SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ * ૭૫ કેદમાં પડેલાને, રોગીને, પોતાના પદેથી ભ્રષ્ટ-થયેલાને, પ્રશ્નમાં, યુદ્ધ કરવામાં, શત્રુને મળ વામાં અકસ્માત્ ભયમાં, સ્નાન કરવામાં, પાણી પીવામાં, ભોજન કરવામાં, ગઈ વસ્તુ શોધવામાં, પુત્રને માટે મૈથુન સેવવામાં, વિવાદ કરવામાં, કષ્ટ કાર્યમાં એટલા સ્થળે સૂર્યનાડી સારી સમજવી. કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે : विद्यारम्भे च दीक्षायां, शस्राभ्यासविवादयोः । राजदर्शनगीतादौ, मन्त्रयन्त्रादिसाधने ||१८|| (सूर्यनाडी शुभा) . વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનારંભ, મંત્ર, યંત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે. दक्षिणे यदि वा वामे, यत्र वायुर्निरन्तरम् । तं पादमग्रतः कृत्वा, निःसरेन्निजमन्दिरात् ||११|| ડાબી નાસિકાનો પવન ચાલતો હોય તો ડાબો પગ અને જમણી નાસિકાનો પવન ચાલતો હોય તો જમણો પગ પ્રથમ ઉપાડી પોતાના ઘરેથી નીકળે. अधमर्णारिचौराद्या विग्रहोत्पातिनोऽपि च । शून्याने स्वस्य कर्तव्याः सुखलामजयार्थिभिः ||२२|| દેવાદાર, શત્રુ-ચોર વિગેરે અને લડાઈ કરનારને શૂન્યાંગ (શ્વાસોશ્વાસ રહિત નાસિકા બાજુ) કરવાથી પોતાને સુખ, લાભ જયની પ્રાપ્તિ થાય છે. स्वजनस्वामिगुर्वाद्या ये चान्ये हितचिन्तकाः । जीवाने ते ध्रुवं कार्या, कार्यसिद्धिमभीप्सुभिः ॥२१॥ સ્વજન, સ્વામી, ગુરુ, માતા, પિતા વગેરે જે આપણા હિતચિંતક હોય તેમને કાર્યસિદ્ધિના ઈચ્છુકે જમણી (ધ્વાસોશ્વાસવાળી નાસિકા) તરફ રાખવા જોઈએ. प्रविशत्पवनापूर्णनासिकापक्षमाश्रितम् । '' પાર્વ શોતિયતો પ્રથમ કૃથિવીત llરરા શુક્લપક્ષ હોય કે કૃષ્ણપક્ષ હોય પણ દક્ષિણ કે વામ (જમણી કે ડાબી) જે નાસિકા પવનથી ભરાઈ પૂર્ણ થતી હોય, તે પગ ધરતી ઉપર પહેલાં મૂકીને શયાથી ઉઠવું. ઉપર બતાવેલી રીતિ પ્રમાણે નિદ્રા તજીને શ્રાવક અત્યંત બહુમાનથી પરમ મંગળકારી નવકારમંત્ર મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે -
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy