SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ તેમ તમારા દર્શન માત્રનો પણ ભય રાખે છે; માટે હે વિદ્યાધરશ્રેષ્ઠ ! હવે ઘણું થયું, તમો તમારે સ્થાને જેમ આવ્યા તેમ ચાલ્યા જાઓ.” ૫૯ જો આવાં પ્રધાનનાં વચનો સાંભળી ચિત્તમાં ખેદ પામતો ખરો શુકરાજ વિચારવા લાગ્યો કે, ખરેખર કોઈક કપટી મારું રૂપ ધારણ કરીને શૂન્યનો સ્વામી બની બેઠો દેખાય છે. રાજ્ય, ભોજન, શય્યા, સુંદર સ્ત્રી, સુંદર મહેલ અને ધન એટલી વસ્તુ શૂન્ય રાખવાની શાસ્ત્રમાં મનાઈ કરી છે, કેમકે એ વસ્તુ શૂન્ય ૨હે તો તત્કાળ તેને કોઈ પણ દબાવી સ્વામી બની બેસે છે. પણ હવે મારે શું કરવું? ખરેખર એને હણીને મારું રાજ્ય પાછું લેવું યોગ્ય છે; પરંતુ જો એમ કરું તો લોકમાં મારો એવો અપવાદ થશે કે, "મૃગજના પુત્ર શુકરાજને કોઈક પાપી ધૂતારાઓ મારી નાંખીને તેનું રાજ્ય પોતે પોતાના બળથી લઈ લીધું, તો તે મારાથી કેમ સાંભળી શકાશે ? ખરેખરો આ વિકટ સંકટનો વખત આવી પહોંચ્યો છે; કેમકે મેં તથા મારી બંને સ્ત્રીઓએ ઘણી નિશાનીઓ આપી, પરંતુ તે કોઈપણ પ્રધાને માન્ય કરી નહીં. હા હા ! ધિક્કાર છે એ કપટીની કપટજાળને ! આમ વિચારતો કાંઈક બીજો મનસૂબો મનમાં ધારીને ખેદ પામતો શુકરાજ પોતાના વિમાનમાં બેસીને આકાશમાર્ગે પાછો કયાંક ચાલ્યો ગયો. તે દેખી નગરમાં રહેલા શુકરાજને પ્રધાન કહેવા લાગ્યો કે, સ્વામી ! આ કપટી વિદ્યાધર વિમાનમાં બેસી પાછો જાય છે. એમ સાંભળીને તે કામમાં વ્યાંપેલો પોતાના ચિત્તમાં ઘણો જ પ્રસન્ન થયો. ઉદાસ ચિત્તવાળો (ખરો) શુકરાજ શુડાની જેમ વનમાં ભમવા લાગ્યો. તેને તેની સ્ત્રીઓએ ઘણી પ્રેરણા કરી તો પણ તે પોતાના સસરાને ઘેર ગયો નહીં; કેમકે, પોતાને કાંઈ પણ દુઃખ પડયું હોય ત્યારે પંડિત પુરુષોએ પોતાના કોઈપણ સ્વજનવર્ગને ત્યાં જવું જ ન જોઈએ, અને સસરાને ઘેર તો આડંબર વિના જવું જ નહીં, એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે, માટે કેમ જવાય ? વળી કહેલ છે કે, "સભામાં, વ્યાપારીઓમાં, દુશ્મનોમાં, સસરાને ઘેર, સ્ત્રીમંડળમાં અને રાજદરબારમાં (એટલાં સ્થાનકે) આડંબર વિના માન ન પામીએ.” ... શૂન્ય વનમાં વાસમાં પણ વિદ્યાબળથી સર્વ સુખભોગની સામગ્રી તૈયાર કરી લીધી છે તો પણ પોતાનું રાજ્ય પારકાએ પચાવી પાડયાની ચિંતામાં શુકરાજે છ મહિના મહાદુઃખમાં ને દુઃખમાં નિર્વાહ કર્યા. અતિ ખેદકા૨ક વાત છે કે, આવા મહાન પુરુષોને પણ મોટો ઉપદ્રવ ભોગવવો પડયો. કયા પુરુષને સર્વ દિવસ સરખા સુખમય હશે ! કહ્યું છે કે, कस्य वक्तव्यता नास्ति, को न जातो भरिष्यति । केन न व्यसनं प्राप्तम्, कस्य सौख्यं निरन्तरम् ||१|| "કોને કહેણી નથી, જન્મેલો કોણ મરણ પામતો નથી, કોણ દુષ્ટ (દુઃખ) નથી પામ્યો અને કોને સદાય સુખ હોય છે ?” એક દિવસ સોરઠ દેશમાં વિચરતાં જેમ નદીનું પૂર પર્વતથી અટકે તેમ તેનું (શુકરાજનું) વિમાન આકાશે જતાં અટકયું; ત્યારે બળ્યાનો ફોલ્લો, દાઝયા ઉપર ડામ, પડયા ઉપર પાટુ, ચાંદા ઉપર ક્ષારક્ષેપ, જેમ દુ:ખદાયી હોય તેમ તેથી તેનું ચિત્ત શૂન્ય બની ગયું. પછી તે પરાક્રમી તત્કાળ નીચે
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy