SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્તી જે અસ્તિી ” એવા આગમ વચનને મુખ્ય કરનાર સૈદ્ધાતિક મેક્ષ અવસ્થામાં ચારિત્રની હાજરીને માનતું નથી... જ્યારે સંપ્રદાયમાં જ થએલા કેટલાક આચાર્ય ભગવંતે સિદ્ધાવસ્થામાં ચારિત્રની હાજરી માને છે. આ બન્ને મતની લઘુહરિભદ્ર બિરૂદ ધારી ગ્રન્થકારે ન્યાયપૂર્ણરીતે વિસ્તારથી પ્રરૂપણ કરી છે. પહેલા સીદ્ધાતિંક ચારિત્રાભાવની સિદ્ધિ કરવા આપેલા હેતુઓને ઉપન્યાસ કરી એને શંકાકાર પાસે વિસ્તારથી જવાબ અપાવ્યો છે. એ પછી એ જવાબને પણ જવાબ આપીને સૈદ્ધાતિક મતનું સમર્થન ગ્રન્થકારે કર્યું છે. આટલું કર્યા પછી પણ, સંપ્રદાયાનુસારી આચાર્યોને મોક્ષમાં ચારિત્રની હાજરી માનવાને મત અત્યંત અવર્જનીય નથી એવું પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું છે, તેમજ પિતાને આ બાબતમાં કોઈ અભિનિવેશ નથી એવું જણાવીને તેઓશ્રીએ પિતાની પાપભીરુતા પ્રકટ કરી છે. આ અધિકારમાં પણ ગ્રંથકારશ્રીએ નીચેની બાબતો પર સુંદર પ્રકાશ ફેંકે છે. (૧) ચારિત્રમાં ઐહભવિકત્વાદિ કઈ રીતે? (૨) ચારિત્ર કિસ્વરૂપ છે ? (૩) ચારિત્રની પ્રતિજ્ઞા કિં સ્વરૂપ છે? (૪) જ્ઞાન દર્શન ચારિત્રને પરસ્પર અત્યંત ભેદ નથી (૫) ક્ષાયિક ચારિત્રાદિ લબ્ધિઓ કેવી છે? (૬) ગો ચારિત્રના પ્રતિપંથી છે ? (૭) અવિરતિ અચારિત્રથી પૃથગ છે. વગેરે...... અશરીરી જીવની મુક્તિ થાય નહિ એવા દિગંબરના અને આધ્યાત્મિકોના કદાગ્રહના કારણે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની તીણ શાસ્ત્રાનુસારી બુદ્ધિનો પરચો પામેલ છો મુખ્ય વિષય છે સ્ત્રીમુક્તિવાદ...દિગમ્બરો ધર્મોપકરણને પણ પરિગ્રહરૂપ માની ત્યાજ્ય માનતા હોવાથી અને સ્ત્રીઓને વસ્ત્રાદિને ત્યાગ કરે શક્ય ન હોવાથી, દિગંબરો એને ચારિત્ર માનતા નથી. અને તેથી એનો મોક્ષ પણ માનતા નથી. એમાં એ ભેગાં ભેગાં જ્ઞાનહીનત્વ, લબ્ધિહીનત્વ, ઋદ્ધિહીનવ, બળહીનત્વ, કામાતિરેક, મને વીર્યપ્રકર્ષાભાવ, સંઘયણભાવ વગેરે હેતુઓ આપે છે. આની સામે પૂ ઉપા. મ જણાવે છે કે ધર્મોપકરણ પરિગ્રહરૂપ બનતાં નથી એની પૂર્વે સિદ્ધિ થઈ ગઈ છે. માટે સવશ્રા સ્ત્રીઓને પણ ચાસ્ત્રિ અસંભવિત રહેતું નથી. વળી જ્ઞાનહીન વ વગેરે હેતુઓ તે ચારિત્રના અભાવને કે મેક્ષના અભાવને સિદ્ધ કરી શક્તા જ નથી. કેમકે જ્ઞાનહિન એવા પણ માલતુષાદિ મહાત્માઓ, શ્રીતીર્થંકરાદિની અપેક્ષાએ ઋદ્ધિહીન એવા પણ શ્રીગણધરભગવતે વગેરે જીવો ચારિત્રયુક્ત હતા તેમજ મુક્તિગામી બન્યા હતા. વળી કામાતિરેક, મને વીર્ય પ્રકર્ષાભાવ, સંઘયણભાવ વગેરે હેતુઓ તો અસિદ્ધ છે, કેમકે બધી સ્ત્રીઓમાં કાંઈ કામાતિરેક વગેરે હોતા નથી. તેમજ કામતિ કાદિ વિપરીત ભાવાનાથી દૂર કરી શકાય એવા પણ હોય છે કેજિત કર્તવ્યમાં શક્તિને રોપવવી નહિ એ જ ચારિત્રની પરિપૂર્ણતા છે, આવી પરિપૂર્ણતાવાળું ચારિત્ર સ્ત્રીઓને પણ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy