SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિક્તિવિચાર ઉપ૧ अथ भगवतां वेदनीय दग्धरज्जुस्थानिकमित्यनादिप्रवादप्रसिद्धमस्ति, न च तादृशमपि जठराग्निप्रज्वालनायालमिति कथ' कवलाहारयोग्यं ? इति चेत् ? न, तद्दग्धरज्जुस्थानिकत्वप्रवादस्याऽप्रामाणिकत्वात् , तदुक्त सूत्रकृताङ्गवृत्तौ-यदपि दग्धरज्जुस्थानिकत्वमुच्यते वेदनीयस्य तदप्यनागमिकमयौक्तिकं च । आगमे ह्यत्यन्तोदयः सातस्य केवलिन्यभिधीयते । युक्तिरपि घातिकर्मक्षयाद् ज्ञानादयस्तस्याभूवन् , वेदनीयोद्भवायाः क्षुधः किमायात येनासौ न भवति ! न तयोछायाऽऽतपयोरिव सहानवस्थानलक्षणो विरोधो, नापि भावाभावयोरिव परस्परपरिहार लक्षणः कश्चिद्विरोधोऽस्तीति, सातासातयोश्चान्तर्मुहूर्तपरिवर्त्तमानतया यथा सातोदय एवमसातोदयोऽपीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुद्वेदनीयोद्भवा पीडा च भवत्येव, न चाहारग्रहणे किश्चित्क्षुयते केवलामाहोपुरुषिकामात्रमेवेति ।। [વેદનીયના ઉદયમાં કવલાહાર અબાધિત]. અશાતા વેદનીયાદિ અશુભ પ્રકૃતિએ અ૫દુઃખદ હોય છે એવું જે કહ્યું છે એને અર્થ કંઈ એવો નથી કે પ્રક્ષેપાહાર આવશ્યક બને એવી ભૂખ લગાડવામાં પણ એ અસમર્થ હોય છે. કારણ કે દુઃખની અલ્પતા આર્તધ્યાનાદિને પ્રતિપંથી હોવા છતાં પ્રક્ષેપાહારને કંઈ પ્રતિપંથી નથી જ. દુઃખા૫તા ને પ્રબળ જઠરાગ્નિ સાથે વિરોધ છે એવી વાત ક્યાંય સિદ્ધ નથી કે જેથી તેની હાજરીના કારણે પ્રબળજઠરાગ્નિ જ ન હોવાથી પ્રક્ષેપાહાર પણ હેત નથી એવું માની શકાય. [વેદનીય કમ દશ્વરજજુસ્થાનિક હેવાનો પ્રવાદ અને તેની અપ્રમાણિકતા] પૂર્વપક્ષ-કેવળીઓને વેદનીય કર્મ બળેલા દોરડા જેવું હોય છે–અર્થાત્ જેમ દગ્દરજજુ બંધનાદિ રૂપ સ્વીકાર્ય કરવામાં સમર્થ હોતું નથી તેમ કેવળીઓનું વેદનીયકર્મ પણ પ્રબળભૂખાદિ લગાડવારૂપ સ્વકાર્ય કરવામાં અસમર્થ હોય છે એવું અનાદિ. કાલીન પ્રવાદથી સિદ્ધ છે. તેથી દગ્દરજજુ જેવું તે પ્રબળજઠરાગ્નિને ઉત્પન્ન કરવામાં સમર્થ જ ન હોવાથી કવલાહારને યોગ્ય શી રીતે બને? ઉત્તરપક્ષ દશ્વરજજુ સ્થાનીય પ્રવાદ અપ્રમાણિક હોવાથી કેવલીઓને વેદનીય. કર્મ કવલાહાર ગ્ય હોય શકે છે. શ્રીસૂત્રકૃતાંગની વૃત્તિમાં કહ્યું છે કે–વેદનીયકમ દગ્ધરાજ જેવું હોય છે એ કથન પણ અનાગમિક અને અયૌક્તિક છે. કારણકે આગમંમાં તો કેવળીઓને શાતાનો અત્યન્ત ઉદય કહ્યો છે. ઘાતકર્મોનો ક્ષયથી તે જ્ઞાનાદિ ઉત્પન્ન થાય, તેમાં વેદનીયજન્ય ભૂખને શું લાગે વળગે? કે જેથી એ પલાયન થઈ જાય! જેમ છાયા અને તડકાને એક સાથે એકત્ર ન રહેવા રૂપે સહાનવસ્થાન વિરોધ છે અથવા જેમ ભાવ અને અભાવને પરસ્પર પરિહાર રૂ૫ વિરોધ છે તેવો કેવલજ્ઞાન અને ભૂખને કંઈ વિરોધ નથી. વળી શાતા-અશાતા વેદનીયકર્મ અંતમુહર્તાઅંતમું પરાવર્તન પામતા હોવાથી જેમ શાતાને ઉદય કેવળીઓને હોય છે તેમ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy