પદ્રવ્યપ્રવૃત્તિ રાગ-દ્વેષજનક ન હોવાથી ધ્યાનની પ્રતિબંધિકા બનતી નથી. પ્રશ્ન : તો શું પરદ્રવ્ય પ્રવૃત્તિ ક્યારેય કોઈપણ રીતે ધ્યાનને અટકાવતી નથી? ઉત્તર : જ્ઞાનાદિવિરોધી એવા વિયાન્તરમાં મનને લઈ જવાવાળી પ્રવૃત્તિ જે હાથ ધરાય તો એ ધ્યાન પ્રતિબંધિકા બને છે એવું તો અમે માનીએ જ છીએ પણ જે પ્રવૃત્તિ વિષયાન્તરસંચાર કરાવનારી હોતી નથી તે તે ધ્યાન પ્રતિબંધિકા નથી જ. તેથી આવશ્યક (પ્રતિકમણુદિ)૫ ધ્યાનમાં વચ્ચે મુહપત્તિ પડિલહેણાદિની પ્રવૃત્તિ તેની વિધિની તે બનતી નથી કિન્તુ (વિષયની અનુસંધાયક હોવાથી) સહાયક જ બને છે. તેથી તે આ પડિલેહણાદિ પ્રવૃત્તિથી જ અધ્યાત્મશુદ્ધિ કરવા વડે ઘણાને શુદ્ધાત્મસ્વરૂપને ઉપલંભ થયો છે તેમજ તેનાથી મુક્તિ પ્રાપ્ત થઈ છે એવું શાસ્ત્રોમાં કહેલું મળે છે. પ્રશ્ન : આવી પ્રવૃત્તિથી અધ્યાત્મશુદ્ધિ દ્વારા શુદ્ધાત્મપતંભ શી રીતે થાય છે ? ઉત્તર : ક્ષપકશ્રેણિના આરંભથી પૂર્ણાહૂતિ સુધીને કાળ સૂફમઅખ્તમુહૂર્ત છે, જે આવશ્યાકાદિના કાળ કરતાં ઘણું નાનો હોય છે તેથી આવશ્યકાદિ કરતી વખતે વચ્ચે તેટલા કાળ માટે અત્યંત પરમાત્મલય આવી જવાથી મોહક્ષય થઈ જાય છે અને અધ્યાત્મશુદ્ધિ થવા દ્વારા શુદ્ધામે પલંભ થાય છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy