SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૪૩ ગૌરીની ઈર્ષાથી જ જાણે એણે પણ નિકાચિતકર્મ બાંધ્યું હોય નહીં એમ ગંગાએ પણ મહા-અનિષ્ટ કર્મ બાંધ્યું. એક સમયે કોઈક ગણિકાને કામી પુરુષની સાથે વિલાસ (કામભોગ) કરતી દેખીને ગંગા પોતાના મનમાં વિચાર કરવા લાગી કે, "ધન્ય છે આ ગણિકાને, કે જે અત્યંત પ્રશંસનીય કામી પુરુ પોની સાથે નિરંતર ભોગવિલાસ કરે છે! ભ્રમરના સેવવાથી જાણે માલતી કેમ શોભનીય દેખાતી હોય ! એમ કેવી આ ગણિકા શોભી રહી છે, અને હું તો કેવી નિર્ભાગિણીમાં પણ નિર્ણાગિણી છું ! ધિક્કાર છે મને કે હું પોતાના ભર્તારથી પણ સંપૂર્ણ સુખ ભોગવી શકી નહીં ! અને છેવટે વિધવા બનીને આવી વિયોગાવસ્થા ભોગવું છું.” આવાં દુર્ગાનથી તે દુર્બુદ્ધિ ગંગાએ, જેમ વર્ષાઋતુમાં લોખંડ મલિનતાને પામે તેમ, દુષ્ટ કર્મ બાંધ્યું. અનુક્રમે તે બન્ને સ્ત્રીઓ મરણ પામીને જ્યોતિષી દેવતાના વિમાનમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચ્યવીને ગોરી તારી પુત્રી અને ગંગા તારી માતાપણે ઉત્પન્ન થયાં. ગૌરીએ પૂર્વભવમાં દાસીને દૂર્વચન કહેલું હતું તેથી તે આ ભવમાં થયેલી તારી પુત્રીને સર્પનો ઉપદ્રવ થયો અને પૂર્વભવમાં ગંગાએ દુર્વચન કહેલ હતું, તેથી તે પલ્લીપતિના કબજામાં કેટલાક દિવસ સુધી કેદખાનામાં રહી ગણિકાની પ્રશંસા કરી હતી તેથી આ ભવમાં તારી માતા છતાં ગણિકાપણું પામી. કેમકે કર્મને શું અસંભવિત છે? કર્મ ધારે તે કરી શકે છે. આશ્ચર્ય છે કે, વચન કે મનથી બાંધેલું કર્મ આલોવ્યું (વોસિરાવ્યું-ખમાવ્યું) ન હોય તો ભવાંતરમાં કાયાથી નિશ્ચ ભોગવવું પડે છે. તારી પુત્રી અને માતા પૂર્વ ભવમાં તારી સ્ત્રીઓ હતી અને તેણીઓના પર તને ઘણો પ્રેમ હતો, તેથી આ ભવમાં પણ તેણીઓને ભોગવવાની તેં મનથી વાંચ્છા કરી. કેમકે, પૂર્વ ભવમાં જે પાપારંભ સંબંધી સંસ્કાર હોય, તે જ સંસ્કાર ભવાંતરમાં પણ તેને ઘણું કરીને ઉદય આવે છે, પરંતુ આ વિષયમાં વધારે એટલું સમજવાનું કે, ધર્મ સંબંધી સંસ્કારો મંદ પરિણામથી થયેલા હોય તો તે કોઈકને ઉદય આવે ને કોઈકને ન પણ આવે, અને તીવ્ર પરિણામથી થયેલા સંસ્કારો તો ભવાંતરમાં સાથે આવે જ છે. આવાં કેવલી મહારાજનાં વચન સાંભળીને સંસાર ઉપર ખેદ અને વૈરાગ્ય પામેલા શ્રીદત્તે તેમને વિનંતિ કરી કે – હે જગન્નિસ્તારક! જે સંસારમાં આવી દુર્ઘટ વિટંબનાઓ વારંવાર ભોગવવી પડે છે. ત્યારે તેવા સ્મશાનરૂપ સંસારને વિષે કયો વિચક્ષણ પુરુષ સુખ પામે? માટે હે જગદુદ્ધારક! સંસારરૂપી અંધકૂપમાં પડતા એવા મને ઉદ્ધારવાના ઉદ્યમરૂપ કોઈ ઉપાય બતાવો. ત્યારે કેવલી ભગવાને કહ્યું કે, પારાવાર એવી સંસારરૂપ અટવીનો પાર પામવાની તારી ઈચ્છા હોય તો એક મોટા બળવંત ચારિત્રરૂપ સૈન્યનો આશ્રય કર. ત્યારે તેણે કહ્યું કે, હે મહારાજ ! તમે જે કહો છો, તે મને ખરેખર પ્રિય છે, પરંતુ આ કન્યા કોને આપવી? કેમકે સંસાર સમુદ્રથી તરવાની ઉત્કંઠાવાળા મને આ કન્યાની ચિંતારૂપ પાષાણની શિલા કંઠે વળગી છે. જ્ઞાની બોલ્યા કે, તારી પુત્રી માટે તું જે ચિંતા કરે છે તે નિરર્થક છે; કેમકે, તારો મિત્ર શંખદત્ત જ તારી પુત્રીને પરણનાર છે. ત્યારે ખેદ પામતો ગદ્ગદિત કંઠે ચક્ષુઓમાંથી અશ્રુની ધારા વહાવતો શ્રીદત્ત કહેવા લાગ્યો કે, ૦ મલિનતાને પામે-કાટ વળી જાય.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy