SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર ૩ર૩ मौदारिकस्य तथात्व', विशेषणत्वेऽपि संहननोपष्टब्धस्य तस्य परेणापि धातुमत्त्वाभ्युपगमात् , तत्पर्यायपरित्यागेन पर्यायान्तरापत्तेरेव केवलमभ्युपगमात् । अस्तु वौदारिकत्वावच्छिन्न प्रत्येवाहारपुद्गलत्वेन हेतुता लाघवात्तथापि परमौदारिकं कवलाहारापेक्षस्थितिकमेवेति सिद्धम् । ११६।। अथ कवलाहारस्वीकारे केवलिनां तज्जन्यमतिज्ञानोत्पत्ति परिहरतिण य मइणाणपसत्ती कवलाहारेण होइ केवलिणो । पुप्फाईअं विसय अण्णह घाणाइ गिहिज्जा ॥११७॥ (न च मतिज्ञानप्रसक्तिः कवलाहारेण भवति केवलिनः । पुष्पादिक विषय अन्यथा घ्राणादि गृह्णीयात् ॥११७॥ અવસ્થામાં ધાતુવિનાનું હોય તે પણ ધાતુવાળું કહી શકાય છે અને તેથી કવલાહારસાપેક્ષ જ હોય છે. વનસ્પત્યાદિનું શરીર તે ક્યારે ય ધાતુવાળું ન હોવાથી “ધાતુથી ઉપલક્ષિત પણ હોતું નથી. તેથી એ કવલાહાર સાપેક્ષ ન હોવામાં પણ કેઈ વ્યભિચાર નથી. આમ અમારા અનુમાનને પરિષ્કૃત આકાર આ છે – “પરમીદારિક શરીર કવલાહારસાપેક્ષ હોય છે, કારણ કે ધાતુથી ઉપલક્ષિત હોય છે, જેમકે ધસ્થ મનુષ્યનું શરીર.” શરીરમાં સિદ્ધ થએલ કવલાહારસાપેક્ષતાને તેની સ્થિતિમાં ઉપચાર કરી સ્થિતિને પણ કવલાહારસાપેક્ષ જાણવી. વળી આ વાત પણ તમે પરમારિક શરીરને ધાતુરહિત માને છે એ વાતને અભ્યાગમ કરીને ધાતુને ઉપલક્ષણ તરીકે લઈને કરી છે. બાકી ખરેખર તેરમે ગુણઠાણે તમે પણ સંઘયણનામકર્મને ઉદય માન્ય છે એ જ જણાવે છે કે પરમૌદારિક શરીર પણ સંઘયણ પછબ્ધ હોવાથી અસિથવગેરે ધાતુઓથી યુક્ત જ હોય છે. તેમ છતાં પૂર્વના વર્ણાદિ પર્યાય કરતાં અતિશયિત વર્ણાદિવાળું થયું હોવાથી જ પરમીદારિક તરીકે મનાય છે. તેથી ધાતુમ7ને વિશેષણ તરીકે લઈએ તે પણ તેમાં કવલાહારસાપેક્ષતા તે સિદ્ધ થાય જ છે. અથવા તે વનસ્પત્યાદિ દરેક દારિક શરીર પણ સમાવિષ્ટ થઈ જાય એ કાર્યકારણુભાવ માનવામાં લાઘવ હોવાથી સામાન્યથી દારિક શરીર પ્રત્યે ભલે માત્ર આહારપુગલોને જ હેતુ માનવામાં આવે, તે પણ પરમૌદારિક શરીર તે ઔદારિક કાર્યવિશેષરૂપ હોવાથી કવલાહારરૂપ આહાર પુદ્ગલવિશે ને તેનું કારણ માનવું જ પડશે–એવું પૂર્વોક્ત યુક્તિથી સિદ્ધ જ જાણવું. ૧૧દા કેવળીઓને કવલાહાર માનવામાં રસનેન્દ્રિય સાથે રસપુદગલોને સંપર્ક થવાથી મતિજ્ઞાન પ્રવર્તશે” એવી પરવારીની શંકાને પરિહાર કરતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ - કવલાહાર કરવામાં ઈન્દ્રિય સાથે વિષયને સંબંધ થતો હોવા માત્ર થી કંઈ કેવળીઓને મતિજ્ઞાનોત્પત્તિ કહી શકાતી નથી. નહિતર તે સમવસરણમાં રહેલ પુષ્પાદિના ગંધ પુદ્ગલોને પણ ધ્રાણેન્દ્રિય સાથે સંબંધ થતો હોવાથી એનું પણ ગ્રહણ (જ્ઞાન) કરવારૂપ મતિજ્ઞાન થવાની આપત્તિ આવશે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy