SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૬૩ बलापेक्षयापि हीनत्वमप्रयोजक, अन्यथा स्त्रीभ्योऽपि हीनबलाः पवादयः पुरुषा रत्नत्रयसाम्राज्ये सत्यपि न मुच्येरन् । 'हीनबलानां विशिष्टचर्यारूप चारित्रमेव न स्यादिति चेत् १ न, यथाशक्त्याचरणरूपस्य चारित्रस्य तेषामप्यविरोधात्, जिनकल्पादिविशिष्टसामर्थ्यविरहे ऽपि सिद्धेः प्रतिपादनाद्, आह च वादविकुर्वणत्वादिलब्धिविरहे श्रुते कनीयसि च । जिनकल्पमनःपर्यायविरहेऽपि न सिद्धिविरहोऽस्ति ।। इति । ननु नेदं युक्त तथाविधशक्तिविरहे चारित्रस्यानादरणीयत्वादिति चेत् ? नन्वेव जिनकल्पिकोऽपि क्षीणजङ्घाबलः सन् विराद्धचारित्रः स्यात् । 'शक्तिमनतिक्रम्य यतनया न तस्य चारित्रविराधने ति चेत् १ तदिदमन्यत्रापि तुल्यम् । तथा चागमः-६१जयणाइ वट्टियव्यं न हु जयणा भंजए अंग ॥ तिએવા હેતુથી પણ તેઓમાં ચારિત્રહીનતાનું અનુમાન કરી શકાતું નથી. કેમકે શૈક્ષ= નૂતન દીક્ષિત સાધુઓ પણ તેવા જ હોય છે, અને તેમ છતાં તેઓમાં એ હાનતાને અભાવ પણ સંભવિત હોવાથી તે હેતુમાં વ્યભિચાર આવે છે. તેમજ જે અનભિવંદ્ય હોય તે હીનચારિત્રી હોય એવી વ્યાપ્તિનું ગ્રાહક પણ કેઈ પ્રમાણ ન હોવાથી તેવું અનુમાન થઈ શકતું નથી. [[ બળહીનત્વહેતુ અપ્રાજક ] બળની અપેક્ષાએ સ્ત્રીઓમાં રહેલ હીનત્વ હેતુ પણ મુક્તિ અયોગ્ય વને સિદ્ધ કરવામાં અપ્રોજક છે નહિતર તે સ્ત્રી કરતાં પણ હીન બળવાળા લંગડા વગેરે પુરુષ રત્નત્રયની હાજરીમાં પણ મુક્ત થઈ શકશે નહિ “હીનબળવાળા જીવોને વિશિષ્ટચર્યારૂપ ચારિત્ર અસંભવિત હોવાથી મુક્તિ શી રીતે હોય? એવું ન કહેવું, કેમકે વિશિષ્ટ ચર્યારૂપ ચારિત્ર ન હોવા છતાં યથાશક્તિ આચરણરૂપ ચારિત્ર હોવામાં કઈ વિરોધ નથી. વળી જિનકલ્પાદિ અંગેના વિશિષ્ટ સામર્થ્યના અભાવમાં પણ મુક્તિ કહી હોવાથી હનબળીને પણ તે સંભવિત છે. કહ્યું છે કે “વાદલબ્ધિ, વિદુર્વણદિલબ્ધિ, જિનકલ્પ, મન:પર્યવજ્ઞાનનો અભાવ હોવા છતાં તેમજ કૃતજ્ઞાન અ૫ હોવા છતાં સિદ્ધિનો અભાવ નથી.” “તેવા પ્રકારની શક્તિના અભાવમાં ચારિત્ર આદરણીય જ હોતું નથી એવું કહીને આ વાતને અયુક્ત ન ઠેરવવી, કેમ કે તે તે પછી જિનકલ્પીને પણ જંઘાબળક્ષીણ થએ તે ચારિત્ર અનાદરણીય બની જવાથી એની વિરાધના થઈ જવાની આપત્તિ આવે. વળી “તેઓ શકિતનું ઉલ્લંઘન ન થાય એ રીતે યતનાથી પાલન કરતાં હોવાથી ચારિત્રવિરાધના થતી નથી.” એવું જે કહેશે તે એ વાત હીનબળી જી માટે પણ સમાન જ છે. આ ગામમાં પણ કહ્યું છે કે “જયણા પૂર્વક વર્તવું. જયણા અંગનો = ચારિત્રરૂપ શરીરને ભંગ = નાશ કરતી નથી.” १. उपदेशमाला-२९८ अस्य पूर्वार्ध:- कालस्स य परिहाणी संजमजोगाई नस्थि खित्ताइ । कालस्य च परिहाणिः संयमयोग्यानि न सन्ति क्षेत्रागि । यतनया वर्तितव्यं न खलु यतना भनक्त्यङ्गम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy