SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ wangu અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૭ परद्रव्ये रतिर्हि कायव्यापारमात्रपरिणामो वा संरक्षणानुबन्धि रौद्रध्यानं वा विवक्षितमायुष्मता ? नेदं पक्षद्वयं युक्तं, यतनया तदोषपरिहारात् , अन्यथा शरीरेऽपि तुल्ययोगक्षेमत्वात्, તદુfi- [વિશ૦માત્ર ર૦] "'सारक्खणाणुबन्धो रोदज्झाणन्ति ते मई होज्जा । तुल्लमियं देहाइसु पसत्थमिह तं तहेहावि॥" “संरक्षणं हि सर्वैर्मारणाद्युपायैस्तस्करादिभ्यो निजवित्तस्य सङ्गगोपनं, तस्यानुबन्धः सातत्येन चिन्तनं, तदायतनत्वाच्च वस्त्रादिकं शस्त्रादिवत् त्याज्यमिति" चेत् ? कथं तर्हि जलज्वलनमलिम्लुचश्वापदाहिविषकण्टकादिभ्यः संरक्षणानुबन्धस्य तौल्यादेहादयोऽपि देवानांप्रियस्य न त्याज्याः ? [પદ્રવ્યરતિના બંને વિકપમાં દેહ-વસ્ત્ર સામ્ય]. છેજેને તમે શુદ્ધાત્મતત્વવિરોધી માને છે એ પરદ્રવ્યરતિ” તરીકે તમને શું અભિમત છે? ધર્મોપકરણ અંગે કાયવ્યાપાર કરવામાવરૂપ પરિણામ કે તે ઉપકરણનું સંરક્ષણ કરવા અંગેના સતત ધ્યાનરૂપ રૌદ્રધ્યાન ? આ બન્નેમાંથી કેઈપણ માનવું યુક્ત નથી, કારણ કે યતનાપૂર્વક તે ક્રિયાઓ કરવાથી શુદ્ધાત્મતત્વવિરોધરૂપ દોષને પરિહાર થઈ જાય છે. નહિતર તે શરીર અંગેની હાથપગ હલાવવા વગેરે રૂ૫ ક્રિયા પણું પરવ્યરતિરૂપ થવાથી શુદ્ધાત્મતત્ત્વવિરોધી બની જવાના કારણે શરીર પણ ત્યાજ્ય બની જવાની આપત્તિ આવે. કહ્યું જ છે કે “પરદ્રવ્યના સંરક્ષણનું સતત ધ્યાન શૈદ્રધ્યાન હેવાથી ઉપાધિ ત્યાજ્ય છે એવા જે તમારો અભિપ્રાય હોય તે એ રોદ્રધ્યાન દેહાદિ વિશે પણ સમાન જ હેવાથી દેહાદિ પણ ત્યાજ્ય બની જશે. દેહાદિ વિશેની ક્રિયાઓ મોક્ષાથે હોવાથી પ્રશસ્ત છે એમ જે તમે માનતા હે તે ઉપાધિ અંગે પણ તેવું જ માને ને!” - રિદ્રિધ્યાનનું નિમિત્ત હોવાથી વસ્ત્રાદિ ત્યાજ્ય હેવાની શંકાને ઉત્તર]. પૂર્વપક્ષઃ જરૂર પડયે સામાને મારી ઠોકીને પણ પોતાના ધન વગેરેનું ચાર વગેરેથી રક્ષણ કરવું એ સંરક્ષણ છે. રક્ષણ શી રીતે કરવું તેને ઉપાયોનું નિરંતર ચિંતન તે સંરક્ષણાનુબંધ એટલે કે સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે. વસ્ત્રાદિ ઉપાધિ આ રૌદ્રધ્યાનનું (મૂળભૂત કારણ હોવાથી) “આયતન’ છે અને તેથી શસ્ત્રાદિની જેમ ત્યાય છે. હાથમાં તલવારાદિ હોય તે “કેઈ મારું ધન લૂંટવા આવશે તો આ તલવારાદિથી એનું ડોકું ઊડાવી દઈશ” વગેરે વિચાર આવે છે. આવું રૌદ્રધ્યાન અટકી જાય એ માટે મૂળથી જ જેમ તલવારાદિ રખાતા નથી અથવા રાખ્યા હોય તે પણ છોડી દેવાય છે તેમ ઉપાધિ હોય તો જ એના રક્ષણાદિના વિચારો આવતા હોવાથી એ રૌદ્રધ્યાનથી બચવા ઉપધિને જ ત્યાગ કરી દેવો જોઈએ. १. संरक्षणानुबन्धो रौद्रध्यानमिति ते मतिर्भवेत् । तुल्यमिदं देहादिषु प्रशस्तमिह तत्तथेहापि ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy