SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ અધ્યાત્મમત પરીક્ષા કલો, હર युक्तमुत्पश्यामः । अपि च सातासातयोरौदायिकयोः केवलिनामनभ्युपगमे तीर्थकरनामकर्मापि विफलं प्रसज्येत । अथ जीवविपाकतया यावज्जीवगतमेव सुख जनयति न तु देहगतमिति चेत् ? न, चेतनधर्मत्वेन तस्य देहगतत्वाऽसिद्धः । 'देहानपेक्षत्वमेव तदर्थ इति चेत् ? न तस्यापि भगवदेहापेक्षत्वात् , 'इन्द्रियविषयसंयोगानपेक्षत्व तदर्थ' इति चेत् ? तदनपेक्षस्य तं विनोत्पत्ति कः प्रतिषेधति ? न चौदायिकत्वमान्द्रयकत्वव्याप्तमस्ति ॥९२।। રતિ છે અને એમ રતિના અભાવે જે દયિક ભાવ પ્રવર્તે છે એ જ અરતિ છે. રિતિમોહનીય અને અરતિમોહનીય પ્રકૃતિએ પરાવર્તમાન હવાથી એક દબાય તો જ બીજી પ્રવર્તે છે અથવા એક પ્રવર્તે તે બીજી અવશ્ય દબાય જ છે.] આમ મૌદયિક સુખ-દુઃખ રતિ-અરતિરૂપ જ થઈ જવામાં તે તેઓના જનક તરીકે પણ મેહનીય કર્મને જ માનવું પડવાથી વેદનીય કર્મને પૃથગ માનવાનું રહેશે નહિ. આમ કેવળી ને સુધા વિગેરે વેદના માની લેવાની આપત્તિરૂપ વીંછીના ભયથી “રતિ–અરતિના અભાવમાં ઔદયિક સુખ-દુઃખ હોય જ નહિ એવું માનવા રૂપ ભાગવાની ક્રિયા કરવા જતાં તમારો “વેદનીયકર્મ જ ન માનવા રૂપ સ્પષ્ટ સિદ્ધાન્ત બાધ આવી પડવાથી આશીવિષસર્પના મુખમાં પ્રવેશ થઈ જવા જેવું થયું. વળી રતિનો નાશ કરવા દ્વારા જ દુઃખ પ્રવ7 (અર્થાત્ દુઃખ રતિને નાશ કરે જ) એવો નિયમ પણ નથી, કારણ કે જે પહેલેથી દુખી છે તેને રતિ ન હોવાના કારણે જ રતિનાશ પણ અસંભવિત હેવા છતાં અધિક દુઃખ પ્રવર્તે જ છે. તેથી જ સ્વતંત્ર રીતે (નહિ કે રતિ-અરતિને દબાવવા દ્વારા) ઉત્પન થતાં સુખદુખ જ અરતિ–રતિના નાશક છે એવું પણ નથી પરંતુ તે સુખદુઃખજન્ય રતિ-અરતિ જ અરતિ–રતિના નાશક છે એવું માનવુંયુક્ત લાગે છે. [તીથ કરનામકર્મ પણ નિષ્ફળ થવાની આપત્તિ] વળી કેવળીઓને ઔદયિક સુખદુઃખ ન માનવામાં તે તીર્થંકરનામકર્મ પણ નિષ્ફળ થવાની આપત્તિ આવશે કારણ કે એ પણ અષ્ટ પ્રાતિહાર્યાદિની શોભા વગેરે રૂ૫ સુખ આપવાનું સ્વીકાર્ય કરી શકશે નહિ. પૂર્વપક્ષ તીર્થંકરનામ કર્મ તે જીવવિપાકી હોવાથી જીવમાં જ પોતાના વિપાકભૂત સુખને ઉત્પન્ન કરે છે, દેહગત સુખને નહિ, તેથી કેવળી અવસ્થામાં પણ તેવા આ મગત સુખને વિરોધ ન હોવાથી જિનનામકર્મ નિષ્ફળ થવાની આપત્તિ નથી. [ કેઈ પણ સુખ આત્મગત જ હેય] ઉત્તરપક્ષ -એમ તો કેઈપણ સુખ જીવને જ ધર્મ હોવાથી આત્મગત જ હોય છે, દેહગત નહિ. તેથી દેહગત સુખ જ અસિદ્ધ હોવાથી “જિનનામકર્મ આત્મગત સુખને ઉત્પન્ન કરે છે, દેહગતસુખને નહિ” એમ કહેવું જ અયુક્ત થઈ જશે. - પૂર્વપક્ષ દેહગતત્વ="દેહમાં ઉત્પન્ન થવું તે' એવું અમે કહેવા માંગતા નથી કે જેથી સુખ ચેતનધર્મ હોવાથી તેમાં દેહગત અનુપપન થવાની આપત્તિ આવે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy