SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર ૧૧૮ ; ધંધે કરતાં ભિન્ન ભિન્ન પુરૂષોની ધનપ્રાપ્તિ વગેરે રૂ૫ ફળમાં દેખાતી તરતમતા જેના તારતમ્યને આધીન હોય તે જ બળવાનું છે તે આ આશય ઉપર અમે પૂછીએ છીએ. કે શું અદષ્ટ, ઉદ્યમની અપેક્ષા રાખ્યા વિના સીધું જ ફળ આપે છે કે ઉદ્યમની અપેક્ષા રાખીને? પ્રથમપક્ષ તે તમને સ્વીકૃત જ ન હોવાથી અયુક્ત છે બીજા પક્ષમાં અપેક્ષા રૂ૫ બળવત્તા બંનેમાં સમાન છે કારણ કે સામાન્યતઃ તે કર્મ પણ પુરુષાર્થની અપેક્ષા. રાખીને જ ફળ આપતું હોવાથી પુરુષાર્થમાં પણ પિતાની અપેક્ષા બીજાને હોવા રૂપ (અર્થાત્ અપેક્યતા રૂ૫) બળ રહ્યું જ છે. શકા - છતાં કર્મમાં જે ઉત્કર્ષ હોય તો ફળ ઉત્કૃષ્ટ આવતું હોવાથી ફળત્કર્ષની પ્રયોજતા તે કર્મમાં જ છે માટે કર્મ જ બળવાન છે. - સમાધાન - ફળસ્કર્ષાદિમાં કર્મના ઉત્કર્ષાદિ હમેશા પ્રયોજક બને જ એ નિયમ નથી. જોરદાર કમની ગેરહાજરીમાં પણ જોરદાર પુરુષાર્થથી કાર્યોકર્ષ થઈ શકે છે. ક્યારેક કાર્યોત્કર્ષનું પ્રાજક બનતું હેવા માત્રથી કર્મ બળવાન બની જતું હોય તે તે એ રીતે કયારેક પુરુષાર્થોત્કર્ષ પણ કાર્યોત્કર્ષને પ્રાજક બનતે હેવાથી બાહ્યકરણમાં પણ બળવત્તા સમાન જ માનવી પડશે. શકા –છતાં શુભદિષ્ટવાળાને અવળે પુરુષાર્થ પણ સુખદાયક બને છે અને અશુભ અષ્ટવાળાને સવળો પુરુષાર્થ પણ દુઃખદાયક બને છે. આમ સુખદુઃખાદિનું વૈચિત્ર્ય કર્મચિત્યના કારણે જ હેવાથી કર્મમાં એટલી બલવત્તા છે. * સમાધાન –આવી બલવત્તા અમને પણ માન્ય જ છે. શાસ્ત્રમાં પણ આ અંગે પુરુષાર્થવાદી અને ભાગ્યવાદી એવા બે શ્રેષ્ઠીઓની વાત સંભળાય છે. એ બેના વિવાદને દૂર કરવા રાજાએ મંત્રીને આદેશ કર્યો. પણ બેમાંથી એકેયને જ્યારે મંત્રી સમજાવી ન શકો ત્યારે એ ખિન્ન થયો અને બન્નેને પાણી વિનાના અંધારીયા કૂવામાં ઉતાર્યા. ભૂખ્યા થયા હશે એવું જાણીને કરુણાથી મંત્રીએ મધ્યાહ્ન સમયે જે બેમાંથી એકમાં રત્નમયમુદ્રિકા છે એવા બે ભેદક તે બે ને ખબર ન પડે એ રીતે કૂવાના એક ભાગમાં મૂકાવ્યા. બનેને ભૂખ લાગી હોવાથી પુરુષાર્થવાદી ભાગ્યવાદીને કહે છે કે આપણે આજુબાજુ શોધખોળ કરીએ તે કદાચ કંઈક ખાવાનું મળી જાય. એના પર ભાગ્યવાદી કહે છે કે “મહેનત કરવી હોય તે તમે કરે, હું કંઈ મહેનત કરવાનું નથી અને તે ભાગ્યમાં હશે તે ખાવાનું મળવાનું જ છે અને નહિ હોય તે મહેનત કરવા છતાં નથી જ મળવાનું. પુરુષાર્થવાદીને શોધખોળ કરતાં પેલા બે લાડુ મળ્યા તેથી એમાંથી એક ભાગ્યવાદીને આપ્યો. તેથી ભાગ્યવાદી કહે છે કે, મારું ભાગ્ય હતું તે વગર પુરુષાર્થે પણ મને મોદક મળ્યો.” પુરુષાર્થવાદી કહે છે કે પણ મેં પુરુષાર્થ કર્યો તે મળ્યો ને! એ વગર થોડો મળત ? આમ મોદપ્રાપ્તિમાં તે પુરુષાર્થ અને ભાગ્ય અને સમાન રીતે હેતુભૂત હોવા છતાં ભાગ્યવાદીને મુદ્રિકા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy