SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૬૮ यथा ह्यानन्तर्येण फलसाधकत्वाद्भाव आदरणीयस्तथा पारम्पर्येण फलसाधकत्त्वाद्रव्यमपि तथा, अन्यथा चक्रभ्रमण एव बद्धोत्साहाः कुलालाः कलशार्थ' मृत्पिण्डदण्डचीवरखण्डादीनपि नाद्रियेरन् । 'प्राच्यवशायामेव तदादरण नाग्रिमदशायामिति' चेत् ? तदेव विषयभेदनियम कालभेद' कः प्रतिक्षिपति, द्रव्यानादरवासनाया एव देवानांप्रियस्य पराकरणीयत्वात् । न च तत्कालानादरणीयत्वादनादरणीयत्व' नाम, अतिप्रसङ्गात् । अथ भावार्थितयैव द्रव्यस्यादरण, न तु द्रव्यार्थितया भावस्येत्यस्ति विशेष इति चेत् ? किमत्र क्रियतां ! कार्यार्थितयैव कारणस्याऽऽदरणात् । ___अथ परमभावदर्शिनो निश्चयनयमाद्रियमाणा भावमेवाद्रियन्तेऽपरमभावगतास्तु व्यवहारमाद्रियमाणा द्रव्यमपि । तदुक्त समयसारे [દ્રવ્ય પણ આદરણીય] અનન્તરફળસાધક હેવાથી જેમ ભાવ આદરણીય છે એમ દ્રવ્ય પણ પરંપરાએ. ફળસાધક હોવાથી આદરણીય જ છે, ઉપેક્ય નથી. નહિતર તે ચક્રભ્રમણ પછી જ ઘટોત્પત્તિ થતી હોવાથી કુંભારોએ ચક્રભ્રમણને જ આદરણીય માનવું પડશે મૃપિંડ, દંડાદિ તે પરંપરાએ ઉપયેગી બનતા હોવાથી તેઓને આદર કરવાનું રહેશે નહિ, શંકા :-ચક્રભ્રમણાત્મક કાર્યને પૂર્વ કાળમાં જ દંડાદિ આવશ્યક હોવાથી ત્યારે તે એને આદર કરવાને જ હોવાથી તેઓ સાવ અનાદરણીય છે એવું અમે પણ કહેતાં જ નથી. પણ ઘટાદિ રૂપ મુખ્ય કાર્ય વખતે તે તેઓ આવશ્યક ન હોવાથી અનાદરણીય જ છે. સમાધાન -આ રીતે વિષયભેદનિયામક તરીકે કાળભેદન કોણ ઈન્કાર કરે છે? અર્થાત્ પૂર્વકાળે દ્રવ્ય આદરણીય છે અને ઉત્તરકાળે ભાવઆદરણીય છે એવું તે તે વિષયનું નિયમન કાળ કરે છે એ અમને પણ સંમત જ છે, પણ દ્રવ્ય સર્વથા અનાદરણીય જ છે એવી જે વાસના મૂરખને બેઠેલી છે તેને જ અમે તે પ્રતિકાર કરીએ છીએ. અમુકકાળે અનાદરણીય હવા માત્રથી કંઈ તે તે વસ્તુ સર્વથા અનાદરણીય બની જતી નથી. નહિતર તે પૂર્વકાળમાં ભાવ પણ અનાદરણુય હોવાથી એ પણ અનાદરણીય જ બની જવાના કારણે ઉત્તરકાળે પણ અનાદરણીય માનવાને અતિપ્રસંગ આવે. શંક :–છતાં દ્રવ્યને આદર તે ભાવ માટે જ કરાય છે જ્યારે ભાવને આદર કંઈ દ્રવ્ય માટે કરાતો નથી. તેથી ભાવમાં આટલી વિશેષતા છે જ. સમાધાન : એમાં આપણે શું કરી શકીએ? હમેશા કાર્ય માટે જ કારણની અપેક્ષા હોય છે, કારણ માટે કાર્યની નહિ. પણ એટલા માત્રથી કંઈ કારણ સર્વથા અનાદરણુય બની જતું નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy