SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ w ઉપકરણની અબાધકતાને વિચાર ' अथ मरुदेवादीनामिवान्येषामपि स्वभावादेव निर्वाणलाभसंभवात् केवलं बहुतरकायक्लेशजनिकायां व्यवहारक्रियायां कथमिव प्रेक्षावन्तः प्रवर्त्तन्ताम् ? इति चेत् ? नूनमेव सौगतमतावलम्बी कथमन्यत्रापि प्रवतिष्यते भवान् ? अस्माकं तु निश्चयतः सर्वस्यैव स्वभावादेव संभवाद्वयवहारादेव बाह्यकरणजन्यत्वाद्वस्तुतो न प्रवृत्त्यनुपपत्तिरित्युपदिशति सव्व सहावसज्झ णिच्छयओ, परकय च ववहारा । एगन्ते मिच्छत्तं, उभयणयमयं पुण पमाण ॥४४॥ (सर्व स्वभावसाध्यं निश्चयतः, परकृतं च व्यवहारात् । एकान्ते मिथ्यात्वं, उभयन पमतं पुनः प्रमाणम् ।।४४॥) ઉત્તરપક્ષ :- ઈષ્ટ સાધના જ્ઞાન જ પ્રવર્તક એટલે કે પ્રવૃત્તિ કરાવનાર છે એવું નથી. કિન્તુ ઈષ્ટપ્રાજકતા જ્ઞાન પણ પ્રવર્તાક છે. ઈષ્ટસાધનતાશાનને જ પ્રવર્તક માનવામાં તૃપ્તિને ઈચ્છતા લોકો ચોખા ખરીદવા વગેરેની જે પ્રવૃત્તિ કરે છે તે અનુપ પન્ન થઈ જશે. કારણ કે ખરીદવાની પ્રવૃત્તિ કંઈ તૃપ્તિ કરી દેતી નથી, કિન્તુ ભજનપ્રવૃત્તિ જ તૃપ્તિ કરે છે. છતાં ચોખાની ખરીદી વગેરે જેમ તૃપ્તિ પ્રયજક હોવાથી એ પ્રવૃત્તિઓમાં લેકે પ્રવર્તે છે તેમ મુક્તિ પ્રત્યે પ્રાજક એવા બાહ્ય કરણમાં પણ ઈષ્ટપ્રજકત્વજ્ઞાન દ્વારા ભવ્ય પ્રવર્તે જ છે. છેલ્લા શંકા - મરુદેવાદિને સ્વભાવ (તથાભવ્યત્વ) જ એવો હતો કે બાહ્ય ક્રિયા વિના પણ નિર્વાણ લાભ થઈ જાય. એ જ રીતે બીજાઓને પણ સ્વભાવથી જ નિર્વાણ લાભ સંભવિત હેવાથી બહુતર કાયકલેશ આપનારી વ્યવહારક્રિયામાં ડાહ્યા માણસો શી રીતે પ્રવર્તશે? સમાધાન – આવું માનવામાં સ્વભાવવાદી બૌદ્ધાનુસારી બનેલા તમે, તૃપ્તિ વગેરે પણ સ્વભાવથી જ થઈ જવા સંભવિત હોવાથી ભોજનાદિમાં પ્રવૃત્તિ શી રીતે કરશે ? અર્થાત્ જેમ તમે એક બાજુ સ્વભાવવાદ પકડવા છતાં બીજી બાજુ ભેજનાદિ બાહ્યપ્રવૃત્તિ પણ ફળ સાધક છે એમ સમજીને તેમાં પ્રવર્તે છે તેમ બાહ્યક્રિયા વિશે પણ બુદ્ધિમાન પુરુષો પ્રવૃત્તિ કરશે જ. શંકા :- બાહકિયાને ફળસાધક માનનારા તમે શું સ્વભાવને કારણ તરીકે માનતા જ નથી ? સમાધાન – સ્વભાવને પણ અમે કારણ તરીકે માનીએ જ છીએ કારણ કે નિશ્ચયનયાનુસારે બધું સ્વભાવથી જ સંભવિત છે અને વ્યવહારનયની અપેક્ષાએ બધું બાહ્યકરણ જન્ય છે એવું અમે માનીએ છીએ. તેથી બાહ્યપ્રવૃત્તિ પણ અનુપપન્ન નથી જ-એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ :- બધી વસ્તુઓ નિશ્ચયનયને આશ્રીને સ્વભાવસાધ્ય છે જ્યારે વ્યવહારની અપેક્ષાએ પરકૃત = બાહ્યપ્રવૃત્તિજન્ય છે. આ બેમાંથી એકને જ એકાતે જનક તરીકે માની લેવામાં મિથ્યાત્વ છે, ઉભયનયસંમત બનેને માનવા એ પ્રમાણ છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy