SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૪૪ ઘટસ્વાવચ્છિન્ન (= ઘટ) પ્રત્યે કારણ હોવાથી કાર્ય “ઘટાત્મક થાય છે “પટાત્મક” નહિ, અર્થાત્ કાર્યમાં ઘટત્વ આવે છે, પટવ નહિ. આનાથી જણાય છે કે યદવચ્છિન્ન પ્રત્યે કારણ હોય તે ધર્મ કાર્યમાં આવે. અર્થાત્ કાર્યમાં તે ધર્મ કારણ સામગ્રી પ્રયુક્તહોય. તેથી જે વિશિષ્ટ કાર્યકારણે ભાવ જ માનવામાં આવે અને સામાન્ય કાર્યકારણ ભાવ માનવામાં ન આવે તે તસ્મૃપિંડાદિ તદ્દઘટવાવચ્છિન્ન પ્રત્યે કારણ હોવાથી કાર્યમાં તઘટવ આવશે પણ મૃપિંડવાદિ વિશિષ્ટ સામગ્રીને ઘટસ્વાવચ્છિન્ન પ્રત્યે કારણ માની ન હોવાથી કાર્યમાં ઘટવ લાવી આપનાર કેઈ કારણસામગ્રી પ્રયોજક તરીકે ન હોવાના કારણે ઘટત્વ આવવું ન જોઈએ. પણ કાર્યને જોઈને “ઘટઃ' એવો અભ્રાન્ત, બેધ તે થાય જ છે જે એમાં “ઘટત્વની હાજરી સૂચવે છે. તેથી એમાં રહેલ એ પટ” આકસ્મિક આવ્યું હોવાની આપત્તિ આવશે. એમ તે તે મૃપિંડાદિનું તત્તદૂઘટવાવચ્છિન્ન તત્તદ્દઘટ જ કાર્ય માન્યું હોવાથી (ઘટવાવચ્છિન્ન ઘટને કાર્ય માન્યું ન હોવાથી) એ મુસ્પિડાદિ, તત્તસ્મૃપિંડવાદિ રૂપે જ કારણ બનશે, મૃપિંડવાદિ રૂપે નહિ, કારણ કે મૃપિંડન તે ઈતરમૃપિંડ પણ મૃપિંડ છે જેનાથી તઘટવાવચ્છિન્ન તદ્દઘટ ઉત્પન્ન થતા નથી. આમ તદ્દઘટવાવરિચ્છન્ન કાર્યને આશ્રીને તે કારણમાં તસ્મૃબિંડલ્વાદિ ધર્મો જ માની શકાય છે, મૃપિંડવાદિ ધર્મો નહિ. અને ઘટ્યાવચ્છિન્ન તે કેઈ કાર્ય છે જ નહિ, તેથી કારણમાં મૃપિંડવાદિ આકસ્મિક હેવા માનવા પડશે. તાત્પર્ય એ કે ઘટવાવચ્છિન્ન કાર્યાનિરૂપિત કારણુતાના અવછેદક રૂપે એક સાધારણ મૃપિંડવાદિધર્મોની સિદ્ધિ નહીં થઈ શકે. તેથી મૂપિંડવાદિ ધર્મો આકસ્મિક એટલે અયુક્તિક થઈ જશે તદુપરાંત, સામાન્યતઃ કાર્યકારણભાવ માન્ય ન હોવાથી કારણુતાવ છેદક તરીકે મૃપિંડવાદિ ધર્મો લઈ શકાતા નથી કિન્તુ તસ્મૃપિંડત્વ, એતસ્મૃપિંડવ વગેરે ધર્મો જ લઈ શકાય છે, તેથી તસ્મૃપિંડ, એલ્યુપિંડ વગેરે ઘટિત સામગ્રી અનુગત-રહેતી નથી. આવી અનનુગત સામગ્રીથી થતાં કાર્યોમાં પણ “ઘટ” “ધટર રૂપ સમાન અબ્રાન પ્રતીતિ થતી જ હોવાથી એ કાર્યો એક જાતીય તો છે જ. આમ અનrગત એવા જે, તે કારણથી થતાં કાર્યો પણ જો એકજાતીય હેવા સંભવિત હોય તે તે મૃપિંડ અને તંતુ વગેરેથી ઘટિત અનનુગત સામગ્રીઓથી થતાં કાર્યો પણ એકજાતીય હવા સંભવિત લેવાથી સઘળા કાર્યો એકજાતીય થઈ જવાની આપત્તિ આવશે. એમ ઘટવની પ્રાજક ન હોય એવી પણ તસ્મૃપિંડવાવચ્છિન્ન સામગ્રીથી કાર્યમાં જે ઘટવ આવી જાય છે તો એ રીતે પટવાદિ પણ આવી શકતા હોવાથી દરેક કાર્ય સર્વજાતીય હોવાની પણ આપત્તિ આવશે. સામાન્યતઃ કાર્યકારણભાવ માનવામાં આવી ફેઈ આપત્તિ રહેતી ન હોવાથી એ માન વે જ યુક્ત છે. .
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy