SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રકાશકીય નિવેદનો વિક્રમ સંવત ૨૦૩૬માં આ શ્રાદ્ધવિધિ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય સિદ્ધાન્તનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય પ્રેરણાથી પ્રકાશિત થયેલ. પરંતુ થોડા જ સમયમાં તેની સર્વનકલો ખપી જવાથી પુસ્તક અલભ્ય બનેલ. પૂ. આચાર્યદેવશ્રીની આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિ તુરત બહાર પડે તેમ ખૂબ ઈચ્છા હતી. પરંતુ અમારી ઢીલ-પ્રસાદના કારણે એ શકય ન બન્યું, અને પૂજ્ય આ.ભ. સ્વર્ગવાસી બન્યા. પછી ૨૦૪૯માં બીજી આવૃત્તિ બહાર પડી. તે પણ હવે અલભ્ય બનવાથી અત્યારે ત્રીજી આવૃત્તિ બહાર પાડતાં ગૌરવ અનુભવીએ છીએ. | વિક્રમ સંવત ૨૦૫૬ના ફાગણ સુદ ૭ તા. ૧૨-૩-૨૦૦૦ને રવિવારના રોજ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. તેની સ્મૃતિ નિમિત્તે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્યદેવશ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર પ્રેરણાથી આ તૃતીય આવૃત્તિ પ્રકાશિત થાય છે. પ.પૂ. સિદ્ધહસ્ત લેખક આચાર્યદેવશ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજે ગ્રંથ અને ગ્રંથકાર.. એક પરિચય લખી આપી અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે. અલ્પ સમયમાં સ્વચ્છ અને સુંદર મુદ્રણ કરી આપવા બદલ સિદ્ધાર્થ પ્રિન્ટરીવાળા શ્રી પ્રમોદચંદ્ર નવનીતલાલ ગાંધીને આ સમયે યાદ કર્યા વગર રહી શકતા નથી. જ્ઞાન દ્રવ્ય દ્વારા પુસ્તક પ્રકાશનમાં મુખ્યત્વે સહાયક બનનાર શ્રી દાંતરાઈ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ શ્રી દાંતીવાડા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ શ્રી હારીજ જેન વ્હે. મૂ. પૂ. સંઘ સંપાદક સિદ્ધાંતનિષ્ઠ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમવિજય સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા le
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy