SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૬૭ यत्तु निरुपचरितविषयस्वरूप निश्चयस्य बलवत्त्वमुपचरितविषयत्वरूप च व्यवहारस्य दुर्बलत्वमिति परेषां मत तदापातरमणीयमित्युपदिदर्शयिषुराह- जमणुवयारोवि बल कस्सइ णेगंतियं हवे तंपि । एगस्स मुक्खभावे णियमा अवरोक्यारोत्ति ॥६७॥ (यदनुपचारोऽपि बल कस्यचिन्नैकान्तिक भवेत्तदपि । एकस्य मुख्यभावे नियमादपरोपचार इति ।।६७।।) यैः खल्वनुपचरितविषयत्वरूप निश्चयनयस्य बलमावेद्यते तैर्व्यवहारनयस्यापि तत्स्वीकर्तव्यमेव, निश्चयमुख्यतायां व्यवहारोपचारवद्वयवहारमुख्यतायां निश्चयोपचारस्यापि संभवात् । न हि निक्षेपचतुष्टयनियतानां शब्दानामेकतरपक्षपातो विवक्षां विना संभवी । 'सकलनय નિશ્ચયનયનું વાકય જ કંઈ સકલાદેશ નથી, પણ પ્રમાણ વાક્ય જ સકલાદેશ છે. જે વાક્યમાં અભેદવૃત્તિની પ્રધાનતા હોય તે વાક્યમાં સકલાદેશત્વ આવતું હોવાથી અભેદવૃત્તિ સકલાદેશવને નિયામક છે. અને તે અભેદવૃત્તિનું પ્રતિસંધાન નિશ્ચયનય કરાવે છે તેથી વાક્યમાં પરંપરાએ પ્રામાણ્ય લાવનાર હોવાથી એ પ્રમાણ તરીકે ઉપચરિત થાય છે. વ્યવહારનય તે એ રીતે પરંપરાએ પણ નિયામક બનતો ન હોવાથી ઉપચારથી પણ પ્રમાણુ કહેવાતું નથી. દવા નિશ્ચયનય ભાવને જ માનતો હોવાથી જેને સાધુ તરીકે માને છે તે હકીકતમાં સાધુ હોવાથી તેણે તેમાં સાધુતાને ઉપચાર કરવો પડતો નથી. આમ નિશ્ચયનયનો વિષય નિરુપચરિત હોય છે. જ્યારે વ્યવહારનય તે તે ભાવ હોય કે ન હોય પણ બાહ્યલિંગાદિ હોય તો સાધુપણું માને છે. હકીકતમાં ત્યાં સાધુપણું સંદિગ્ધ હોવાથી વ્યવહાર નયને ત્યાં વેષાદિ કારણે સાધુતાન ઉપચાર કરવો પડે છે. આમ વ્યવહાર નયને વિષય ઉપચરિત હોય છે. તેથી નિરુપચરિત વિષય હો એ જ નિશ્ચયનયનું બળવત્વ છે અને પોતાને વિષય ઉપચરિત હોવો એ જ વ્યવહારનયનું દુર્બળત્વ છે. આવી જે કોઈની માન્યતા છે તે પણ ઉપલક દષ્ટિથી જોતાં જ રમણીય લાગે છે, વસ્તુતઃ તેવી નથી એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે– [નિશ્ચયનું અનુપચરિતવિષયસ્વરૂપ બળ અને કાન્તિક] ગાથાર્થ :- નિશ્ચયનયનું અનુપચરિતવિષયવરૂપ જે બળ કહેવાય છે તે પણ એકાતિક નથી. એટલે કે એવું બળ નિશ્ચયમાં હંમેશા હોય જ અને વ્યવહારમાં ન જ હોય એવું નથી કારણ કે એક ને મુખ્ય કરવામાં બીજામાં અવશ્ય ઉપચાર થતું હોવાથી જ્યારે વ્યવહારને મુખ્ય કરાયો હોય ત્યારે નિશ્ચયમાં પણ ઉપચરિતવિષયવ આવે જ છે. જેઓ નિશ્ચયમાં અનુપચરિતવિષયત્વ રૂપ બળ માને છે તેઓએ વ્યવહારનયમાં પણ તે માનવું જ જોઈએ કારણ કે નિશ્ચયને મુખ્ય કરવામાં જેમ વ્યવહારમાં ઉપચાર કરવો પડે છે તેમ વ્યવહારની મુખ્ય તરીકેની વિવેક્ષા હોય ત્યારે નિશ્ચયમાં પણ ઉપચાર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy