SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨ શીદશી યિા? “નજ્ઞનવરાત્ર’ | શ્રદ્ધાન-વાંધા-ન્ડનાશ્રવણમેવાનિમઃ (थोs) तद्भावमात्रेण (पृथग्भावमात्रेण १) व्यवस्थितापि वस्तुगत्यात्मन्यात्मनात्मतत्त्वसंवेदनरुपैकवस्तुतया प्रत्यस्तमितपृथग्भावा; कादिभावकर्मीरितात्मस्वरुप एव निविशमानं श्रुतनोश्रुतादिविभागाभावादेकरुपीकृतं गुणकरणाख्यक्रियाभावमनुसरतीतियावत् ॥३॥ [ચિત્તધનની પરિપાટી ] વળી ઈન્દ્રિયજય મનની શુદ્ધિથી થાય છે અને મનની શુદ્ધિ વેશ્યાશુદ્ધિથી થાય છે. અહીં લેશ્યા એટલે સર્વકમ પ્રકૃતિના નિષ્ણન્દભૂત=ઝરણારુપ (શાસ્ત્રાન્તરવર્ણિત) કૃષ્ણ-નીલાદિ દ્રવ્યના અત્યંત સંનિધનથી થયેલે આત્માને અશુદ્ધતમ અશુદ્ધતરઅશુદ્ધ-શુદ્ધ-શુદ્ધતર–શુદ્ધતમ પરિણામ. અશુદ્ધતમાદિ પરિણામમાંથી અશુદ્ધતરાદિ પરિણામે થવા એ વેશ્યાની વિશુદ્ધિ છે. મનની શુદ્ધિ માટે બીજે પણ ક્રમ છે. તે આ રીતે-અનિત્યવાદિ ભાવનાઓથી નિર્મમત્વ પરિણામ, તેનાથી સામ્ય પરિણામ, સામ્ય પરિણામથી રાગદ્વેષ પર જય અને રાગદ્વેષજયથી મનશુદ્ધિ. આ રીતે મનશુદ્ધિ આદિ કરવા દ્વારા જે જીવે આત્માને અધિકાર પ્રાપ્ત કર્યો હોય છે, તેવા જીવની (જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત) ક્રિયા એ જ ભાવ અધ્યાત્મ કહેવાય છે અને એ ક્રિયા, નામઅધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્યઅધ્યાત્મ કરતાં ઘણુ ચઢિયાતી હોય છે. [અધ્યાત્મસ્વરૂ૫ કિયાની ઓળખાણ પરમ અધ્યાત્મરૂપ આ ક્રિયા કેવી હોય છે? એના ઉત્તરમાં કહે છે–સમ્યગદર્શન -જ્ઞાન–ચારિત્રથી યુક્ત હોય છે. દર્શન શ્રદ્ધાન એટલે કે રુચિરૂપ છે, જ્ઞાન બોધાત્મક છે અને ચારિત્ર અનાશ્રવતારૂપ છે. તેથી એ ત્રણે પરસ્પર પૃથગૂ હોવા છતાં વાસ્તવમાં તે એ ક્રિયા આત્માથી આત્મામાં થતા આત્મતત્વના સંવેદનાત્મક એક વસ્તુરૂપ હોવાથી પૃથમ્ભાવ વિનાની છે. વળી આ ક્રિયા ગુણકરણ નામના દિયાભાવને અનુસરે છે. આશય એમ છે કે જીવભાવકરણ બે પ્રકારનું છે–ગુણકરણ અને મુંજનાકરણ. એમાંથી ગુણકરણ પણ બે પ્રકારનું છે–ઋતકરણ અને શ્રુતકરણ. નેશ્રુતકરણ એટલે તપ અને સંયમ. જ્યારે શ્રુતકરણ-શ્રુતકરણાદિ વિભાગની વિવક્ષા હોતી નથી, ત્યારે એ અધિકૃત ક્રિયા સામાન્યથી ગુણુકરણ જ કહેવાય છે. ગુણકરણ નામને આ ક્રિયાભાવ (સ્વભાવ) કત્વ-ભેતૃત્વ આદિ ભાવોથી શબલ એવા આત્મસ્વરૂપમાં અન્તર્ગત જ હોય છે. અર્થાત્ ઈતરદર્શનકલ્પિત પુષ્કર પલાશની જેમ નિર્લેપત્વ – અકતૃત્વ વગેરે સ્વરૂપવાળા આત્માને આ ભાવ સંભવિત નથી. ૩ ૧. આવશ્યકનિર્યુક્તિ ગાથા નં. ૧૦૧૯ માં કરણના નિક્ષેપ છે. એમાં છવભાવકરણના આ રીતે ભેદ કહ્યા છે. છવભાવકરણના ૨ પ્રકાર (૧) શ્રુતકરણ (૨) નેશ્રુતકરણ. એમાં ને શ્રુતકરણના પણ ૨ પ્રકાર ગુણકરણ અને યુજનાકરણ. છતાં ગ્રન્થકારે ગાથા નં. ૧૨૬માં આવા વિભાજનની વિવક્ષા રાખી છે તેથી અહીં આમ લખ્યું છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy