SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ મહી અમારગ મારગ આદરી, જિમ પામીએ ભવ પારા. જાગિ૦૨ અતિહિં ગહના અતિહિં કૂડા, અતિહિં અથિર સંસારા; ભાંઓ છાંડી જોગજા માંડી, કીજઈ જિનધર્મ સારા. જાગિ) ૩ મોહેઈ મોહિઓ કેહિઈલ પોહિઓર, લોહિઈ વાહિઓ ધાઈ; મુસિઆપ બિંદું ભવિ અવરાકારણી, મૂરખ દુખીયો થાઈ. જાગિ૦ ૪ એકને જિઈ બિહુને ખેંચે છે, ત્રિણી સંચે ચારિર વારે; પાંચેઈ૩ પાળે છઈને ૪ ટાળે૧૫ આપી આપ ઉતારે. જાગિ0 ૫ આવું વૈરાગ્યમય તેનું ગાયન સાંભળીને વૈરાગ્યવંત અને શાંતકષાયી થઈને તેને જણાવી ચંદ્રાંકને સાથે લઈ મૃગધ્વજરાજા પોતાની નગરીના ઉદ્યાને આવ્યો. નગર બહાર રહીને સંસારથી વિરક્ત અને વસ્તુ-સ્વરૂપમાં નિમગ્ન તે રાજાએ પોતાના બે પુત્રો તથા પ્રધાનને બોલાવવા ચંદ્રાંકને મોકલ્યો અને ઉદ્યાનમાં જ બોલાવી કહેવા લાગ્યો કે, "મારું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન થયું છે, અને તેનાથી હું ઘણો પીડાયો છું, માટે મારું આ રાજ્ય શુકરાજકુમારને આપજો અને હું તો અહિંયાંથી જ દીક્ષા લઈને ચાલતો થઈશ. હું ઘેર આવવાનો જ નથી." આવી વાણી સાંભળી દીવાન વગેરે બોલવા લાગ્યા, કે, "સ્વામિનું! આપ ઘેર તો પધારો, ઘરે આપનો શો દોષ (ગુન્હો) કર્યો છે? કેમકે, બંધ તો પરિણામથી જ થાય છે; જેમકે નિર્મોહી પરિણામવાળાને ઘર પણ અરણ્ય (વન) સમાન છે અને મોહવંતને તો અરણ્ય પણ ઘર સમાન જ છે.” આવા તે લોકના આગ્રહથી રાજા પોતાના પરિવાર તથા ચંદ્રાંક સહિત નગરમાં આવ્યો. રાજાની સાથે ચંદ્રાંકને આવેલો દેખીને કામદેવ યક્ષે કહેલું વચન યાદ આવવાથી કોઈપણ જાણી શકે નહીં એમ સભ્ય પ્રચ્છન્નપણે ચંદ્રાવતી પાસે અદશ્ય અંજને કરી રહેલો ચંદ્રશેખર જીવ લઈને તત્કાળ ત્યાંથી પોતાના નગરે નાસી ગયો. મોટા મહોત્સવ સહિત મૃગધ્વજ રાજાએ શુકરાજને રાજ્યાભિષેક કર્યો, અને તેની પાસે પોતે દીક્ષા લેવાની રજા માંગી. હા-ના થતાં પણ જેમ તેમ કરીને તેની રજા મળ્યાથી જેમ રાત્રિ ગયાથી પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થાય તેમ તે અલૌકિક શોભાને જ પામવા લાગ્યો. જો કે રાત્રિના ગયા પછી સૂર્ય ઉદય થાય તે કાંઈ આશ્ચર્યરૂપ નથી, પરંતુ આ મૃગધ્વજ રાજાને તો રાત્રિને સમયે પણ દીક્ષાના અધ્યવસાયરૂપ હૃદયમાં જ્ઞાનરૂપ એવો સૂર્યોદય થયો કે જેની શોભા એક અપૂર્વ જ બની રહી છે. તે પોતાના મનમાં વિચાર કરે છે કે, કયારે પ્રાતઃકાળ થશે અને કયારે દીક્ષા અંગીકાર કરીશ; વળી કયારે હું નિરતિચાર ચારિત્રવંત બનીને વિચરીશ, અને જ્યારે આ સર્વ કર્મનો ક્ષય કરીશ-એમ ઉત્કૃષ્ટ શુભધ્યાનના ચઢતા પરિણામના એક તાનમાં એવી કોઈક અલૌકિક ભાવના ભાવવા લાગ્યો કે, જેમ પ્રાતઃકાળ થતાં રાત્રિ ગઈ તેની સાથે સ્પર્ધાથી જ ગયાં ન હોય ! એમ પ્રાતઃકાળ થતાં જ તેને ભાવનારૂપ લીલાથી કઠિન ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૧ ક્રોધે, ૨. દુઃખી થયો, ૩, લોભથી, ૪. વળગ્યો, ૫. ફોકટ, ૬. અજ્ઞાનથી, ૭. દુઃખી, ૮. આત્મા શુદ્ધ કરવા, ૯. - રાગ-દ્વેષને, ૧૦. છાંડી દે, ૧૧. રત્નત્રયી, ૧૨. કપાય, ૧૩, મહાવ્રત, ૧૪. ક્રોધ, ૧૫. લોભ, મોહ, હાસ્ય, માન, હર્ષ, ૧૫. એ અંતરંગ શત્રુને ટાળવાથી.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy