SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન કહ્યું છે કે “નવું દેરાસર બાંધવા કરતાંય જીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આઠ ગણે લાભ છે.” એમ, નવા ગ્રંથ રચવા કરતાં ય ક્યારેક જુના જીણું શીર્ણ પ્રાય થયેલા ગ્રન્થને પુનરુદ્ધાર કરવાને આનંદ વધુ હોય છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે રચેલ આ શ્રી અધ્યાત્મમત પરીક્ષા અન્ય પૂર્વે શ્રી દેવચંદ લાલભાઈ જન પુસ્તકેદાર ફંડ તરફથી વિક્રમ સંવત ૧૯૬૭માં પ્રતાકારે છપાય હતે. ગુજરાતી ભાવાનુવાદ સાથે આજે એને પુનર્મુદ્રિત કરતાં અમે અકથ્ય આનંદ અનુભવીએ છીએ. આજે એક ફરિયાદ શ્રી સંઘમાં સામાન્ય બનતી જાય છે કે પરચૂરણ કે અલ્પ ઉપયોગી એવું સાહિત્ય પુષ્કળ છપાયા કરે છે અને પછી રખડયા પણ કરે છે. બીજી બાજુ મુમુક્ષુ જિજ્ઞાસુ અધ્યેતાવર્ગને પોતપોતાના અધિકાર મુજબ ભણવા યોગ્ય, અભ્યાસ કરવા યોગ્ય જે સાહિત્ય જેટલી સુલભતાથી મળવું જોઈએ તેટલી સુલભતાથી તે મળતું નથી. થે ઘણું મળે તે પણ અશુદ્ધ મુદ્રણાદિ કારણે અભ્યાસીને મુંઝવણ કરાવે એવું હાય. ઉપરાંત જ્યાં સદ્દગુરુને યોગ જ મળવાની શકયતા ન હોય તેવા સ્થળમાં રહેલા અભ્યાસીઓને જટિલ સંસ્કૃત ભાષા અને દુઃસહ ન્યાય શૈલીના કારણે પણ ઘણી મુંઝવણને અનુભવ થાય છે. વળી એવા ય કેટલાક ગ્રન્થ છે કે જેને અભ્યાસ કરાવી શકે એવા સદ્દગુરુએ પણ આંગળીના વેઢે ગણાય એટલા જૂજ છે. આવી વિકટ પરિસ્થિતિમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજને આ અધ્યામમત પરીક્ષા' ગ્રન્થ સુંદર સંપાદન તથા ગુર્જર ભાવાનુવાદ સાથે અમારા શ્રી જ્ઞાન ખાતામાંથી પ્રકાશિત થઈ રહ્યો છે તે અમારી સંસ્થા માટે ઘણા ગૌરવની વાત છે. આજે સંઘમાં સારા સારા વક્તાઓ, લેખકે, પ્રભાવકો, પ્રવચનકારે, વ્યાખ્યાતાઓ, તપસ્વીઓ, સંયમીઓ વગેરે તે અનેકાનેક છે અને એ માટે જૈનસંધ ઘણું ગૌરવ લઈ શકે તેમ છે. પણ જૈનશાસનની અત્યંત મહત્વની મૂડી સમાન ગણાતા દર્શનપ્રભાવક આકર ગ્રન્થોના વિશિષ્ટ કક્ષાના અભ્યાસીઓ, અધ્યાપકે, સંશોધકોની ભારે ખેટ વર્તાઈ રહી છે તે ઘણા ખેદની વાત છે. પરંતુ આનંદની વાત એ છે કે આજે પણ એવા મહત્તવના ઉચ્ચકોટિના ગ્રન્થનું અધ્યયન-અધ્યાપન કરનારા થોડા ઘણા પણ મોજુદ છે જેના સુખદ પરિણામ રૂપે શ્રી સંઘને આવા ઉત્તમ કક્ષાના ગળે સરળ ભાવાનુવાદ વગેરે સહિત પ્રાપ્ત થઈ રહ્યા છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy