SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ અધ્યાત્મમતપરીક્ષા . ૯ ५सज्झ तिगिच्छमाणो रोग रागी ण भण्णए विज्जो । मुणमाणो अ असज्झ सेहयतो जह अदोसो ॥ तहभव्वकम्मरोग नासंतो रागव' न जिणविज्जो । ण य दोसी अभव्वासज्झकम्मरोग णिसेहतो ।। "मोत्तुमजोग्ग जोग्गे दलिए रूव करेइ रूआरो । ण य रागदोसिल्लो तहेव जोग्गे विबोहंतो । त्ति । પૂવપક્ષ –“આવા કર્મો ખપાવવાનું પ્રયોજન ઉભું છે એમ તમે કહો છો તે શું કેવળી ભગવાન કૃતકૃત્ય થયા જ નથી ? [ અભવ્યોને પ્રતિબોધ ન થવામાં સ્વદોષ જવાબદાર ] ઉત્તરપક્ષ - રાગદ્વેષને કેવળીઓએ હણી નાખ્યા હોવાથી રાગદ્વેષ વિનાના હોવા રૂપ કૃતકૃત્યત્વ તેઓમાં હોય જ છે. અને ભવ્યાદિ જીવો પર રાગદ્વેષ ન હોવા છતાં પણ સ્વભાવથી જ તેઓ પરમ હિતને ઉપદેશ આપે છે. તેમ જ તે ઉપદેશથી પોતાના અને શ્રોતાઓના તેવા સ્વભાવના કારણે યોગ્ય જીવોને જ પ્રતિબોધ થાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે “જેમ પોતાને ઉપકારી નહિ એવા પણ લોકો પર ઉપકાર કરવાનો સૂર્યને પ્રકાશક સ્વભાવ છે તેમ કેવળીને પણ અનુપકારી એવા પણ “પર” ને ઉપકાર કરવાને પરમપિતદેશકવરૂપ સ્વભાવ હોય છે. વળી શું સૂર્યને કમલ કે કુમુદ પર રાગદ્વેષ છે ? જેથી તે કમલોને જ વિકસિત કરે છે, અને કુમુદને સંકે છે? ના, પરંતુ સૂર્યકિરણસ્પર્શથી કમલ જ વિકસિત થાય છે અને કુમુદ તો બીડાય જ છે આ બધે સૂર્યને તેમજ કમલ-કુમુદોને સ્વભાવ જ છે. તેમ શ્રી જિનેશ્વર દેવરૂપી સૂર્યથી ભવ્ય જ બેધ પામે છે, બીજા નહિ, તે પણ શ્રી જિનેશ્વરદેવ તેમ જ તે તે જીવને તે તેવો સ્વભાવ જ જાણ, શ્રી તીર્થકરને તેઓ પર રાગદ્વેષ છે તેવું નહિ. અથવા જેમ પ્રકાશધર્મને સામાન્યથી જ સહન ન કરી શકવા રૂપ દેશના કારણે ઘુવડાદિને ઉદય પામેલે પણ સૂર્ય અંધકારરૂપે જ પરિણમે છે, એને પ્રકાશ થતું નથી તેમ જિનસૂર્ય ગમે એટલો પ્રકાશવા છતાં અભવ્યોને પિતાના દૂષિત સ્વભાવના કારણે તત્વપ્રકાશ થતો નથી. તેથી તેઓ પર તીર્થકરને ષ છે એવું તે સિદ્ધ થતું જ નથી. વળી વૈદ્ય પણ સાધ્યરોગવાળા રોગીની જ દવા કરે છે, અસાધ્ય રોગવાળાની દવા જ કરતો નથી-પહેલેથી જ નિષેધ કરે છે, છતાં એ સાધ્ય રોગી પર રાગી છે અને ઈતર પર હેવી છે એવું કહેવાતું નથી. તેમ ભવ્યજીવોના કર્મરોગને સાધ્ય જાણીને તેઓના માટે જ દેશના દેતા ભગવાન્ અસાધ્ય કર્મરોગવાળા અભવ્યજીને નિષેધ કરતાં રહેવા ५. साध्य चिकित्सन् रोग रागी न भण्यते वैद्यः । जानंश्चासाध्य निषेधन् यथाऽदोषः ।। १. तथा भव्यकर्मरोग नाशयन् रागवान्न जिनवैद्यः । न च द्वेष्यभव्यासाध्यकर्मरोग निषेधन् । ७. मोक्तुमयोग्य योग्ये दलिके रूप करोति रूपकारः । न च रागद्वेषवांस्तथैव योग्यान् विबोधन ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy