SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર "'जे पज्जएसु निरदा जीवा परसमयगित्ति निहिठा। आदसहामि ठिया ते सगसमया मुणेयव्वा [प्रव०स०२/२] त्ति । तथा च यथा यथाऽऽममात्रापेक्षिगी क्रिया तथा तथा चारित्रविशुद्धिरिति, सर्वथा लब्धाऽऽत्मलाभानां स्वान्तर्भावेनैव कर्त्तादिषट्कारकीभावकी रितं सिद्धानां समवस्थानरूप चारित्रमप्रत्यूहमित्याहुः ॥१४८।। अत्रोच्यते चरणरिउणो न जोगा अत्थसमाएण सव्यसंवरणं । सिद्धे तंमि सहावे समवट्ठाण ति सिद्धंतो ॥१४९॥ (चरणरिपवो न योगा अर्थसमाजेन सर्वसंवरणम् । सिद्धे तस्मिन् स्वभावे समवस्थानमिति सिद्धान्तः ।।१४९॥ જે સ્વભાવને નાશ માનીએ તે સ્વભાવવાન્ એવા આત્માને પણ નાશ થવાની આપત્તિ આવે. “પાકમાં મૂકેલા ઘડાના શ્યામ–સ્વભાવનો નાશ થવા છતાં ઘડાને નાશ થતો ન હોવાથી સ્વભાવ નાશમાં સ્વભાવવાનું ને અવશ્ય નાશ થાય એવો નિયમ નથી” એવું પણ કહેવું નહિ, કારણ કે ઘટત્વ સ્વભાવ નષ્ટ થએ તે ઘટ કયારેય ઉપલબ્ધ થતું ન હોવાથી અસાધારણ સ્વભાવના નાશમાં સ્વભાવવાન્ નો નાશ તે અવશ્ય માનવ જ પડે છે. ચારિત્ર પણ જીવને ગુણ હોવાથી જ્ઞાનાદિની જેમ અસાધારણ સ્વભાવ છે તેથી એના નાશમાં જીવન જ નાશ થઈ જવાની આપત્તિ આવતી હોવાથી સિદ્ધોને પણ તેને નાશ માની શકાય નહિ. તેથી સ્વભાવસમવસ્થાન રૂ૫ ચારિત્ર સિદ્ધાવસ્થામાં પણ અબાધિત જ છે. વળી બીજાઓ સ્વભાવસમવસ્થાનને અર્થ એવો કરે છે કે આત્મદ્રવ્યમાત્રમાં નિરત રહેવું... આને સ્વસમયપરિશીલન કહેવાય છે. પર્યાય પિતાનાથી ભિન્ન હોવાના કારણે “પર” હોવાથી એમાં નિરતજી પરસમયાકાન્ત કહેવાય છે.' કહ્યું છે કે “પર્યાયોમાં નિરતો “પરસમય” કહેવાય છે જ્યારે આત્મસ્વભાવમાં સ્થિત જેવો “સ્વસમય' જાણવા”. તેથી જેમ જેમ આત્મમાત્ર સાપેક્ષ ક્રિયા પ્રવર્તે છે તેમ તેમ ચારિત્રવિશુદ્ધિ થાય છે. જેઓએ આત્મસ્વભાવ સર્વથા પ્રાપ્ત કર્યો છે તેવા સિદ્ધોને પિતાનામાં સ્વભાવમાં અંતભૂત થઈ રહેનાર કર્તા વગેરે છ કારક ભાવથી શબલ એવું સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર અબાધિત રીતે હોય છે. ૧૪૮ કેટલાક આચાર્યોના આ મતને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે ચિગે ચારિત્રના પ્રતિપંથી નથી] ગાથાર્થ –કેગે ચારિત્રના વિરોધી નથી, તેમજ સર્વસંવર તે અર્થસમાજ=સ્વકારણસામગ્રીથી જ પ્રવર્તે છે. વળી સિદ્ધોને સ્વભાવસમવસ્થાન રૂપ ચારિત્ર કહેવું પણ યુક્ત નથી. કારણ કે “ચારિત્ર” સિદ્ધના સ્વભાવ તરીકે સિદ્ધ થાય છે તેમાં સમવસ્થાન રૂપ ચારિત્રની હાજરી સિદ્ધ થાય. ચારિત્રના પ્રતિપથી એવા ચારિત્રમેહના સહચારી હોવાથી યોગો ચારિત્રપ્રતિપંથી છે અને તેથી યોગનિરોધથી પરમચારિત્ર ઉત્પન્ન થાય છે એવું કહેવું યુક્ત નથી १. ये पर्यायेषु निरता जीवाः परसमयका इति निर्दिष्टाः । आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy