SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૭. વ્યવહારસત્ય : પર્વતના ઉપર ધાસ બળતું હોય, તો પણ પર્વત બળે છે, માટલીમાંથી પાણી ઝમતું હોય તો પણ માટલી ઝમે છે, તેમ જ અનુદરા (કન્યા) અલોમિકા (એડકા) કહેવાય છે, એમ જે બોલવાનો વ્યવહાર છે તે ‘વ્યવહારસત્ય' કહેવાય છે. ૪૬ ૮. ભાવસત્ય : બગલીને થોડા ઘણા પાંચે રંગ હોય છે, પરંતુ સફેદ રંગની અધિકતાથી તે સફેદ ગણાય છે, એમ વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ જેમાં અધિક હોય તેથી તેને તે રૂપે ગણી શકાય. તે 'ભાવસત્ય’ કહેવાય છે. ૯. યોગસત્ય : જેના હાથમાં દંડ હોય તે ઠંડી અને જેની પાસે ધન હોય તે ધની કહેવાય, તેમ જેની પાસે જે વસ્તુ હોય તેના ઉપરથી તેને તે નામે બોલાવી શકાતો હોય, તે યોગસત્ય' કહેવાય છે. ૧૦. ઔપમ્યસત્ય : આ તળાવ સમુદ્રના જેવું છે, એમ જેને ઉપમા અપાય; તે 'ઔપમ્યસત્ય' કહેવાય છે. આવા પ્રકારનાં કેવલી મહારાજનાં વચન સાંભળીને સાવધાન થઈ તે શુકરાજ કુમાર પોતાના માતા-પિતાને પ્રગટપણે માતા, પિતા કહી બોલાવવા લાગ્યો કે જે સાંભળીને તે રાજા સર્વ પ્રસન્ન થયા. હવે રાજા શ્રીદત્તકેવલીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન્ ! ધન્ય છે તમોને ! કે જેમને આવી યુવાવસ્થામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. એવો વૈરાગ્ય મને કયારે ઉત્પન્ન થશે ? ત્યારે મુનિશ્રેષ્ઠ કેવલી મહારાજે કહ્યું કે, હે રાજન્ ! તારી ચંદ્રાવતી રાણીનો પુત્ર તારી દૃષ્ટિએ પડશે કે તત્કાળ તને દૃઢપણે વૈરાગ્ય ઉત્પન્ન થશે પછી કેવલીના વચનને વધાવી, પ્રણામ કરી પોતાના પરિવાર સહિત પ્રસન્નતાપૂર્વક રાજા પોતાના રાજ્યમહેલમાં આવ્યો. દયા અને સમ્યક્ત્વરૂપ બે નેત્રોથી જાણે અમૃતની વર્ષા જ વરસાવતો ન હોય ! એવો શુકરાજ જ્યારે દશ વર્ષનો થયો, ત્યારે કમલમાલા રાણીએ બીજા પુત્રને પ્રસવ્યો. અને તેની માતાને દેવતાએ આપેલા સ્વપ્નને અનુસારે તેનું નામ રાજાએ મોટા'મહોત્સવસહિત 'હંસરાજ' પાડયું. અમૃતના કિરણ ન હોય ! એવા ઉજ્જ્વળ જેના માતાપિતારૂપ બન્ને પક્ષ છે એવો હંસરાજકુમાર, રૂપ, કળા અને વયની સંપદારૂપ ગુણોથી વૃદ્ધિ પામવા લાગ્યો. જ્યારે તે પાંચ વર્ષની ઉંમરનો થયો, ત્યારે સર્વ જનને આનંદિત કરતો જેમ રામચંદ્રજીની સાથે લક્ષ્મણ ૨મે, તેમ શકરાજકુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતો હતો. અર્થવર્ગ અને કામવર્ગની સાથે ક્રીડા કરતા બન્ને પુત્રોએ ધર્મવર્ગ પણ મુખ્યપણે સેવવો જ જોઈએ એમ જણાવવાને જ આવતા ન હોય એમ એકદા રાજસભામાં સિંહાસન પર બિરાજમાન થયેલા રાજાની પાસે છડીદારે વિનયપૂર્વક આવી કહ્યું કે, મહારાજ ! દરબારના દરવાજા આગળ ગાંગીલ નામના ૠષીશ્વર સુ-શિષ્યની સાથે આપને મળવા માટે પધારેલા છે, તેમને જો આપની આજ્ઞા હોય તો પ્રવેશ કરાવું. આ સાંભળતાં ચકિત થયેલા રાજાએ તેને હુકમ કર્યો કે, તેમને પ્રવેશ કરાવ. પછી ગાંગીલૠષિ રાજસભામાં પધાર્યા કે તરત જ રાજાએ ઉઠી સન્માન આપી આસન પર બેસાડયા ને ક્ષેમકુશળ પૂછવાપૂર્વક તેમને અત્યંત આનંદ પમાડયો, ત્યારપછી પુરોહિત જેવા ઋષીશ્વર પણ રાજાને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે, તીર્થ, આશ્રમ તેમજ તાપસ પ્રમુખને ક્ષેમકુશળ છે. પ્રથમ જે રાણીને પુત્ર થયો નહીં એમ કહેવામાં આવેલું છે તે રાણી.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy