SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુતિવિચાર samanannnnnnnnnnnnnnnnnnowwwwwwwwwwananiuma પણ તમે જે કહ્યું, તે પણ ક્ષાયિકસમ્યફવ-કેવલજ્ઞાનાદિ અંગે જ જાણવું કારણ કે એ જ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક હોવાથી આવરાયેલ છે, ક્ષાપશમિક સમ્યકત્વ નહિ. તેથી અભવ્યાદિમાં ક્ષાપથમિક સમ્યકત્વને તે અભાવ જ હેવાથી તેઓને શક્તિથી પણ અંતરાત્મા કહી શકાય નહિ. [ ગુણસ્વભાવી અભવ્યાદિ પણ શક્તિથી અંતરાત્મા–ઉત્તરપક્ષJ ઉત્તરપક્ષ - ક્ષાપશમિક સમ્યક્ત્વને અન્તરાત્મપદપ્રવૃત્તિ નિમિત્ત માનવાની એ વાત બરાબર નથી. કારણ કે એમ હવામાં છવસ્થ ક્ષાયિકસમ્યગૃષ્ટિને અતરાત્મા કહી શકાશે નહિ. તેથી રાગસમાનાધિકરણ અથવા જ્ઞાનાવરણસભાનાધિકરણ સમ્યગ્દર્શનદિને જ અન્તરાત્મપદના પ્રવૃત્તિનિમિત્ત માનવા યુક્ત છે અને એ તો અવિરતક્ષાયિક સમ્યફલ્હી તેમજ અભવ્યાદિમાં પણ હાજર જ હોવાથી કેઈ આપત્તિ રહેતી નથી. સરાગસમ્યગ્દર્શન ૧૦ માં ગુણઠાણ સુધી જ હોવાથી ૧૧-૧૨ મા ગુણઠાણાવાળા આત્માઓને અંતરાત્મા તરીકે અસંગ્રહ થાય છે તેથી આદિ પદથી તેને સંગ્રહ સમજવો. - પૂર્વપક્ષ:- અભવ્યાદિમાં પણ આવરાયેલ ક્ષાયિકસમ્યફ હાજર હવામાં પ્રમાણ શું છે? ઉત્તરપક્ષ - આત્માની ગુણમયસ્વભાવતાની અન્યથાનુપપત્તિ જ સમ્યગ્દર્શનાદિ હવામાં પ્રમાણ છે. પૂર્વપક્ષ - આત્માને ગુણસ્વભાવવાળો જ માનવામાં શું પ્રમાણ છે? [ગુણસ્વભાવત્વસિદ્ધિનું અષ્ટસહસ્ત્રીકારકૃત પ્રતિપાદન ] ઉત્તરપક્ષ – આ બાબતમાં અષ્ટસહસ્ત્રકારે આ વાત નીચે પ્રમાણે સ્પષ્ટરૂપે કહી છે. “કેઈક આત્માને સંસાર અત્યંત નિવૃત્ત થાય છે કારણ કે તેના (સંસારના) કારણની અત્યંત નિવૃત્તિ અન્યથા અનુપ પન્ન રહે છે.” શંકા - સંસારના કારણની અત્યન્ત નિવૃત્તિ થાય છે એમાં પ્રમાણે શું? સમાધાન – મિથ્યાદર્શનાદિ સંસારકારણ છે એ વાત ઉભયમતસિદ્ધ છે. એ મિથ્યાદર્શનાદિ કેઈક જીવમાં અત્યન્ત નિવૃત્ત થાય છે કારણ કે એના વિરોધી સમ્યગુ દર્શનાદિ પરમપ્રકર્ષ પામે છે. જ્યાં જેના વિરોધીને પરમપ્રકર્ષ થાય છે ત્યાં તેની અત્યન્ત નિવૃત્તિ હોય છે. જેમકે જેની આંખમાં વિશિષ્ટ અંજનાદિને પરમપ્રકર્ષ થાય છે, તેની આંખમાંથી તિમિરાદિ રોગની અત્યન્તનિવૃત્તિ થાય છે. શંકા :- ૫ણ સમ્યગ્દર્શનાદિ મિથ્યાદર્શનાદિના વિરોધી છે એવું શી રીતે નિશ્ચિત થાય? સમાધાન :- સભ્યશનાદિના પ્રકમાં મિથ્યાદર્શનાદિનો અપકર્ષ દેખાતે હોવાથી એ નિશ્ચિત થાય છે. પ્રકર્ષ પામતું જે, જેને અપકર્ષ કરે તેનું તે વિરોધી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy