SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા લેં. ૨૦ पडलाइ रयत्ताण च गोच्छ ओ पायनिज्जोगो ।। [निशीथभाष्य १३९३] इति गाथयोक्तः सप्तविधः पात्रनिर्योग इत्येवं नवविध उपधिः, तदुभयविषयकलब्धिरहितानां च यथाशक्ति कल्पेन सह दशविधः, कल्पद्वयेन सहैकादशविधः, कल्पत्रयेण तु सम द्वादशविध उपधिज्ञेय इति ॥२९॥ ગાથાથ :- ખભા પરથી દેવદૂષ્ય ચાલ્યું ગયા પછી જ શ્રી જિનેન્દ્રો સર્વથા અચેલ હોય છે. શેષ મુનિઓ તે ઉપચારથી જ અચેલ હોય છે. શ્રી અરિહંત વસ્ત્રપાત્રથી સાધ્ય કાર્યને તે વિના પણ કરવાની લબ્ધિવાળા હોય છે, અનુપમ વૃતિવાળા હોય છે, અતિશયિત ચાર જ્ઞાનવાળા હોય છે. તેથી વસ્ત્રપાત્રાદિ વિના પણ સંયમનું વહન કરવામાં સમર્થ હોવાથી તેઓને તે ગ્રહણ કરવાનું કઈ પ્રજન હોતું નથી, છતાં પોતાને વસ્ત્ર-પાત્રવિશિષ્ટ ધર્મની પ્રરૂપણ કરવાની છે એવું વિચારીને દેવેન્દ્ર વડે ખભા પર મૂકાએલ દેવદૂષ્યને સ્વીકારીને શ્રી જિનેશ્વર દિક્ષા લે છે. તેથી જ્યાં સુધી એ વસ્ત્ર ખભા પર હોય છે ત્યાં સુધી તેઓ પણ ઉપચારથી જ અચલ કહેવાય છે. જ્યારે કારણવશાત્ એ દેવદૂષ્ય ત્યાંથી પડી જાય છે ત્યારથી માંડીને પછી તેઓ અનુપચરિત રીતે અચેલ બને છે આ વસ્તુસ્થિતિ છે. ઓછામાં ઓછી બે પ્રકારની ઉપાધિ હંમેશા હોવાના કારણે જિનકલ્પિક અને સ્વયં બુદ્ધાદિ સાધુએ તે ઉપચારથી જ અચલ કહેવાય છે. તેઓને ઉદ્દેશીને આવે ઉપધિવિભાગ કહ્યો છે— જિનકલ્પીને આઠ વિકપે ઉપધિ સ્વીકાર ] “જિનકલ્પમાં બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગ્યાર કે બાર એ પ્રમાણે ઉપધિના આઠ વિકલ્પ હોય છે. એ અહીં દ્વિવિધ ઉપાધિ = રજોહરણ + મુહપત્તિ ત્રિવિધ ઉપાધિ = ઉપરોક્ત બે + એક કપડા ચતુવિધ ઉપાધિ= ઉપરોક્ત બે ને બે કપડા પંચવિધ ઉપાધિ= ઉપરોક્ત બે - ત્રણ કપડા જેઓને માત્ર પાત્ર સંબંધી લબ્ધિ હોય છે તેઓને પોતપોતાની શક્તિ મુજબ ઉપધિના આ પ્રકાર હોય છે. જેઓને માત્ર વસ્ત્રવિષયક લબ્ધિ હોય છે તેઓને નવવિધ ઉપાધિ હોય છે. નવવિધ ઉપાધિ = રજોહરણ + મુહપત્તિ + ૭ પ્રકારને પાત્રનિર્યોગ. વસ્ત્ર કે પાત્ર સંબધી લબ્ધિ વિનાના મહાત્માને પોતપોતાની શક્તિ મુજબ નીચેના વિકલ્પો હોય છે દશવિઘ ઉપધિ = ઉપરક્ત નવ + ૧ કપડે. એકાદશવિધ ઉપાધિ = ઉપરોક્ત નવ + ૨ કપડા. દ્વાદશવિધ ઉપાધિ = ઉપરોક્ત નવ + ૩ કપડા.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy