SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ રેટર અધ્યાત્મમત પરીક્ષા ક્ષે. ૧૧ કર્મોને ભેગ વિના પણ તેવા તેવા શુભ ભાવથી ક્ષય થઈ જાય છે એવું માનવામાં તે અધ્યવસાયવિશેથી સર્વ વિચિત્ર અદષ્ટને ક્ષય પણ ઉપપન્ન થઈ જાય છે. માટે કાયવૂહાદિની કલ્પના અપ્રમાણિક છે આ રીતે આગળ પણ વિચારવું. પૂર્વપક્ષ -છતાં કર્મોની અપવર્ણના વગેરે માનવામાં આપત્તિ એ આવે છે કે જે દીર્ઘ સ્થિતિવાળું કર્મ બાંધ્યું હતું તે ભોગવવું પડતું નથી અને નહિ બાંધેલું પણ અલ્પસ્થિતિક કર્મ (કે જે લાંબી સ્થિતિ ઘટીને ટૂંકી સ્થિતિવાળુ બન્યુ છે તે) ભોગ વવું પડે છે. અર્થાત્ અપવર્તાનાદિ માનવામાં કૃતનાશ-અકૃતાગમાદિ દોષ આવે છે. [અપવત્તનાદિ માનવામાં કૃતનાશાદિ દોષ નથી ઉત્તરપક્ષઃ-ઉપકાન્ત-અનુપક્રાન્ત કર્મને પણ અનુભવ તે કર જ પડે છે તેથી કૃતમાશ દોષ નથી અને જે કર્મને પોતે ભોગવે છે તે પિતાનું બાંધેલું હોવાથી અકતાગમ દોષ પણ નથી. પૂર્વપક્ષ –છતાં જેવા બાંધ્યા હોય છે તેવા જ (સ્થિતિ–રસાદિ) સ્વભાવવાળા કર્મહલિકનો ભોગ ન હોવાથી એ દોષ ઊભા જ છે. કર્મોને સાથોસાધ્ય રેગની ઉપમા]. ઉત્તરપક્ષ –જેમ સાધ્ય રોગ પિતાને પ્રાદુર્ભાવ થાય ત્યારથી જ સાધ્ય હોય છે, પહેલાં અસાધ્ય તરીકે ઉત્પન્ન થયા પછી એ સાધ્ય બની જાય છે એવું હેતું નથી તેમ ઉપક્રમણય કર્મ પણ જ્યારે બંધાયું હોય ત્યારે જ ઉપક્રમણીય સ્વભાવવાળું બંધાયું હોય છે અને એ રીતે ઉપકમ દ્વારા જ એ ભેગવાતું હોવાથી કોઈ દોષ નથી. કહ્યું છે કે “શંકા-કર્મ જેવું બંધાયું હોય તેવું નહિ અનુભવવામાં અકૃતાગમાદિ દોષે છે. સમાધાન –તે જીવ વડે તે કર્મ સાધ્ય રોગની જેમ ઉપકમણીય સ્વભાવવાળું જ બંધાયું હોય છે અને તેવું જ ગવાય છે તેથી એ દોષ નથી.” પૂર્વપક્ષ :–અમુક રોગ સાધ્ય છે અને અમુક અસાધ્ય છે એ વિવેક જ શી રીતે કર? એમ કર્મોમાં પણ ઉપક્રમને વેગ્ય-અયોગનો વિવેક શી રીતે કરવું ? ઉત્તરપક્ષ - એ માટે ભાષ્યકારે કહ્યું છે કે “જેને ચિકિત્સાદિરૂપ ઉપક્રમ ન લાગે તે લાંબા કાળ સુધી ભેગવવા વડે જ નાશ પામે અને ઉપક્રમ લાગે તો અ૮૫કાળમાં જ ક્ષીણ થઈ જાય તે સાધ્યરોગ જાણવો. પરંતુ જે રોગ કાલ=મરણથી જ નાશ પામે ગમે એટલા ઉપાયો કરવા છતાં એ પૂર્વે નાશ ન જ પામે એ અસાધ્ય જાણુ. એ રીતે જ કર્મ પણ જે સાધ્ય હોય છે તે બંધકાળે ઉપક્રમ સાપેક્ષ જ બંધાયું હોય છે, પણ જે ઉપકમ સામગ્રી મળે નહિ તે પોતાના સંપૂર્ણ કાળે ભુક્તિથી જ નાશ પામે છે અને સામગ્રી મળે તે એ પહેલાં પણ નાશ પામી શકે છે. અને જે અસાધ્ય હોય છે તે તે બંધકાળે જ નિકાચિત-અનુપકમય જ બંધાયું હોય છે અને તેથી સેંકડો ઉપક્રમ લાગવા છતાં પિતાના ભાગના પરિપૂર્ણ કાળ પૂર્વે નાશ પામતું નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy